આ ઉપાય માત્ર 30 દિવસમાં ઉતારશે પેટની ચરબી

  • Share this:
આજકાલની દોડધામ ભરેલા જીવનમાં લોકોની ખાણીપીણીની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. આ ફેરફારના કારણે અનેક લોકો સ્થૂળતાની સમસ્યાથી પીડાતા હોય છે. સમયના અભાવના કારણે લોકો કસરત માટે સમય કાઢી શકતાં નથી પરંતુ તેમને પાતળા પણ થવું હોય છે. આવી સમસ્યાથી પીડિત લોકો માટે આ હેલ્થ ડ્રીંક રામબાણ ઈલાજ સાબીત થઈ શકે છે.

આ ડ્રીંક ચરબીના થર ઝડપથી ઓગાળશે અને કિડનીની સફાઈ પણ કરશે. તમે પણ આજથી જ શરૂ કરો આ હેલ્ધી ડ્રીંક પીવાનું.

આ રીતે બનાવો

  • મીક્ષરમાં અડધો કપ કોથમીર, એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરી તેને મીક્સ કરો.

  • આ ડ્રીંકને રોજ સવારે ખાલી પેટ પી લેવું.

  • આ હેલ્થ ડ્રીંક શરૂઆતના પાંચ દિવસ નિયમિત પીવું અને પછી 10 દિવસ ન પીવું.

  • ત્યારપછી ફરીથી પાંચ દિવસ આ ઉપાય કરવો.

  • 1 મહિનામાં આ ડ્રીંકની અસર દેખાવા લાગશે.


લીલી કોથમરીમાં એન્ટી-ઓક્સિડન્ટ અને વિટામીન સી હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. લીંબુમાં પણ વિટામીન સી ભરપૂર માત્રમાં હોય છે. આ બંને વસ્તુઓ શરીરમાંથી કચરો સાફ કરે છે અને ચરબી પણ ઓગાળે છે.
First published: