#કામની વાતઃ તેનું શિશ્ન બહુ નાનું છે......

News18 Gujarati
Updated: November 23, 2018, 4:57 PM IST
#કામની વાતઃ તેનું શિશ્ન બહુ નાનું છે......
જરૂરી નથી કે દરેક વખતે સેક્સ માણવાનો હેતુ મહિલાને ગર્ભાધાન કરાવવાનો હોય

જરૂરી નથી કે દરેક વખતે સેક્સ માણવાનો હેતુ મહિલાને ગર્ભાધાન કરાવવાનો હોય

  • Share this:
જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ કેટલું?

મહિલાઓને જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ
2 ઈંચ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.

ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

સામાન્ય રીતે પુરુષોને બેડરૂમમાં પોતાની જાતિય કાર્યક્ષમતા અને તેની સાથે સંકળાયેલી બાબતો અંગેનો ડર સતાવતો હોય છે. મહિલાઓથી વિપરીત સેક્સ દરમિયાન પુરુષો પોતાના શરીર, દેખાવ કે વ્યક્તિત્વ અંગે બહું ધ્યાન નથી આપતા અથવા તો તે અંગે વિચારતા નથી. તેમનો મુખ્ય હેતુતો પુરા જોશથી અને રસપૂર્વક સેક્સ માણવાનો હોય છે જેથી તે સ્ત્રીને સેક્સનો મહત્તમ આનંદ પૂરો પાડી શકે.

1- તે પોતાની સાથીને પુરતો જાતિય સંતોષ નહીં આપી શકેદરેક પુરુષ પોતાની જાતિય સાથીને સંતોષ આપવાની વાત આવે ત્યારે પોતે ક્યાંય ઉણાં ના ઉતરે તેવું ઈચ્છે છે. આ અંગેનો વિચાર માત્ર પુરુષને હચમચાવી દે છે. મહિલાને સંતોષ નહીં આપી શકવાનો ભય પુરુષના મનમાં અનેક સવાલો ઉભા કરે છે. તે એવું વિચારે છે કે શું તે જાતિય સંતોષ મેળવવા અન્ય કોઈ પુરુષનો સહારો લેશે? આ અન્ય કોઈ પુરુષ (પોતાની નબળાઈને કારણે) નો વિચાર તેને વધુ મંઝવણમાં મૂકી દે છે. આ મુદ્દો એક વિષચક્ર જેવો છે, પુરુષ તે અંગે જેટલું વધારે વિચારે છે તેની જાતિય ક્ષમતા અંગે તેનો ઉચાટ વધવા માંડે છે અને તેનાથી તેના પર્ફોર્મન્સ પર અસર થાય છે અને છેવટે તે પોતાની મહિલા સાથીને પુરતો સંતોષ આપી શકતો નથી.

2- તેનું શિશ્ન બહું નાનું છે
જો તેમના લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણું વધારે ના હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહું નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પુરતો જાતિય સંતોષ આપી શકતો નથી. મહિલા દ્વારા, તેમનો આ ભય નાહકનો છે તેવું અથવા તો તેને જાતિય ક્રિયાથી પુરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે. મહિલાઓ શિશ્નના કદ અંગે બહું વિચારતી નથી, જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઉલટું વિચારે છે. સ્ત્રી-પુરુષના જાતિય વિચારો અંગે મેં કરેલા વિશ્લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે મહિલાઓને જાતિય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ 5 સે.મી(2 ઈંચ) કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.

3- ગર્ભાધાનની અક્ષમતા
એ જરૂરી નથી કે દરેક વખતે સેક્સ માણવાનો હેતુ મહિલાને ગર્ભાધાન કરાવવાનો હોય, આમ છતાં ઘણાં પુરુષોના મગજમાં પોતાની પ્રજનન ક્ષમતા અંગેની ચિંતા રહ્યા કરે છે. મહિલાને ગર્ભવતી નહીં બનાવી શકવા અંગેની સતત કરવામાં ચિંતાથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે જે તેમની જાતિય ક્ષમતા પર માઠી અસર કરે છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં તબીબી રીતે કોઈપણ ખામી ના હોવા છતાં કેટલીક મહિલાઓ ગર્ભાધાન નથી કરી શકતી.
જો તમારી મહિલા સાથી તમારા વર્તન અને સ્વભાવથી સંતુષ્ટ હોય તો તમે તેની સેક્સ અંગેની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકો છો. સેક્સ દરમિયાન પણ મનને શાંત રાખો, ફોર પ્લેનો આનંદ માણો, આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ અને આનંદની અનુભૂતિ થશે.

પરંતુ જો તમે સેક્સ સમસ્યાથી પીડાતા હોવ તો કોઈ નિષ્ણાત સેક્સોલોજિસ્ટની સલાહ લેવી હિતાવહ છે.
Published by: Bansari Shah
First published: November 23, 2018, 4:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading