Home /News /lifestyle /

Weight Loss: 158 કિલોમાંથી 88 કિલોની થઇ આ દુલ્હન, જુઓ કેવી રીતે ઘટાડ્યું 70 કિલો વજન

Weight Loss: 158 કિલોમાંથી 88 કિલોની થઇ આ દુલ્હન, જુઓ કેવી રીતે ઘટાડ્યું 70 કિલો વજન

લગ્ન પહેલાં મહિલાએ આ રીતે ઘટાડ્યું 70 કિલો વજન

Weight loss story: કોરોના માહામારીને કારણે મહિલાના લગ્ન પોસ્ટપોન કરવામાં આવ્યા હતા. તેનું વજન લગભગ 158 કિલો હતું અને લોકો તેના વજનને લઈને તેને મહેણા ટોણા મારતા હતા. લોકડાઉનમાં તેણે પોતાનું 70 કિલો વજન ઘટાડ્યું છે. અહીં જાણો આ મહિલાના વજન ઘટવા પાછળનું કારણ.

વધુ જુઓ ...
    Transformation Story: કોરોના (Corona) મહામારી દરમિયાન લોકો લોકડાઉન (Lockdown)ને કારણે તેમના ઘરોમાં બંધ હતા અને તેમની લાઈફસ્ટાઈલ એકદમ સુસ્ત બની ગઈ હતી. ખરાબ લાઈફસ્ટાઈલ, તણાવ, ખાનપાનને કારણે ઘણા લોકોનું વજન પણ વધી ગયું છે. આ પછી જેમ જેમ બધું સામાન્ય થઈ ગયું, લોકોએ વજન ઓછું કરવાનું શરૂ કર્યું. એક મહિલા એવી પણ છે, જેણે લોકડાઉનમાં પોતાનું વજન વધાર્યું નથી પણ પોતાનુ વજન ઓછું (Weight loss) કર્યું છે. આ મહિલા જેનું વજન લગભગ 158 કિલો હતું, લોકડાઉનમાં તેણે પોતાનું વજન લગભગ 70 કિલો ઘટાડ્યું. કોણ છે આ મહિલા અને કેવી રીતે ઘટ્યું વજન? આ વિશે વધુ જાણીએ.

    કોણ છે 70 કિલો વજન ઘટાડનારી મહિલા

    લોકડાઉનમાં 70 કિલો વજન ઘટાડનારી મહિલાનું નામ મેલિસા વિલિયમ્સ (Melissa Williams) છે, જે ઓસ્ટ્રેલિયાના બ્રિજેન્ડ, સાઉથ વેલ્સની રહેવાસી છે. ખરેખર મેલિસા 2020ના ઉનાળામાં તેના મંગેતર ક્રિસ સાથે લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે લગ્ન પોસ્ટપોન થઈ ગયા અને તેને લઈને તે ખૂબ જ તણાવમાં હતી. તેણે પોતાનો બાકીનો સમય પોતાને ફિટ કરવા માટે આપ્યો અને તેણે પોતાનુ લગભગ 70 કિલો વજન ઘટાડ્યું.

    27 વર્ષની મેલિસા જ્યારે 2020માં લગ્ન કરવા જઈ રહી હતી, ત્યારે તેનું વજન લગભગ 158 કિલો હતું અને હવે મે 2022માં તેનું વજન જૂના વજનના અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે. હવે મેલિસાનું વજન લગભગ 88 કિલો છે. તેના શરીરમાં એટલો ફર્ક આવી ગયો છે કે તેણે લગ્ન માટે નવો વેડિંગ ડ્રેસ ખરીદવો પડ્યો છે.




    આ રીતે ઘટાડ્યુ વજન

    મેલિસાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, મને ખાવાનો ખૂબ શોખ હતો. હું અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 વખત બહારથી ખાવાનુ મંગાવીને ખાતી હતી. ખાવામાં વધુ ખાંડવાળી વસ્તુઓ અને જંક ફૂડનુ ખૂબ સેવન કરતી હતી. મારી ખાવાની આદતને કારણે જ મારું વજન વધવા લાગ્યું. હું મારા વધેલા વજનને લઈને ચિંતિત હતી, પરંતુ લોકડાઉને મને વજન ઘટાડવા માટે પ્રેરિત કરી. વજન ઘટાડ્યા પછી મેં ઓગસ્ટ 2021માં શરીરમાંથી વધારાની ત્વચાને દૂર કરવા માટે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી, જેનો ખર્ચ લગભગ 10 લાખ હતો.

    મેલિસા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ છે અને તેના ડાયટ અને વર્કઆઉટના ફોટા શેર કરતી રહે છે. તેની પોસ્ટ જોઈને લાગે છે કે તેણે પોતાના ડાયટ પર ઘણો કંટ્રોલ રાખ્યો હતો, જેના કારણે તેને વજન ઘટાડવામાં મદદ મળી હતી. લોકડાઉન દરમિયાન તેણે ઘરે ફિજિકલ એક્ટિવીટી કરવાનું શરૂ કર્યું, જેનાથી તેને કેલરી બર્ન કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી.




    પોતાને વધુ પાતળી બનાવવા માંગતી હતી

    મેલિસાએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, હું મારી જાતને પહેલા કરતા વધુ સારી બનાવવા માંગતી હતી. મારા માતા-પિતા પણ મારા માટે ખૂબ ચિંતિત હતા. હું એકવાર મારા પુત્રો સાથે ડ્રેટન મેનોર ખાતે થોમસ લેન્ડ ગયી હતી. ત્યાં હું મારા પુત્ર સાથે રાઈડ કરવા માંગતી હતી, પરંતુ રાઇડરે મારું વજન વધારે હોવાનું કહીને મને ઉતારી દીધી. આનાથી વધુ શરમ મેં ક્યારેય અનુભવી ન હતી. મને મારા પુત્રો માટે ખૂબ જ ખરાબ લાગ્યું કે એક માતા તરીકે હું મારા પુત્રો સાથે રાઈડ માટે પણ ન જઈ શકી.

    મેલિસાએ વધુમાં કહ્યું કે, મારું બ્લડ પ્રેશર ખૂબ જ હાઈ હતું અને હું બિલકુલ ચાલી શકતી નહોતી. મને હંમેશા મારી પીઠમાં દુખાવો થતો હતો. મારી તબિયત ધીમે ધીમે બગડી રહી હતી તેથી હું જાણતી હતી કે મારે મારી જાતને બદલવાની જરૂર છે.




    હવે પહેરી શકે છે શોર્ટ ડ્રેસ

    મેલિસાએ વધુમાં કહ્યું કે, મને પહેલા ગરમી લાગતી હતી પરંતુ મારા વધેલા વજનને કારણે હું હંમેશા મારા શરીરને ઢાંકીને રાખતી હતી. પરંતુ હવે વજન ઘટાડ્યા બાદ હું જે ઈચ્છું તે પહેરી શકું છું. અમે પહેલીવાર હનીમૂન પર ગયા હતા અને ત્યાં મેં મારા જીવનમાં પહેલીવાર શોર્ટ ડ્રેસીસ પહેર્યા હતા. હવે હું ઘણા કિલોમીટર ચાલી શકું છું અને હું થાકતી પણ નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lifestyle, Weight loss, આરોગ્ય

    આગામી સમાચાર