#કામની વાત: ગર્ભ રહે તે માટે કયા દિવસે સંબંધ બાંધવો જોઇએ?

News18 Gujarati
Updated: December 14, 2019, 4:28 PM IST
#કામની વાત: ગર્ભ રહે તે માટે કયા દિવસે સંબંધ બાંધવો જોઇએ?
ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરો. પરંતું જો આમાં સફળ ના થાવ તો સોનોગ્રાફી કરાવી સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે

ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરો. પરંતું જો આમાં સફળ ના થાવ તો સોનોગ્રાફી કરાવી સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે

  • Share this:
સવાલ- ડોક્ટર સાહેબ, હું 26 વર્ષીય પરણિત યુવતી છું. મારા લગ્નને બે વર્ષ થઇ ગયા છે. અમે નિયમિત સેક્સ માણીયે છીએ અને તેને એન્જોય પણ કરીએ છીએ. છતાં પણ મને ગર્ભ નથી રહેતો. હવે હું બેચેન થઇ ગઇ છું. મને માસિક પણ નિયમિત આવે છે. હું 26-27 દિવસે માસિકમાં બેસી જવું છું. આપ મને જણાવશો ગર્ભધારણ કરવા માટે કયા દિવસે સમાગમ કરવો જોઇએ?

ડૉ. પારસ શાહ, સેક્સોલોજીસ્ટ

જવાબ- સૌ પ્રથમ તમે પતિ-પત્ની નિષ્ણાંત ડોક્ટર પાસે ચેક-અપ કરાવી લો. ચાર-પાંચ દિવસ સુધી જાતિય સંબંધથી દુર રહીને સારી લેબોરેટરીમાં પતિના વિર્યનો રિપોર્ટ કરાવી લો. જો તેમાં કોઇ ખામી ના હોય તો પછી આપની તપાસ કરાવી લો. જો આપ બન્નેનાં રિપોર્ટ નોર્મલ હોય તો મહિનાના ચોક્કસ દિવસોમાં સંબંધ રાખો.

આ પણ વાંચો- #કામની વાત: પતિને માત્ર સેક્સમાં જ રસ છે

આ ચોક્કસ દિવસો એટલે કે માસિક આવે તેને પ્રથમ દિવસ ગણો. આ પ્રથમ દિવસથી તેરમાં દિવસથી સોળમાં દિવસમાં દરરોજ સંબંધ રાખો કારણ કે આ દિવસોમાં તમારુ સ્ત્રીબિજ છુટું પડશે અને જો આ સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થઇ જશે તો બાળક રહેશે.

ચાર-પાંચ મહિના આ રીતે પ્રયત્ન કરો. પરંતું જો આમાં સફળ ના થાવ તો સોનોગ્રાફી કરાવી સ્ત્રીબીજ અલગ થયાનો ચોક્કસ સમય જાણી શકાય છે. અને તે પછી ઇન્જેક્શન દ્વારા પતિના વિર્યને લેબોરેટરીમાં સાફ કરાવી ગર્ભાશયમાં સીધે સીધુ મૂકી શકાય છે. આમ કરવાથી પણ બાળક રહી શકે છે. આજની તારીખમાં વ્યંધ્યત્વની સારવાર શકય છે. પરંતુ ધીરજ રાખવાની ખુબ જરૂરી છે.આ પણ વાંચો- #કામની વાત: વાયગ્રા કેવી રીતે કામ કરે છે ? કેટલા કલાક પહેલાં લેશો?

તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
First published: December 14, 2019, 4:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading