વજન ઉતારવાથી માંડી કમર અને પિઠનાં દુખાવા કરશે દૂર આ સરળ આસન

News18 Gujarati
Updated: March 30, 2018, 6:30 PM IST
વજન ઉતારવાથી માંડી કમર અને પિઠનાં દુખાવા કરશે દૂર આ સરળ આસન
કમરનો દુખાવો દૂર કરશે અને પિઠનાં મણકાની ઘુંટણનાં દુખાવાની સમસ્યા પણ દૂર થશે

કમરનો દુખાવો દૂર કરશે અને પિઠનાં મણકાની ઘુંટણનાં દુખાવાની સમસ્યા પણ દૂર થશે

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જ્યારે પણ તમને વજન ઉતારવા માટે કોઇપણ યોગ આસનની શરૂઆત કરવાનું કહેવામાં આવે તો સૌથી પહેલાં સૂર્યનમસ્કારથી શરૂઆત કરવી જોઇએ. સૂર્ય નમસ્કાર ન ફક્ત તમારા શરીરને લચીલુ બનાવશે. પણ સાથે સાથે જ તમારુ વજન ઉતારશે. કમરનો દુખાવો દૂર કરશે અને પિઠનાં મણકાની ઘુંટણનાં દુખાવાની સમસ્યા પણ દૂર થશે.

સ્થિતપ્રાર્થનાસન-સ્થિતપૂર્વક ઊભા ઊભા બંને હાથ નમસ્કારની મુદ્રામાં રાખો

પર્વતાસન- શ્વાસ લેતા લેતા બંને હાથ ધીમે ધીમે માથાની ઉપર ઊંચા કરો આખા શરીરને પાછળ ખેંચો. ખુલ્લી આંખે આકાશ તરફ જુઓ.હસ્તપદાસન- શ્વાસ કાઢતાં કાઢતાં બંને પગનાં ઘૂંટણ વાળ્યા વગર આગળ તરફ નમીને બંને હથેળી પગનાં પંજાની બાજુમાં જમીન પર ગોઠવો

એકપાદ પ્રસરણાસન- શ્વાસ લેતા લેતા, એક પગને પાછળની તરફ ફેલાવો જેથી આ પગનો ઘૂંટણ અને આંગળી જમીનને અડેલા રહે.ભૂધરાસન- શ્વાસ કાઢતાં કાઢતાં કમર ઊંચી રાકી બીજો પગ પણ પાછળ લઇ જાઓ માત્ર હથેળી અને પગનો પંજો જમીનને એડ કરો. શરીર અને જમીનનો ત્રિકોણ બનશે.

અ।ષ્ટાંગપ્રણિપાતસન- તે બાદ શ્વાસ લેતાં લેતાં આખુ શરીર જમીનને સમાંતર કરી ઘૂંટણ છાતી તથા દાઢી જમીનને અડાડો.


ભુજંગાસન-હવે શ્વાસ લેવાનું ચાલુ રાખીને માથું, ગળું અને છાતી ઊંચા કરો.

ભૂધરાસન- શ્વાસ કાઢતા કાઢતા ફરી પાછા કમર ખેંચી હથેળી અનેપંજા પર આખું શરીર જમીન સાથે ત્રિકોણાકાર બને તેમ રાખો.

એકપાદપ્રસારણાસન- શ્વાસ લેતા લેતા, એક પગને પાછળની તરફ ફેલાવો જેથી આ પગનો ઘૂંટણ અને આંગળી જમીનને અડેલા રહે.

હસ્તપદાસન- હવે બંને પગનાં પંજા બંને હથેળીની વચ્ચે મુકી ધૂંટણ સીધા કરો અને ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો.પર્વતાસન- શ્વાસ લેતાં લેતાં કમરમાંથી સીધા થઇને હાથ માથાની ઉપર લઇ જઇ ઉપર અને સહેજ પાછળ તરફ ઝૂકોસ્થિતપ્રાર્થનાસન- બંને હાથ નમસ્કારની મુદ્રામાં લાવી સ્થિર ઉભા રહો.
First published: March 30, 2018, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading