વજન ઘટાડી રહ્યાં છો? તો આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

News18 Gujarati
Updated: March 26, 2018, 4:03 PM IST
વજન ઘટાડી રહ્યાં છો? તો આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
એક રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા માટે આપણે દિવસમાં ત્રણ વખત થોડુ થોડુ ખાવું જોઇએ. એક બેઠકે ક્યારેય પેટ ભરીને ન જમવું જોઇએ

એક રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા માટે આપણે દિવસમાં ત્રણ વખત થોડુ થોડુ ખાવું જોઇએ. એક બેઠકે ક્યારેય પેટ ભરીને ન જમવું જોઇએ

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: એક દિવસની ડાયટિંગથી વજન ઘટતુ નથી. આ માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે. વર્ષો સુધી ખાઇ ખાઇને જમા કરેલી ચરબી એમ ટૂંક સમયમાં ઉતરતી નથી આપણે મહિનાઓ, વર્ષો સુધી ડાયટ ફોલો કરવો પડે છે.

વજન ઘટાડતા સમયે એક બાબતનું કન્ફ્યૂઝન આપણને સૌને રહે છે. તે છે કે, રોજ કેટલા મીલ્સ લેવાં જોઇએ. એક રિસર્ચ પ્રમાણે, વજન ઘટાડવા માટે આપણે દિવસમાં ત્રણ વખત થોડુ થોડુ ખાવું જોઇએ. એક બેઠકે ક્યારેય પેટ ભરીને ન જમવું જોઇએ-સવારનો નાસ્તો ક્યારેય ભૂલવો નહીં. સવારે 9થી 10ની વચ્ચે નાસ્તો કરી જ લેવો.
-તે બાદ સવારે અન્ય બે વખત થોડુ થોડુ લેવું.
-જેમ કે જમવાનાં સમયે થોડુ જમવું. પેટભરીને ન ખાવું. સવારે 12 વાગ્યા સુધી જમી લેવું-તે બાદ બે વાગ્યાની આસપાસ જમવું.
-હમેશાં યાદ રાખો કે એક બેઠકે પેટ ભરીને ક્યારેય ન ખાવું.
-દિવસમાં નાના નાના ત્રણ મિલ્સ લેવાં.
-આ ડાયેટિંગમાં આપે તળેલુ સદંતર બંધ કરવું પડશે
-તેમજ ચણાનાં લોટની તમામ વસ્તુઓનું સેવન બંધ કરવું પડશે.
-ફ્રૂટ્સ અને લિક્વિડને તમારા ભોજનમાં વધારવા પડશે.
-લિક્વિડમાં આપ ફ્રેશ જ્યુસ, લીંબુ પાણી અને છાશ લઇ શકો છો.

આ તમામ ડાયેટ ટિપ્સ આપ ભલે ફોલો કરો પણ હમેશા યાદ રાખો કે કોઇપણ ડાયેટ ફોલો કરો પણ સાથે સાથે એક્સરસાઇઝ કરવી ખુબજ જરૂરી છે. આપ રનિંગ, વોકિંગ અને સ્વિમિંગ જેવી એક્સરસાઇઝ કરી શકો છો. આપ યોગ કે જીમ જોઇન કરી શકો છો.અઠવાડિયામાં એક દિવસનો આરામ કરી શકો પણ પાંચ-છ દિવસ સુધી દરરોજ ડાયેટિંગ અને એક્સરસાઇઝ ફોલો કરવી જરૂરી છે તો જ વજન ઉતરશે. આવું આપે સતત છ મહિના સુધી કરવું પડશે ત્યારે આપનું વજન ઉતરશે. અને બોડી શેપમાં આવશે.

First published: March 26, 2018, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading