Home /News /lifestyle /દરરોજ ખાઓ એક બાફેલું ઇંડુ, સ્વાસ્થ માટે છે ફાયદાકારક

દરરોજ ખાઓ એક બાફેલું ઇંડુ, સ્વાસ્થ માટે છે ફાયદાકારક

પ્રતીકાત્મક તસવીર : Shutterstock

Benefits of boiled egg: શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે પ્રોટીન મહત્ત્વનો ભાગ ભજવે છે. એવામાં નાસ્તામાં જો બાફેલા ઇંડા ખાવામાં આવે તો આપણા શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય છે અને દિવસભર તાજગીનો અનુભવ કરી શકાય છે.

Benefits Of Boiled Egg Eating In Breakfast: ઇંડામાં ન્યૂટ્રીશન ભરપૂર માત્રામાં હોય છે, પરંતુ તેની કુકિંગ સ્ટાઇલ અને ખાવાના સમય પર પણ તેની ન્યૂટ્રીશનલ વેલ્યૂ નિર્ભર કરે છે. વેબએમડી અનુસાર, તેને ખાવાની અનેક રીતો હોઇ શકે છે, પરંતુ જ્યારે તેને બાફીને (Boil) ખાવામાં આવે છે તો તે સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર રહે છે. વિશેષકો તેમ પણ માને છે કે હાર્ડ બોઈલ ઇંડા વધુ ફાયદાકારક (Benefit) છે, કારણ કે આમ કરવાથી તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા જેમ કે સેલ્મોનેલા નથી રહેતા અને તે સ્વાસ્થ (Health) માટે વધુ ફાયદાકારક હોય છે.

જો ઇંડામાં મળતા તત્વોની વાત કરીએ તો તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયરન, વિટામિન એ, બી 6, બી 12, ફોલેટ, એમિનો એસિડ, ફોસ્ફરસ અને સેલેનિયમ એસેન્શિયલ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ (લિનોલિક, ઓલિક એસિડ) હોય છે, જે વૃદ્ધથી લઇને બાળકો સુધી તમામના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને જરૂરી છે. તો જાણીએ બાફેલા ઇંડા ખાવાથી થતા વિવિધ ફાયદા.

આ પણ વાંચો: કામેચ્છા મંદ પડી જાય તો સફરજન અને આદુ કરી શકે છે મદદ, અહીં જાણો કઈ રીતે

પ્રોટીનથી ભરપૂર

શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે પ્રોટીન મહત્ત્વનો ભાગ ભજવે છે. એવામાં નાસ્તામાં જો બાફેલા ઇંડા ખાવામાં આવે તો આપણા શરીરમાં પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય છે અને દિવસભર તાજગીનો અનુભવ કરી શકાય છે.

કોલેસ્ટ્રોલને કરશે બેલેન્સ

ઇંડામાં ફોસ્ફોટાઇડ્સ અને ઓમેગા-3 એસિડ મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને બેલેન્સ કરે છે. એવામાં તમે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે રોજ સવારે ઇંડા ખાઇ શકો છો. પરંતુ જો તમે ઇંડાને તેલમાં ઓમલેટ બનાવીને ખાશો તો તે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારી શકે છે.

આ પણ વાંચો:  શરીરમાં લોહીની ઉણપ છે? તો ડાયટમાં શામેલ કરો આ 5 સુપર ફૂડ



મગજ માટે ફાયદાકારક

ઇંડામાં કોલાઇન નામન એંઝાઇમ હોય છે, જે યાદશક્તિ સારી રાખવાનું કામ કરે છે. શરીરમાં કોલાઇનની કમીથી યાદશક્તિમાં ઘટાડા જેવી સમસ્યાઓ થઇ શકે છે. એવામાં જો તમે એક બાફેલું ઇંડુ તમારા નાસ્તમાં સામેલ કરશો તો તમારા શરીરમાં કોલાઇનની ઉણપ નહીં સર્જાય અને વધુ સારું અનુભવશો.

આ પણ વાંચો: આ SME સ્ટૉકે ચાર મહિનામાં આપ્યું 1,082%થી વધારે વળતર, 1 લાખના થઈ ગયા 12 લાખ રૂપિયા

આંખો માટે જરૂરી

ઇંડામાં અમુક એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇનફ્લામેન્ટ્રી પ્રોપર્ટીઝ હોય છે, જે આંખોની અંદરના મસલ્સને હેલ્થી રાખે છે.
First published:

Tags: Egg, Health Tips, Lifestyle, Vegetable, ખોરાક

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો