Home /News /lifestyle /

Weight loss device: વજન ઘટાડવા માટેનું અનોખું ‘ટોર્ચર ડિવાઈસ’, દાંતમાં એવું ફિટ થશે કે બિસ્કીટ, કેક ખાતાં જ ભૂલી જશો!

Weight loss device: વજન ઘટાડવા માટેનું અનોખું ‘ટોર્ચર ડિવાઈસ’, દાંતમાં એવું ફિટ થશે કે બિસ્કીટ, કેક ખાતાં જ ભૂલી જશો!

વજન ઓછું કરવા માટે આ ડિવાઈસ વ્યક્તિને એટલું ટોર્ચર કરશે કે તે પોતે જ ફૂડ વિશે વિચારવાનું બંધ કરી દેશે.

Oral device to control weight: આ ડિવાઈસ ફક્ત તમારા વજનને કન્ટ્રોલ નહીં કરે, પણ તમારી સતત ખાવાની આદત (food craving) પણ સુધારી નાખશે.

    Weight loss device: તહેવારોની સીઝન છે, એટલે કૂકીઝ, કેક, મીઠાઈ અને મફિન્સ ખાઈ-ખાઈને લોકોનું વજન વધી જાય છે. એવામાં વજન ઘટાડવાની ચિંતા થવી યોગ્ય છે. કેટલાક વજન ઘટાડવા માટે હવે મીઠાશ ખાવા પર કાબૂ રાખશે તો કેટલાક વર્કઆઉટ (Weight loss exercise ) કરવામાં મચી પડશે. પણ કંઈ કર્યા વગર ફક્ત એક ડિવાઈસથી તમારું વજન કન્ટ્રોલમાં આવે એ શક્ય છે? જવાબ છે હા. ઘણાં લોકો ઇઝી વેઈટલોસ માટે આવા મશીન વિશે દિવાસ્વપ્નમાં પણ રચતા હશે. તમને જણાવી દઈએ કે એ વિચાર હવે હકીકત બની ચૂક્યો છે.

    હાલમાં જ એક એવું ડિવાઈસ બનાવવામાં આવ્યું છે જે તમારી ફૂડ ક્રેવિન્ગ્સ (Food craving)ને ટાટા બાય-બાય કહી દેશે. આ ડિવાઈસ (Weight loss device) તમારી સતત ખાવાની આદતને અટકાવશે.

    ન્યુઝીલેન્ડ (New Zealand News) અને બ્રિટન (Britain News)ના સંશોધનકર્તાઓએ મળીને એક એવું ઓરલ ડિવાઈસ (Oral device to control weight) બનાવ્યું છે, જે ફક્ત તમારા વજનને કન્ટ્રોલ (Weight loss torture device) નહીં કરે, પણ તમારી વારંવાર ખાવાની આદત પણ સુધારી નાખશે. વજન ઓછું કરવા માટે આ ડિવાઈસ વ્યક્તિને એટલું ટોર્ચર કરશે કે તે પોતે જ ફૂડ વિશે વિચારવાનું બંધ કરી દેશે.

    શું છે વજન ઘટાડવાનું ટોર્ચર ડિવાઈસ?

    આ ડિવાઈસનું નામ રાખવામાં આવ્યું છે ડેન્ટલ સ્લિમ ડાયટ કન્ટ્રોલ ડિવાઈસ (DentalSlim Diet Control). તેને દાંતમાં ડોક્ટરની મદદથી ફિટ કરવામાં આવે છે. મેગ્નેટવાળી આ ડિવાઈસ મોંમાં ફિટ થઈ ગયા બાદ તમારું મોં પોતે જ બે મિલીમીટરથી વધુ નહીં ખૂલે. સીધી વાત છે કે આટલી ઓછી જગ્યામાંથી ફક્ત લિક્વિડ ડાયટ જ જઈ શકે અને વ્યક્તિ કંઈ પણ સોલિડ નહીં ખાઈ શકે. આ ડિવાઈસ એકદમ સુરક્ષિત છે અને તેને જરૂર પડે તો બહાર પણ કાઢી શકાય છે. અત્યારસુધીમાં આ ડિવાઈસના ટ્રાયલ લોકોએ 2 અઠવાડિયામાં જ 6.3 કિલોગ્રામ સુધી વજન ઘટાડી નાખ્યું છે.

    આ પણ વાંચો: બધી કમાણી Bitcoinમાં લગાવી દીધી, અબજોપતિ બનતા બોલ્યો- ‘હવે લાઈફ બોરિંગ લાગે છે’

    આ ડિવાઈસનો આઇડિયા કઈ રીતે આવ્યો?

    આ ડિવાઈસ બનાવવાનો આઇડિયા 1980માં ઉપયોગમાં લેવાતી એક પ્રેક્ટિસથી આવ્યો. આમાં લોકોના જડબાને તારથી બાંધી દેવામાં આવતા હતા. જો કે આનાથી લોકોમાં પેઢાની બીમારી થઈ જતી હતી, પરંતુ આ ટોર્ચર ડિવાઈસ લોકો ઈમરજન્સીમાં દૂર કરી શકશે. તેને 2-3 સપ્તાહ સુધી ફિટ કરાવ્યા બાદ મેગ્નેટને હટાવી શકાય છે, જેથી વ્યક્તિની ડાયટને વધારી શકાય અને પછી વ્યક્તિ સામાન્ય રૂટિનમાં આવી શકે છે. આ ડિવાઈસ ખાસ કરીને તહેવારો દરમ્યાન વજન કન્ટ્રોલ કરવામાં સૌથી વધુ ફાયદાકારક બનશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Fitness, Lifestyle, OMG News, Weight loss, આરોગ્ય, ખોરાક

    આગામી સમાચાર