Home /News /lifestyle /Weight Loss Tips: એટલું અઘરું પણ નથી વજન ઉતારવું, આ ખાસ ટિપ્સથી ઉતારો પેટ પર જામેલી ચરબીનાં થર

Weight Loss Tips: એટલું અઘરું પણ નથી વજન ઉતારવું, આ ખાસ ટિપ્સથી ઉતારો પેટ પર જામેલી ચરબીનાં થર

આવી રીતે ઘટાડો પેટ પર જામેલી વધારાની ચરબી

Tips To Reduce Belly Fat: સંતુલિત આહારપ્રણાલી અને જીવનશૈલી (Lifestyle) અપનાવીને વજન ઓછું કરી શકાય છે. બેઠાળુ જીવનના કારણે વજન વધતુ (Over Weight) હોવાના કારણે કસરત કરવી પણ જરૂરી છે. વજન વધવાને (Extra Fat) કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તણાવને કારણે પેટની ચરબીમાં વધારો થાય છે,

વધુ જુઓ ...
    વિશ્વમાં અનેક વ્યક્તિઓ વજન ઓછુ (How to Reduce Belly Fat) કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વજન ઓછુ કરવાના પ્રયાસ કરતી દરેક વ્યક્તિ ખૂબ જ સારી રીતે જાણે છે કે, પેટની ચરબી ઓછી કરવી ઘણી જ મુશ્કેલ છે. અનેક વ્યક્તિઓ પેટની ચરબી (Extra Fat) ઓછી કરવા માટે કસરત કરવાની સલાહ આપે છે. જ્યારે વજન ઓછુ કરવાની વાત આવે ત્યારે કસરતની (Exercise) સાથે સાથે ભોજન (Good Food) પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    અનેક એવા ખાદ્ય પદાર્થ છે, જેના કારણે પેટની ચરબી બને છે. પરંતુ શું એવા ખાદ્ય પદાર્થ છે કે જેના કારણે પેટની ચરબી ઓછી કરી શકાય છે? પેટની ચરબી કેવી રીતે ઘટાડી શકાય? તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    પેટની ચરબી વધારતા ફૂડ (Foods That Cause Belly Fat Buildup)

    • સુગર ફૂડ- ડેઝર્ટ, ગળ્યા પીણા, વગેરે.

    • રિફાઈન્ડ ફ્લોર- રોટલી, મિઠાઈ, જંક ફૂડ વગેરે.

    • અયોગ્ય ફેટ- બિસ્કીટ, કેક, પેસ્ટ્રી, આઈસક્રીમ વગેરે.


    પેટની ચરબી શાના કારણે વધે છે?
    ભોજનની સાથે સાથે અન્ય એવા કારણો પણ છે, જેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે.

    આ પણ વાંચો-કબજિયાતના કારણે કલાકો સુધી સંડાસમાં બેસી રહેવું પડે છે, તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુ

    બેઠાડુ જીવન
    જો તમે લાંબા સમય સુધી બેસો અને કસરત ના કરો તો તેના કારણે પેટની ચરબીમાં વધારો થાય છે.

    વધુ પડતું ભોજન
    વધુ પડતું ભોજન કરવામાં આવે તો પણ પેટની ચરબીમાં વધારો થાય છે.

    તણાવ
    ઘણા લોકોને ખબર હોતી નથી કે, તણાવ પેટની ચરબી સાથે સંબંધિત છે. જ્યારે તમે તણાવમાં હોવ છો ત્યારે તમારુ શરીર કોર્ટિસોલ નામનું હૉર્મોન રિલીઝ કરે છે. જેના કારણે પેટમાં ચરબી જમા થાય છે.

    અપૂરતી ઊંઘ
    અપૂરતી ઊંઘના કારણે તણાવમાં વધારો થાય છે, જેના કારણે પેટમાં ચરબી જમા થવા લાગે છે. અપૂરતી ઊંઘના કારણે ખાવાપીવાની આદતોમાં ફેરફાર થાય છે. જેના કારણે વજન વધી જાય છે.

    આ પણ વાંચો- શું આપનાં પગમાં પણ દેખાય છે લીલી-વાદળી નસોનાં ગુચડા, હોઇ શકે છે આ ગંભીર બીમારીનાં સંકેત

    પેટની ચરબી ઓછી કરવા માટે કયા ફૂડનું સેવન ના કરવું જોઈએ?

    • સુગરની માત્રા ઓછી કરી દેવી જોઈએ અને અયોગ્ય ભોજનનું સેવન ના કરવું જોઈએ.

    • વધ પડતું ભોજન કરવાનું ટાળવું જોઈએ.

    • તમે કયા આહારનું સેવન કરો છો તે અંગે પણ સાવચેત રહેવું જોઈએ.


    પેટની ચરબી ઓછી કરવા માટે કયા ફૂડનું સેવન કરવું જોઈએ?

    પેટની ચરબી ઓછી કરવા માટે કોઈપણ પ્રકારના ભોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

    • જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ.

    • ઘરે બનેલ પૌષ્ટિક આહારનું સેવન કરવું જોઈએ.

    • દિવસમાં 30 મિનિટ કસરત કરવી જ જોઈએ.


    આ પ્રકારની આહારપ્રણાલી અને જીવનશૈલી અપનાવીને તમે શરીરની ચરબી ઓછી કરી શકો છો.

    પેટની ચરબી ઓછી કરવાની ટીપ્સ (Tips to Losing Belly Fat)

    સંતુલિત આહારપ્રણાલી અને જીવનશૈલી અપનાવીને વજન ઓછું કરી શકાય છે. બેઠાળુ જીવનના કારણે વજન વધતુ હોવાના કારણે કસરત કરવી પણ જરૂરી છે. વજન વધવાને કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તણાવને કારણે પેટની ચરબીમાં વધારો થાય છે, આ કારણોસર તણાવમુક્ત જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. પર્યાપ્ત માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. નિયમિત 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. આ પ્રકારની જીવનશૈલી અને આહારપ્રણાલી અપનાવીને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકો છો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Extra fat, Fat to Fit, Weight loss

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन