Home /News /lifestyle /Weight Loss: શું તમારા પેટ પર પણ જામી ગયા છે ચરબીના થર? તો આ કારણો હોઇ શકે છે જવાબદાર

Weight Loss: શું તમારા પેટ પર પણ જામી ગયા છે ચરબીના થર? તો આ કારણો હોઇ શકે છે જવાબદાર

વજન ઘટાડવા તમારે કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવવા જોઈએ.

Weight Loss Tips: પેટ એ શરીરના એવા ભાગોમાંનું એક છે, જેમાં સૌથી વધુ વધઘટ થઈ શકે છે અને ત્યાં વજન વધવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. એટલા માટે તમારા પેટની ચરબી પાછળના કારણોને (Reasons Behind Belly fat) સમજવું મહત્વપૂર્ણ છે, જેથી તમે તેના માટે યોગ્ય ઉકેલ શોધી શકો. અહીં અમે તમને 5 કારણો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે પેટની ચરબી માટે કારણભૂત હોઇ શકે છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અતિશય ચરબી અથવા પેટની ચરબી (Belly Fat)થી છુટકારો મેળવવો એ ઘણા લોકો માટે માથાના દુખાવા સમાન બની રહે છે. નબળો આહાર (Food), કસરતનો અભાવ (lack of exercise) અને તણાવ (Stress) સહિતના વિવિધ કારણોસર લોકોના પેટની ફરતે ચરબીના થર જામી જાય છે. મોટાભાગના લોકોને પેટની ચરબીથી સતત સમસ્યા થાય છે, કારણ કે શરીરના આ ભાગમાં ચરબી એકઠી કરવી સરળ અને દૂર કરવી મુશ્કેલ છે. પેટ એ શરીરના એવા ભાગોમાંનું એક છે, જેમાં સૌથી વધુ વધઘટ થઈ શકે છે અને ત્યાં વજન વધવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. એટલા માટે તમારા પેટની ચરબી પાછળના કારણોને (Reasons Behind Belly fat) સમજવું મહત્વપૂર્ણ છે, જેથી તમે તેના માટે યોગ્ય ઉકેલ શોધી શકો. અહીં અમે તમને 5 કારણો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે પેટની ચરબી માટે કારણભૂત હોઇ શકે છે.

મેટાબોલિઝમ-  જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તેમ તમારું મેટાબોલિઝમ પણ ધીમુ પડતું જાય છે. જેથી તમારા પેટ પર ચરબીના થર જામવા લાગે છે. આ સમસ્યા પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ રહે છે. તમે ઘણી વખત જોયું હશે કે તમારા ઘણા મિત્રો ફાસ્ટ ફૂડ ખાવા છતા જાડા થતા નથી. તેનું મુખ્ય કારણ ફાસ્ટ મેટાબોલિઝમ છે. પરંતુ જો તમારું મેટાબોલિઝમ સ્લો છે તો તમારા પેટ પર ચરબી ઝડપથી વધશે. સ્લો મેટાબોલિઝમના કારણે થાઇરોઇડ, ડાયાબિટીસ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

આ પણ વાંચો-શું ડિલીવરી પછી તમારું વજન વધી ગયું છે? તો સરળ યોગાસન કરશે મદદ

ડાયટ-  ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય તેવા ખોરાક ખાવા એ પેટની ચરબીનું બીજું મુખ્ય કારણ છે. આજના સુપરમાર્કેટ અને રેસ્ટોરન્ટ અનહેલ્થી ફૂડથી ભરપૂર છે. તેનો વધુ પડતો ઉપયોગ હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં ઘટાડો સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે, અને ઊંઘનો અભાવ અને સ્ટ્રોકની સમસ્યા પણ આવી શકે છે.

તણાવ-  તણાવ અને નબળા હોર્મોનલ અસંતુલન ફેરફારો વજનમાં વધારો કરી શકે છે. તણાવ ભર્યા માહોલમાં આપણી મૂત્રપિંડ પાસેની ગ્રંથીઓ એડ્રેનાલિન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સ છોડે છે. કોર્ટિસોલ શરીરની ચરબીને સંગ્રહિત કરવાનું કારણ બને છે, ખાસ કરીને પેટના વિસ્તારમાં જ્યાં ફરતે ચરબી જામે છે.

આલ્કોહોલ - વધુ પડતા આલ્કોહોલના સેવનથી વજન વધી શકે છે કારણ કે તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. વધુ આલ્કોહોલનું સેવન લોકોને પેટની ચરબી વધારવાની શક્યતાઓને 50 ટકા વધુ પ્રબળ બનાવે છે અને તમારા લીવરને પણ નુકસાન પહોંચાડી શકે છે અને તમારા સ્વાસ્થ્યને જોખમી રીતે અસર કરી શકે છે.

આ પણ વાંચો-Photos: કાશ્મીરનો ચશ્મે શાહી ગાર્ડન: પર્વતમાળાની તળેટીમાં શાહજહાંએ બંધાવેલા બગીચાનો અદભુત નજારો

કસરતનો અભાવ- આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણા શરીરને પૂરતી કસરત મળી રહે. એન્ડોર્ફિન્સ એ હોર્મોન્સ છે જે કસરત કરતી વખતે પીડા અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એન્ડોર્ફિન્સ પણ સેરોટોનિનના સ્તરને વધારે છે. વ્યાયામથી કેલરી પણ બર્ન થાય છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
First published:

Tags: Belly fat, Weight loss, આરોગ્ય