Home /News /lifestyle /Weight loss diet: દેશી ભાણું ખાઈને પણ ઉતારી શકો છો વજન, બસ આટલું ધ્યાન રાખો

Weight loss diet: દેશી ભાણું ખાઈને પણ ઉતારી શકો છો વજન, બસ આટલું ધ્યાન રાખો

weight loss veg diet: વજન ઉતારવા માત્ર ડાયટ અને ઉપવાસ પર આધાર રાખવાને બદલે યોગ્ય પ્રકારનો આહાર વધુ જરૂરી છે. હવે જો તમે વજન ઘટાડવા શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતા હોવ, તો કેટલીક સરળ વાતોને ધ્યાને રાખવી જોઈએ.

weight loss veg diet: વજન ઉતારવા માત્ર ડાયટ અને ઉપવાસ પર આધાર રાખવાને બદલે યોગ્ય પ્રકારનો આહાર વધુ જરૂરી છે. હવે જો તમે વજન ઘટાડવા શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતા હોવ, તો કેટલીક સરળ વાતોને ધ્યાને રાખવી જોઈએ.

  શરીરનું વધુ વજન (Weight) અને મેદસ્વીપણું (Obesity) એ આજકાલ સૌથી ઝડપથી વધતી સમસ્યાઓમાંથી એક છે. આ સમસ્યા પાછળના મુખ્ય કારણોમાં અસંતુલિત ખોરાક, જંક ફૂડનું વધુ પડતું સેવન, લાંબા સમય સુધી બેસીને કામ કરવું, યોગ-વ્યાયામ ન કરવા વગેરેનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવા (Weight loss)નો પ્રયત્ન કરી રહેલા લોકોએ ડાયટ અને એક્સરસાઈઝ (Exercise) જેવી સારી આદતો અપનાવવી પણ જરૂરી છે. પણ ખોરાકમાં શું લઈ શકાય તે મોટો પ્રશ્ન છે. આ બાબતે અલગ અલગ લોકો અલગ અલગ મત ધરાવે છે.

  લોકોએ સમજવું જોઈએ કે વજન ઉતારવા માત્ર ડાયટ અને ઉપવાસ પર આધાર રાખવાને બદલે યોગ્ય પ્રકારનો આહાર વધુ જરૂરી છે. હવે જો તમે વજન ઘટાડવા શરૂઆત ક્યાંથી કરવી તે વિચારતા હોવ, તો કેટલીક સરળ વાતોને ધ્યાને રાખવી જોઈએ. જેમાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવી, દરરોજ કસરત કરવી અને પૂરતી ઊંઘ લેવાનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: Monsoon Fashion Funda: ચોમાસામાં સ્ટાઈલિસ્ટ દેખાવા માંગો છો? તો અહીં જાણો લેટેસ્ટ મોનસૂન ટ્રેન્ડ

  ન્યુટ્રિશનિસ્ટ અઝરા ખાનના જણાવ્યા અનુસાર, તમે તમારા દેશી ખોરાક (સામાન્ય - રોજિંદા ખોરાક)ને ખાઈને પણ વજન ઘટાડી શકો છો. તેમણે ઈન્સ્ટાગ્રામ પર સમજાવ્યું કે દેશી એટલે કે ઘરે બનાવેલું ભોજન તમારા માટે અનુકૂળ રહી શકે છે. અલબત્ત ઘરે શું ખાવું વધુ સારું તેની ખબર હોવી જોઈએ. તેમણે કહ્યું કે વજન ઉતારવું એ વિદેશી વસ્તુઓ પર આધારિત નથી.  પોતાના વીડિયોમાં તેમણે સમજાવ્યું કે, વજન ઘટાડવાની આદર્શ થાળીમાં થોડા ભાત, એક વાડકી દાળ, એક વાડકી દહીં, થોડું અથાણું અને તમારી પસંદગીનો સબ્જી હોવી જોઈએ.

  ભાતમાં કાર્બ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે દાળમાંથી પ્રોટીન, કાર્બ્સ અને ચરબી મળે છે. આ ઉપરાંત સબ્જીમાંથી ફાઇબર અને કાર્બ્સ ભરપૂર માત્રામાં મળે છે, અચાર પ્રોબાયોટિક છે. એકંદરે મૂળ વાત તમારા શરીરને મોટા ભાગના પોષકતત્ત્વો પુરા પડવાની છે. આ સાથે થોડો કંટ્રોલ પણ જરૂરી છે.

  આ ત્રણ વાતો યાદ રાખો


  1) ચયાપચયની ક્રિયાને સારી રહે તે માટે સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટેડ રહેશે. પરિણામે મેટાબોલિઝમ ઝડપી થશે.

  આ પણ વાંચો: Tea history : ચાના સ્વાદનો ઇતિહાસ છે ખૂબ જ રોમાંચક, બૌદ્ધ સાધુઓ દ્વારા પણ કરવામાં આવ્યો હતો પ્રચાર, જાણો તેના ગુણ અને દોષ

  2) સૂવાના સમયના લગભગ 2 કલાક પહેલાં ડિનર લઈ લેવું. નહીં તો જમ્યા પછી ઊંઘવાથી ખોરાકનું પાચન યોગ્ય રીતે નહીં થાય અને વધારાની ચરબી ભેગી થશે.

  3) ફાઇબરથી ભરપૂર પદાર્થોનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને તમે બિનજરૂરી કંઈપણ ખાવાથી અટકી જશો.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Fitness, Healthy lifestyle, Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन