Home /News /lifestyle /

શરીરની ચરબી ઘટાડી અનેક ફાયદાઓ આપે છે યોગાસન

શરીરની ચરબી ઘટાડી અનેક ફાયદાઓ આપે છે યોગાસન

પ્રતિકાત્મક તસવીર

યોગાસન સરળ છે, વ્યવહારુ અને સાર્વત્રિક છે.

    અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

    આધ્યાત્મિક લાભની દ્રષ્ટિએ યોગાસનનું પોતાનું આગવું મહત્વ છે, પણ તે ઉપરાંત તેનાથી અન્ય જે લાભ છે તેની આજે આપણે ચર્ચા કરીશું. યોગાસન સરળ છે. વ્યવહારુ અને સાર્વત્રિક છે. યોગાસન એક એવી પદ્ધતિ છે કે જે કંઈપણ વિશેષ ખર્ચ કર્યા વગર કરી શકાય છે અથવા અન્ય કોઈ પણ શરીર સ્વસ્થ રાખવાની પધ્ધતિઓની સરખામણીમાં યોગાસન કરવા અન્ય સાધનોની જરૂરિયાત નથી.

    યોગાસન ધનીક અને ગરીબ, વૃદ્ધ અને યુવાન, મજબૂત અને નબળા બધા જ લોકો દ્વારા કરી શકાય છે. યોગાસન દ્વારા શરીરનો થાક અદૃશ્ય થઈ જાય છે અને કામકાજ દરમિયાન ખોવાયેલી શક્તિ પુન:સ્થાપિત થાય છે. જો તમે તમારી જીવનશૈલીમાં યોગાસનને શામેલ કરો છો તો તેથી તમે ઘણા રોગોથી બચી શકો તેમ છો. યોગાસન સ્વસ્થ રહેવાની એક સરળ રીત છે, જેને અપનાવીને તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. દરરોજનાં યોગાસનનાં અભ્યાસથી અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ તેમનું કાર્ય સારી રીતે કરી શકે છે. આ ઉપરાંત તરુણાવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે.

    આ પણ વાંચો : શું તમને મોડી રાતે જમવાની ટેવ છે ? તો થઇ જાવ સાવધાન

    યોગાસનનાં ફાયદા

    યોગાસનથી પેટ સારી રીતે સાફ થાય છે અને પાચનતંત્રનાં અવયવો મજબૂત થાય છે. પાચનતંત્રમાં વિક્ષેપ થતો નથી. યોગાસન કરોડરજ્જુને લચીલી બનાવે છે. તેની સ્થિતિ સ્થાપકતા વધારે છે. યોગાસન સ્નાયુઓને શક્તિ આપે છે. જેને
    મોટાપો હોય તેનો મોટાપો ઘટાડે છે અને નબળા શરીર વાળા વ્યક્તિને સ્વસ્થ તંદુરસ્ત બનાવે છે. યોગાસન મહિલાઓની શરીર રચના માટે ખાસ અનુકૂળ છે. યોગાસન દ્વારા મહિલાઓની સૌંદર્યમાં સહજ રૂપે વધારો થાય છે. યોગાસન દ્વારા મહિલાઓ અને પુરુષોમાં આત્મ-નિયંત્રણ, સંયમમાં વધારો થાય છે. આહારમાં સહજ રૂપે નિયંત્રણ આવે છે, તેથી મન અને શરીરને કાયમી અને સંપૂર્ણ આરોગ્ય મળે છે. યોગાસન શ્વાસ- પ્રશ્વાસને નિયમિત કરે છે, હૃદય અને ફેફસાંને મજબૂત કરે છે, લોહીને શુદ્ધ કરવામાં ભૂમિકા ભજવે છે અને મનમાં સ્થિરતા ઉભી કરીને સ્વસ્થતામાં વધારો કરે છે. યોગાસન દ્વારા આડકતરી રીતે બુદ્ધિમાં વધારો થાય છે અને આંતરિક સમજનો વિકાસ થાય છે. આત્મા-સુધારણાનાં પ્રયત્નો સહજ બને છે.

    આ પણ વાંચો : પ્લાસ્ટિકનાં કપ આપણા સ્વાસ્થ્ય માટે કેમ હાનિકારક છે?

    યોગાસન હંમેશા લાભદાયી

    યોગાસન શારીરિક સ્વાસ્થ્ય માટે એક વરદાન છે કારણ કે તેનો પ્રભાવ શરીરના તમામ ભાગો પર પડે છે, અને થોડો અથવા વધારે જેટલો પણ અભ્યાસ કરવામાં આવે તે હંમેશા લાભદાયી નીવડે છે. યોગાસનનાં અભ્યાસ દ્વારા શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય છે. યોગાસન કોઈ વ્યાયામની પદ્ધતિ નથી તેમ છતાં વ્યાયામની પદ્ધતિ રૂપે કોઈ લે તો પણ વ્યાયામની અન્ય કોઈ પણ પદ્ધતિ કરતા યોગાસન આગળ નીકળી જાય છે. કારણ કે યોગાસન શરીરના સ્તર ઉપર તે ઉપરાંત મન ઉપર પણ કામ કરે છે. યોગાસન દ્વારા મનુષ્યનો સર્વાંગી વિકાસ શક્ય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: HealthTips, આરોગ્ય, યોગ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन