Home /News /lifestyle /Weight loss tips: કલોંજી અને લીંબુમાંથી બનાવો આ પાણી અને પીવો સવારમાં, સડસડાટ ઉતરી જશે વજન

Weight loss tips: કલોંજી અને લીંબુમાંથી બનાવો આ પાણી અને પીવો સવારમાં, સડસડાટ ઉતરી જશે વજન

વજન ઉતારવા પીવો આ પાણી

weight loss tips: આજના આ સમયમાં મોટાભાગના લોકો વજન ઉતારવા માટે મહેનત કરતા હોય છે. વજન ઉતારવું બહુ અઘરું કામ છે. આમ, જો તમે પણ વજન ઉતારવા ઇચ્છો છો તો આ રીતે કલોંજીનું સેવન કરો. કલોંજી વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કલોંજી જમવાનો સ્વાદ વધારે છે. કલોંજી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કલોંજી અને લીંબુનો ઉપયોગ તમે આ રીતે કરો છો વજન ઉતરે છે અને સાથે સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આમાં રહેલું પોષક તત્વ તમારું વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકો વજનને કંટ્રોલ કરવા ઇચ્છતા હોય છે. આ સાથે જ વજનને ઓછુ કરવા માટે જીમમાં જઇને કસરત કરતા હોય છે અને સાથે ડાયટ પણ ફોલો કરતા હોય છે. આમ, જો તમે આ દિવસોમાં વજન ઘટાડવા ઇચ્છો છો તો આ રીતે લીંબુ અને કલોંજીનું સેવન કરો.

    આ રીતે લીંબુ અને કલોંજીનું સેવન કરો


    કલોંજીનુ સેવન લોકો અનેક રીતે કરતા હોય છે. પરંતુ આજે અમે તમને પ્રોપર વજન ઉતારવા માટે કેવી રીતે કલોંજીનું સેવન કરવું એ વિશે જણાવીશું. આ માટે એક બાઉલ લો અને એમાં કલોંજીના બીજ લો. ત્યારબાદમાં લીંબુનો રસ મિક્સ કરો અને આને તડકામાં બે દિવસ માટે સુકવી દો. પછી એક દિવસમાં ઓછામાં ઓછુ 8 થી 9 બીજને સેવન કરો. આ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.

    આ પણ વાંચો: ગરબા રમ્યા પછી ચહેરા પર લગાવો આ સ્ક્રબ

    જો તમને આ રીત યોગ્ય નથી લાગતી તો તમે સૌથી પહેલા કલોંજીના બીજને પીસી લો અને એનો પાવડર બનાવી લો. ત્યારબાદ હુંફાળા પાણીમાં લીંબુના રસ સાથે મિક્સ કરીને પી લો. આ પાણી પીવાથી વજન સડસડાટ ધટવા લાગે છે. આ સાથે તમારા સાથળ પર જામેલી ચરબી પણ ઓછી થાય છે.

    ઝડપથી ધટાડે વજન


    કલોંજી અને લીંબુનું સેવન તમારું વજન બહુ ઝડવથી ઘટાડવાનું કામ કરે છે. આ માટે તમારે રોજ સવારમાં ખાલી પેટે આ સેવન કરવાનું રહેશે. આ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને વેટ લોસ કરવામાં મદદ મળે છે.

    આ પણ વાંચો:આ છે હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન

    ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ


    જો તમને ડાયાબિટીસ છે તો તમારા માટે કલોંજી સૌથી બેસ્ટ છે. આ પાણી તમે પણ રોજ સવારમાં પી શકો છો. આ પાણી પીવાથી બ્લડ સુદર કંટ્રોલમાં રહે છે જેના કારણે તમારું સુગર લેવલ રિપોર્ટમાં વધીને આવતું નથી.


    તમારી કોઇ ડોક્ટર પાસે દવા ચાલે છે તો પહેલા આ પૂછી લેજો અને પછી આનું સેવન કરજો. આ ઘરેલું ઉપાય શરીરની અનેક સમસ્યાઓને દૂર કરે છે અને  સાથે શરીરમાં તાજગી લાવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy lifestyle, Tips for weight loss

    विज्ञापन
    विज्ञापन