Home /News /lifestyle /Weight loss tips: દરરોજ આ ટીપ્સનો ઉપયોગ કરવાથી વઘતું વજન થશે ઓછુ

Weight loss tips: દરરોજ આ ટીપ્સનો ઉપયોગ કરવાથી વઘતું વજન થશે ઓછુ

રોજીંદા જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી વધતું વજન થશે ઓછું. (ફાઈલ તસવીર)

Weight Loss Tips- આજકાલ લોકો પોતાના સ્વાસ્થની સાથે અપિરિયંસ એટલે કે દેખાવને લઈને પણ ખૂબ કોન્શિયસ થઈ ગયા છે, જેના કારણે હવે વધુ વજન ધરાવતા લોકો પણ વેઈટલોસ (Weightloss) તરફ વળ્યા છે.

Weight Loss Tips- આજકાલ લોકો પોતાના સ્વાસ્થની સાથે અપિરિયંસ એટલે કે દેખાવને લઈને પણ ખૂબ કોન્શિયસ થઈ ગયા છે, જેના કારણે હવે વધુ વજન ધરાવતા લોકો પણ વેઈટલોસ (Weightloss) તરફ વળ્યા છે. પોતાના વધતા વજનને કાબુમાં રાખવા માટે અથવા તો વજન ઘટાડવા માટે લોકો સ્ટ્રીક્ટ ડાયટિંગ (Strict dieting) અને એક્સરસાઈઝ (Exercise)નો સહારો લઈ રહ્યા છે. એક્સરસાઈઝની સાથે જ કેલેરી ઈન્ટેક્સ (Calorie) ઘટાડવા પણ વેઈટલોસ માટે એક જરૂરી બાબત છે. આપણે રોજીંદી જેટલી કેલેરીનો ઈન્ટેક કરીએ તેટલી જ કેલેરી બર્ન કરીએ તો વજન કંટ્રોલમાં રાખી શકાય છે, અને વજન ઘટાડવા માટે કેલેરી ઈન્ટેક કરતા વધું કેલેરી બર્ન કરવાની જરૂરી હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ રોજની ઓછામાં ઓછી 1000 કેલેરી બર્ન કરવી જોઈએ.

શરીરનું વજન વધવાના કારણો:

વધારે પડતા વજનના પરિણામે શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી જમા થાય છે. જેની ધીમે ધીમે અયોગ્ય દિનચર્યા,પ્રદુષણ અને અપચાની કારણે આ સમસ્યા સર્જાય છે. વજન બે કારણોથી વધે છે. અસ્વચ્છ ભોજન ખાણીપીણી અને શારીરિક ગતિશીલતામાં ખામી. ભોજનમાં મળતી વણવપરાયેલી અને વણજોઈતી શક્તિ શરીરમાં ચરબીમાં પ્રવર્તિત થાય છે. આ ચરબી એડીપોઝ ટીશ્યુ જમા થઈ શરીરનું વજન વધારે છે. વધારે પડતા જંકફૂડ, ફાસ્ટફૂડ, ફરસાણ, મીઠાઈઓ, હાઈ- કેલરી ફેસ્ટફૂડ ખાવાથી, બેઠાડું જીવન જીવવાથી, વધારે પડતા ડિપ્રેશનથી, વધારે પ્રમાણમાં સુતા રહેવાથી, વધારે ખાવાથી અને યોગ્ય કસરત અને પરિશ્રમના અભાવે વજન વધે છે.

કોરોના કાળમાં હવે આખી દુનિયાને એક વાત સમજાઈ ગઈ છે કે, જાન હૈ તો જહાંન હૈ. શરીરનું વજન વધવાને કારણે આપણાં શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જતી હોય છે. અનેક લોકો વધારે પડતા વજનની સમસ્યાથી પીડાતા હોય છે, ત્યારે લોકો વધતા વજનને ઓછું કરવાના ઉપાયો શોધે છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવે વજન ઘટાડી શકાતું નથી. આજે અમે આપને કેટલીક વેઈટ લોસ ટિપ્સ આપીશું. જેનાથી તમે તમારા વધતા વજનને કાબુમાં રાખી શકશો સાથે જ જો વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો તેમાં પણ આ ટિપ્સ તમને ઉપયોગ બની રહેશે.

સાયકલિંગ કરો

સાયકલિંગ ઘણાં લોકોનું ફેવરિટ વર્કઆઉટ બની ગયું છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો સાયકલિંગ કરતા દેખાય છે. સાયકલિંગ એક સારૂ કાર્ડિયો વર્કઆઉટ છે. આખો દિવસ ઘરમાં રહેતા અને ઘરે રહીને કામ કરતા લોકો મૂડ સારો કરવા અને ફ્રેશ થવા માટે પણ સાયકલિંગ કરે છે પણ સાયકલિંગ માત્ર મુડ ફ્રશ કરવા જ નહી પણ વજન ઘટાડવા અને તેને નિયંત્રિત કરવામાં પણ એટલી જ મદદ કરે છે. જો તમે વજન ઘટાડવા માટે સાયકલિંગ કરતા હોવ તો એક કલાકથી વધારે સાયકલ ચલાવી જોઈએ. આ વર્કઆઉટમાં 20 મિનિટ પછી ફેટ બર્ન થવાનું શરૂ થાય છે. ઓછામાં ઓછી 20 થી 30 મિનિટ સાયકલ ચલાવવી જોઈએ. અને કેટલુ અંતર કાપ્યું તે જોયા કરતા કેટલીવાર સુધી સાયકલિંગ કર્યું તે જોવું મહત્વનું છે. અહીં એ બાબત પર ધ્યાન આપવું કે જો તમે વેઈટલોસ માટે સાયકલિંગ કરો છો તો તેનો એક શેડ્યુલ બનાવો અને એકપણ દિવસનો ગેપ ના પાડશો.

પૂરતી ઉંઘ છે જરૂરી

જો તમે વજન ઘટાડવા અને કેલેરી બર્ન કરવા ઈચ્છો છો તો આહાર અને કસરતની જેમ પૂરતી ઉંઘ પણ તમારા માટે જરૂરી છે. જો તમારી સ્લિપિંગ પેટર્નમાં ગડબડ છે, તો તમારું વજન વધવાની 100 ટકા વધુ સંભાવના છે. નિષ્ણાંતોના અનુસાર એક પુખ્ત વયના વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી 6થી 8 કલાકની ઉંઘ ફરજિયાત લેવી જોઈએ. સારી ઉંઘ ન માત્ર તમારા મન અને મગજને તાજગી આપશે પણ તમારા વજનને વધતા પણ અટકાવશે.

વેટલિફ્ટિંગ છે ફાયદાકારક

વેટલિફ્ટિંગ ફિટનેસ પ્રોગ્રામનો એક અગત્યનો ભાગ છે. વેટલિફ્ટિંગથી તમારા શરીરને મજબૂતી તો મળે જ છે પણ એક્ટ્રા ફેટ પણ બર્ન થાય છે. વેટલિફ્ટિંગ તમારા શરીરને સારો શેપ આપવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. વેટલિફ્ટંગની મદદથી તમારા મસલ્સ ટોન થાય છે જે શરીરને સુડોળ દેખાવ આપે છે.

ટ્રેડમિલ વોક કરો

ચાલવું એ તમારા સ્વાસ્થ્ય, માવજત અને વજન ઘટાડવાનો સૌથી સરળ અને સરળ રસ્તો છે. ચાલવાના ફાયદા તેની ઝડપ પર આધાર રાખે છે. વજન ઘટાડવા માટે નિષ્ણાંતો ટ્રેડમિલ વોક કરવાની સલાહ આપે છે. વજનને નિયંત્રિત કરવા માટે રોજ ઓછામાં ઓછું 60 મિનીટ ટ્રેડમિલવોક કરવું જરૂરી છે. ટ્રેડમિલ વોકથી તમે કેલેરી બર્ન કરી વેઈટલોસ કરી શકો છો. ટ્રેડમિલ વોક કરતા હંમેશા એક્સપર્ટની સલાહ અનુસાર કરવી જોઈએ નહીતર ઈજા થવાનો પણ ભય રહે છે.

આ પણ વાંચો: Kitchen Hacks: તહેવારોમાં નકલી મીઠાઈથી બચો, આવી રીતે કરો અસલીની ઓળખ

પૂરતા પ્રમાણમાં પીવો પાણી

તંદુરસ્ત રહેવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછા 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવું વજનને નિયંત્રણમાં રાખવા માટે ખુબજ જરૂરી છે. શોધ અનુસાર ખાતા પહેલા 20-30 મિનિટ પહેલા પાણી પીવાથી પેટ ભરેલું રહે છે, જેનાથી તમે ઓવરઇટિંગથી બચી શકશો. જમતા પહેલા અરધો કલાક પાણી પીવાથી ખાવાનું પચાવવામાં મદદ મળે છે. 3 મહિના સતત આવુ કરવાથી 2 કિલો વજન ઉતારી શકાય છે. સવારે 1 ગ્લાસ હુંફાળુ પાણી પીવાથી શરીરનું તાપમાન વધે છે અને મેટોબોલિક વધે છે. આનાથી કેલરી બર્ન થાય છે. સામાન્ય રીતે રોજનું 2 લીટર પાણી એટલેકે 8 ગ્લાસ પાણી પીવુ જોઈએ. જો કે રિસર્ચ અનુસાર વજન ઘટાડવા માટે તમે 3-4 લીટર પાણી પણ પી શકો છો આવું કરવાથી તમારા શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળે છે ને મેટાબોલિઝમ પણ સુધરે છે.
First published:

Tags: Healthy lifestyle, Lifestyle, Weight loss, Weight loss tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો