નહીં ફેકવી પડે વધારે બની ગયેલી રસોઈ, તેમાંથી બની જશે આટલી નવી વાનગી

આ 9 બાબત જાણ્યા બાદ નહીં ફેકવી પડે વધારે બની ગયેલી રસોઈ, તેમાંથી બની જશે નવી વાનગી

આ 9 બાબત જાણ્યા બાદ નહીં ફેકવી પડે વધારે બની ગયેલી રસોઈ, તેમાંથી બની જશે નવી વાનગી

 • Share this:
  - ભાત કે ખીચડી વધ્યાં હોય તો તેમાં મસાલા અને ચણાનો કે ઘઊંનો લોટ ઉમેરી મુઠિયાં, પરોઠા કે ભજીયાં બનાવી શકાય છે.
  - શાકનો રસો પાતળો થઈ ગયો હોય તો તેમાં વધેલી બ્રેડનો ભૂકો ઉમેરવાથી રસો જાડો થઈ જશે.
  - ભાત વધ્યા હોય તો તેમાંથી કટલેટ બનાવી શકાય.
  - ખાટુ અથાણું જૂનું થઈ ગયું હોય અને ન ભાવતું હોય તો, 1 કપ દેશી ચણા પલાળી, સવારે કોરા કરી ખાટાં અથાણામાં બરાબર મિશ્ર કરી દો. તાજુ બની જશે.
  - રગડો વધ્યો હોય તો તેમાં રવો, મેંદો, બ્રેડનો ભૂકો, મીઠું, આદુ, મરચાં નાખી એકદમ ટેસ્ટી ઢોકળાં બનાવી શકાય છે.
  - બટાટા પૌંઆ વધ્યા હોય તો, તેમાંથી સમોસા-કચોરી બાવી શકાય. તેમજ કટલેટ પણ બનાવી શકાય.
  - વટાણા-બટાકાનું શાક વધ્યું હોય તો તેની સેન્ડવીચની બનાવી શકાય છે.
  - કોઈ પણ શાક વધ્યાં હોય તો તેમાં લોટ ઉમેરી મૂઠિયાં, હાંડવો અને ઢોકળાં બનાવી શકાય છે.
  - મેથીનાં ઢેબરાંનો લોટ વધ્યો હોય તો, તેમાં થાડું પાણી નાખી ઢીલું કરી ભજીયાં બનાવી શકાય.

  રસોઈમાં વપરાતી આ 11 ચીજો વિશે દરેક નથી જાણતા! કરે છે આવો જાદુ
  Published by:Bansari Shah
  First published: