મમ્મી બન્યા પછી પણ મનમોહક દેખાવું છે? આ વાતોનું રાખો ધ્યાન

News18 Gujarati
Updated: March 16, 2020, 4:09 PM IST
મમ્મી બન્યા પછી પણ મનમોહક દેખાવું છે? આ વાતોનું રાખો ધ્યાન
શિલ્પા શેટ્ટીની ફાઇલ તસવીરો

  • Share this:
અમદાવાદ : મોટાભાગની મહિલાઓનું માતા બન્યા પછી વજન એકદમ વધવા (Weight gain) લાગે છે. જેના કારણે અનેક વાર તેમને ડિપ્રેશન (depression) પણ આવી જતું હોય છે. તેઓના આનંદમાં અચાનક ઓટ આવવા માંડે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આહાર- વિહારનું આયોજન કરીને શરીરને પહેલાં જેવું પાતળુ બનાવી શકાય છે. તમારે નીચે બતાવેલી થોડી વાતોનું ધ્યાન રાખવાની જરૂર પડે છે.

  • ડૉક્ટર તેમજ ફિટનેસ ટ્રેઈનર, ડાયટિશિયનની મદદ લો. તમારા દેખાવને સુધારવા ફેશન- એક્સપર્ટની સલાહ પણ લઇ શકો છો. જેના કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.


  • કોઈ પણ વેટ લોસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લો. ખાસ કરીને જ્યારે તમે બાળકને જન્મ આપ્યો હોય ત્યારે આમ કરવું જરૂરી છે. ક્યારે કસરત કરવી, કેટલી કસરત કરવી વગેરે ડોક્ટર જ નક્કી કરી શકે.

  • ગાયનેકોલોજિસ્ટની મંજૂરી લીધા બાદ તમારે કેવા પ્રકારની કસરત કરવી છે તે નક્કી કરો. યોગ, એરોબિક્સ, ર્કાિડયો પિલેટ્સ કે કોમ્બિનેશન વગેરેમાંથી જે પણ કરો તે નિષ્ણાતની દેખરેખ હેઠળ કરો. પ્રમાણિત ટ્રેઈનર્સની મદદ લો.

  • ડાયટિંગનો અર્થ ભૂખમરો નથી. ડાયટિંગ એ સંતુલિત આહારના સેવનનું નામ છે. જાતે નક્કી કરેલો આહાર યોગ્ય ના હોય એવું બની શકે છે તેથી ન્યુટ્રિશનિસ્ટની મદદ લઈને આહાર કરો. પછી તેનું ચુસ્તપણે પાલન કરો.
  • ફિટિંગ વગરના વસ્ત્રો પહેરવાને બદલે પ્લસ સાઈઝના વસ્ત્રો ખરીદો અથવા ફેશન એક્સપર્ટની સલાહ મુજબ વસ્ત્રો પહેરો. થોડો ખર્ચ થશે પરંતુ તમને સંતોષ પણ મળશે.

  • કેક્સ, સ્વીટ્સ, બિસ્કિટ્સ, સોડા જેવા ખાનપાન ઘરમાં ના રાખશો. તેના બદલે સ્વાસ્થ્યપ્રદ, કુદરતી આહાર ઘરમાં રાખો.

  • કોઈ આદર્શને નજર સામે રાખો. કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, માધુરી દીક્ષિત કે શિલ્પા શેટ્ટી જેવી ખ્યાતનામ વ્યક્તિઓને આદર્શ માનીને ચાલો તે લોકોએ પોતાના શરીર અને રૂપને યથાવત્ જાળવી રાખ્યા છે.


આ પણ વાંચો - બાળકોથી મોટેરાઓના દિલ જીતવા હોય તો ઘરે આ રીતે બનાવો 'મિક્સદાળના ઢોકળા'

આ પણ વાંચો - health tips: આખો દિવસ ઠંડું પાણી પીતા હોવ તો ફટાફટ વાંચી લો સમચાાર
First published: March 16, 2020, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading