Home /News /lifestyle /વેલેન્ટાઇન ડે પહેલાં ઓછુ થઇ જશે પેટ અને વજન: માત્ર 7 દિવસ ફોલો કરો આ ડાયટ, વર્ષ 1985થી ફેમસ છે!
વેલેન્ટાઇન ડે પહેલાં ઓછુ થઇ જશે પેટ અને વજન: માત્ર 7 દિવસ ફોલો કરો આ ડાયટ, વર્ષ 1985થી ફેમસ છે!
આ ડાયટ પ્લાન બેસ્ટ છે.
Weight loss tips: આજનાં આ સમયમાં મોટાભાગનાં લોકો પોતાનું વજન ઉતારવા માટેની કોશિશ કરતા હોય છે. આમ, તો તમે વધતુ વજન અને વેલેન્ટાઇનને લઇને ચિંતામાં છો તો આ ડાયટ પ્લાન ફોલો કરો. આ ડાયટ પ્લાન ફોલો કરશો તો ફટાફટ વજન ઉતરી જશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વેલેન્ટાઇન ડેનાં દિવસે અનેક લોકો પાર્ટનર સાથે ફરવાનો પ્લાન કરતા હોય છે. ફરવા જતા પહેલાં અનેક લોકો પોતાના વજન અને બહાર આવી ગયેલા પેટને લઇને ચિંતામાં રહેતા હોય છે. પરંતુ હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારી માટે એક ડાયટ પ્લાન લઇને આવ્યા છીએ. જે તમારે સાત દિવસ સુધી ફોલો કરવાનો રહેશે. આ ડાયટ પ્લાન તમે પ્રોપર રીતે ફોલો કરશો તો વધેલું વજન અને પેટની ચરબી ફટાફટ ઓગળી જશે. લાઇવહિન્દુસ્તાન અનુસાર આ એક જીએમ એટલે કે જનરલ મોટર્સ ડાયટ પ્લાન છે. આ 7 દિવસનો ડાયટ પ્લાન છે જેની પહેલી વાર 1985માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. તો જાણો આ ડાયટ વિશે.
પહેલો દિવસ
એક અઠવાડિયામાં વજન ઉતારવા માટે સૌ પ્રથમ પહેલાં દિવસે કેળા ખાશો નહીં. આ દિવસે તમે તરબૂચ અને શક્કરટેટી ખાઓ.
બીજા દિવસે બાફેલા બટાકા ખાઓ। આ સાથે જ તમે શાકભાજી ખાઇ શકો છો. આ સાથે જ તમે તેલમાં રાંધ્યા વગરની રસોઇ પણ ખાઇ શકો છો. શાકભાજીમાં ટામેટા, ગાજર, ખીરા તેમજ બ્રોકલીને એડ કરો.
ત્રીજો દિવસ
ફળ અને શાકભાજી ખાઓ. ફળમાં તમે કેળા એવોઇડ કરો. આ દિવસે તમે તમારા મનપસંદ શાકભાજી અને ફળો ખાઓ. આમાં સફરજન, ચેરી, ટામેટા, સંતરા, પાલક, સ્ટ્રોબેરી તેમજ ખીરાને એડ કરી શકો છો.