વેઈટ લોસ કરવા દરમ્યાન કેલરી મેનેજમેન્ટએ સૌથી મુશ્કેલ બાબત છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે ઓછી કેલેરીવાળી વસ્તુઓ ખાઈ તો લો પણ તેનાથી ભુખ અને અસંતોષની લાગણી વર્તાય છે. જેને કારણે તમે વધુ કેલેરી વાળો અને વધુ પ્રમાણમાં ખોરાક ખાઈ લો છો, જો કે બધી જ કેલેરી સરખી હોતી નથી.
વિશિષ્ટ પ્રકારના ખોરાકની તમારા શરીર પર અલગ અલગ અસર જોવા મળ છે જે તમારા મેટાબોલિઝમને અસર કરે છે. આવા ખોરાક તમારી ભૂખ, શરીરના હોર્મોન્સ અને વપરાતી કેલેરી પર અસર કરે છે. શું તમે ઓછી કેલેરીનો ખોરાક લીધા બાદ પણ સંતુષ્ટી અનુભવો છો? જે વેઈટ લોસમાં એક મહત્વનું પરિબળ બની રહે છે. અહીં અમે આપને કેટલાક લો કેલેરી ફુડ્સ વિશે માહિતી આપીશું, જે તમને વજન ઘટાડવામાં ઘણા ઉપયોગી બની રહેશે.
ઓટમીલ
ઓટમીલએ વજન ઘટાડવા માટે એક ઉત્તમ ફુડ સપ્લિમેન્ટ છે. ઓટમીલમાં ઓછી કેલેરી હોવાની સાથે જ ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીનનું પ્રમાણ પણ ધરાવે છે. જે તમને ખાધા બાદ સંતુષ્ટીનો અનુભવ કરાવે છે. અડધો કપ એટલે કે લગભગ 40 ગ્રામ ઓટમીલમાં માત્ર 148 કેલેરી હોય છે, તે ઉપરાંત તેમાં 5.5 ગ્રામ પ્રોટીન અને 3.8 ગ્રામ ફાઈબર હોય છે, જે તમારી ભૂખ સંતોષે છે. ઓટમીલને ભોજનમાં શામેલ કરવાથી કેલેરી કંઝપ્શનમાં ઘટાડો થવાની સાથે જ તમને પેટ ભરાયાનો સંતોષ પણ મળી રહે છે.
ઈંડા
ઈંડામા રહેલા હાઈ કોલેસ્ટ્રોલને કારણે લોકો તેને ખાતા પહેલા ખુબ વિચાર કરે છે. પણ હવે એ વાતમાં કોઈ શંકા નથી રહી કે જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો ઈંડાને તમારા આહારમાં શામેલ કરવા એ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. ઈંડામાં પ્રોટીન અને ફેટનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે.
સવારના નાસ્તામાં ઈંડા ખાવાથી ડાયટ દરમ્યાન વજન ધટાડવામાં મદદ મળે છે. ઈંડામાં ન્યુટ્રીયન્ટ્સ વધુ પ્રમાણમાં હોય છે, જે સ્ટ્રીક્ટ ડાયટ દરમ્યાન તમારા શરીરને જરૂરી તમામ ન્યુટ્રીયન્ટ્સ પૂરા પાડે છે. એગ યોક એટલે કે ઈંડાની જરદીમાં મોટાભાગના તમામ પોષકતત્વો હોય છે.
સૂપ
સૂપમાં પ્રવાહીનું પ્રમાણ વધુ અને કેલેરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જેના પરિણામ સ્વરુપે જ્યારે પણ તમે સૂપ પીવો ત્યારે પેટ ભરાયાની લાગણી થાય છે. સાથે જ તમારા મીલની કે ખોરાકની ક્વોન્ટિટી પણ લિમીટેડ થઈ જાય છે. જેથી તમે ઓછું ખાવ છો. એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ તમે કેલેરી રીસ્ટ્રીક્ટ ડાયટ દરમ્યાન સૂપ પીવો છો, તેવા સમયે ક્રીમી સુપની પસંદગી કરવી નહીં, તેના બદલે વેજીટેબલ સૂપ આહારમાં સામેલ કરો તે વધુ ફાયદાકારક છે.
બેરીઝ
સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી જેવી બેરીઝમાં વિટામીન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે એક હેલ્ધી લાઈફ માટે ઉપયોગી થઈ શકે છે. બેરીઝમાં રહેલા ફાઈબર વજન ઘટાડવામાં મદદરીપ થાય છે સાથે જ ભૂખ પણ ઘટાડે છે. બેરીઝમાં પેક્ટિન નામનું એક ડાયેટરી ફાઈબર ખૂબ સારા પ્રમાણમાં જોવા મળે છે. જે પેટને ભરેલું રાખવામાં અને ભૂખ ઓછી કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
પોપકોર્ન
પોતાના હાઈફાઈબર ને કારણે પોપકોર્ન સૌથી સારું લો કેલેરી ફુડ છે. બટર કે તેલ વિના બનાવેલા એક કપ પોપકોર્નમાં માત્ર 31 કેલેરી અને 1.2 ગ્રામ ડાયટરી ફાઈબર હોય છે, જે તમારા દૈનિક ફાઈબરની જરુરીયાતના 5 ટકા છે. જ્યારે પણ તમને કંઈક સોલ્ટી અને ક્રંચી ખાવાનું મન થાય તો પોપકોર્ન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈ પણ અન્ય સ્નેક્સની સરખામણીએ પોપકોર્ન ભૂખ સંતોષવાનો સારો વિકલ્પ છે.
ક્રંચી વેજીટેબલ્સ
વેજીટેબલ્સ ઓછી કેલેરી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે તે બાબતમાં કોઈ નવાઈ નથી. સાથે જ તે હેલ્ધઈ વેઈટ મેનેજમેન્ટનો એક સારો વિકલ્પ પણ છે. ક્રંચી વેજીટેબલ્સ જેવા રે બ્રોક્લી, ગાજર, કાકડી, સેલરી અને કેપ્સિકમ વગેરે એક સારો વિકલ્પ છે. આ વેજીટેબલ્સમાં ક્રંચીનેસ છે, જેનાથી એક સારો નોસ્તો કે પછી કોઈ સારી સાઈડ ડીશ પણ બનાવી શકાય છે.
બદામ
સામાન્યરીતે ડ્રાયફ્રુટ્સ અને નટ્સને તેમાં રહેલા વધુ પોષકતત્વોને કારણે લો કેલેરી સ્નેક તરીકે જોવામાં આવતા નથી. 10 થી 12 બદામના એક સર્વિંગમાં 100 જેટલી કેલેરી હોય છે, પણ તે 100 કેલેરી તમારુ પેટ બરેલું રાખવા અને દિવસ દરમ્યાન તમને વધુ કેલેરી ખાતા અટકાવવા માટે ફાયદાકારક છે. આ કેલેરી તમને દિવસ દરમ્યાન શુગરી સ્નેક્સ ખાવાથી રોકશે જેનાથી ડાયાબિટીઝનું જોખમ રહે છે.
ફિશ (માછલી)
ફિશમાં સારા પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે જે પચવામાં સરળ નથી અને આખો દિવસ પેટ ભરેલું રાખે છે, જેને કારણે તે વેઈટલોસમાં ઉપયોગી બની રહે છે. એક અભ્યાસ પ્રમાણે જે વ્યક્તિ ફિશ આધારિત ડિનર કરે છે તે બીફ અને મીટ ખાનારની સરખામણીએ વધુ સંતુષ્ટીનો અનુભવ કરે છે અને ઓછી કેલેરી લે છે. નિષ્ણાંતો દ્વારા કોડ જેવી હાઈ પ્રોટીન ફિશ અને વધુ ઓમેગા ફેટીએસિડ ધરાવતી ફિશ સાલમન અને સાર્ડિન્સને ડાયટમાં શામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.
ટામેટા
શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતું ફળ એટલે ટામેટું એક લો કેલેરી સ્નેક છે. ટામેટામાં ભલે લો કેલેરી હોય પણ તે છત્તા તે ફિલિંગ છે. ટામેટામાં રહેલો સ્વાદ, તેનો રસ અને ફાઈબર તમને પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે. ટામેટા પર થોડું ઓલિવ ઓઈલ અને મરી નાખીને ખાવાથી ભુખ સંતોષાય છે. ઓલિવ ઓઈલ માં વધારે કેલેરી હોવાથી તમને લાંબો સમય સુધી ખાવાનો સંતોષ મળી રહે છે.
જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તો સફજન એક સારો વિકલ્પ છે. તેનો ગળ્યો સ્વાદ અને ફાઈબર સ્વીટ ક્રેવિંગ્સ સંતોષવામાં ઉપયોગી થાય છે. આ લો કેલરી ફ્રુટ ખાવા માટે તેને ખુબ ચાવવાની જરૂર પડે છે જે આપણને સ્વાદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. સફરજન હંમેશા તેની છાલ સાથે ખાવું જોઈ કેમ કે તેમાં ભરપુર પ્રમાણમાં ફાઈબર હોય છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર