Home /News /lifestyle /Weight loss: આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કીલો વજન, પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

Weight loss: આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કીલો વજન, પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કીલો વજન, પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

Transformation journey: એક કપલે તેમની ફિટનેસ (Fat to Fit) જર્ની સાથે જ શરૂ કરી. બંનેએ કુલ મળીને 181 કિલો વજન ઘટાડ્યું છે. જેમાં યુવતીએ 141 કિલો અને યુવકે 43 કિલો વજન ઘટાડ્યું છે. બંનેની ફિટનેસ જર્ની ઘણી જ મોટિવેશનલ છે.

જિમ જવું (Gym) અને સારુ ભોજન લઇ (Good Food) સૌ કોઇ વજન ઘટાડવું સૌને સરળ લાગે છે. પણ યાદ રાકો ફક્ત કલાકો કાર્ડિયો (cardio) કરવાથી વજન ઘટતું નથી. વજન ઘટાડવા માટે ડેડિકેશન (Dedication), અને ધીરજ (Patience) અને સખત મહેનત (Hard Work)ની જરુર હોય છે. આ સાથે જ વેઇટ લોસ માટે ઘણાં બધા ફેક્ટર્સ જવાબદાર છે. જે બધાજ ફેક્ટર મળી વજન ઘટાડવાનું કામ કરે છે

પોતાની સાથે પોતાનાં પાર્ટનર, વાઇફ, ગર્લફ્રેન્ડ કે મિત્રને પણ વજન ઘટાડવા માટે મોટિવેટ કરવું ઘણું મુશ્કેલ હોઇ શકે છે. પણ આ બંને એક એવાં કપલ છો જેને એકબીજાને મોટિવેટ કરી વજન ઘટાડ્યું છે. તેમનાં આવેલાં બદલાવ બાદ તેમને ઓળખવા મુશ્કેલ થઇ રહ્યાં છે . જે લોકો વિચારે છે કે, વજન ઘટાડવું ઘણું મુશ્કેલ છે તે લોકો આ સ્ટોરીને મોટિવેશન તરીકે લઇ શકે છે. આ કપલમાં પત્નીએ 141 કિલો અને પતિએ 43 કિલો સુધી વજન ઘટાડ્યું છે. બંનેની ફિટનેસ જર્ની કેવી રીતે શરૂ થઇ અને કેવી રીતે તેમણેમ વજન ઘટાડ્યું તે અંગે પણ ચાલો જાણીએ.

કોણ છે આ કપલ- વજન ઓછુ કરવા માટે આ જોડીમાં પત્નીનું નામ લેક્સી રીડ (Lexi Reed) અને પતિનું નામ ડેની રીડ (Danny Reed) છે. લેક્સીની ઉંમર હાલમાં 30 વર્ષ છે. અને તેણે તેનાં લગ્ન બાદ તેની ફિટનેસ જર્ની શરૂ કરી હતી.

2016માં તેનું વજન આશરે 219 કિલો (485lbs) અને પતિ ડેનીનું વનજ 127 કિલો (280lbs) હતું. લેક્સીએ તેું 141 કિલો (312lbs) વજન ઘટાડી દીધુ છે. તો ડેનીએ 43 કિલો (95lbs) વજન ઘટાડી દીધુ છે.

લેક્સી અને ડેની રીડ દુનિયા માટે એક રોલ મોડલ બની ગયા છે. જેમણે માત્ર 18 મહિનામાં તેમનું જીવન બદલી નાંખ્યું છે. લેક્સીએ બંનેનાં જીવનને સારુ બનાવા માટે કેટલાંક નિયમ બનાવ્યાં હતાં. જેમ કે 1 વર્ષ સુધી ન તો બહારનું ખાશે, ન દારુ પીશે, ન ચીટ મીલ આપશે. આ બાદ બંનેએ એકબીજાને કરેલાં તમામ વચનો નીભાવ્યાં.




જન્મ બાદથી જ વધી ગયું વજન- લેક્સી મુજબ, બાળપણથી તેનું વજન ઘણું વધારે હતું. તેણે ઘણી વખત વજન ઘટાડવાં અંગે વિચાર્યું હતું. પણ તે કરી નહોતી શકી. જ્યારે તે 25 વર્ષની થઇ ત્યારે તેનું વજન 177 કિલો થઇ ગયુ હતું. આ દરમિયાન તે તેનાં જીવનમાં જરાં પણ ખુશ ન તી. કારણ કે તેનો બોયફ્રેન્ડ ડેની (હાલમાં પતિ) નું વજન પણ ઘણું જ વધી ગયુ હતું એટલે કે બંનેનું વજન ઘણું વધી ગયુ હતું અને તેઓ તેનાંથી પરેશાન હતાં.

ડેનીનું વજન 127 કિલો થઇ ગયુ હતું તેનાં વધુ વજનનું કારણ હતું તેનો વધુ ખાવાનો શોખ. તે હમેશાં બહારથી ખાવાનું ઓર્ડર કરતો હતો. જેને કારણે તેનું વજન ધીમે ધીમે વધવાનું શરૂ થઇ ગયુ હતું. તે બંને ત્યાં સુધી કોઇ રેસ્ટોરન્ટની બહાર નહોતા આવતા જ્યાં સુધી તેમનું પેટ સંપૂર્ણ ભરાઇ ન જાય. એટલે તેઓ કલાકો સુધી ખાતા રહેતા હતાં.




પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ટેવ છોડી- લેક્સી હમેશા બહારથી મંગાવેલું ખાવાનું અને પ્રોસેસ્ડ ફૂડ ખાતી હતી જેને કારણે તેનું વજન ધીમે ધીમે વધતું ગયુ હતું. પણ જ્યારે તેને ડેનીને ડેટ કરવાનો શરૂ કર્યો ત્યારે તેને અનુભવ થવા લાગ્યો કે, બંને ઘર ઉપરાંત હાઇકિંગ કે બાઇકિંગ કરવાં નથી જઇ શકતાં. આ કારણે બંને કાલકો સુધી ટીવીની સામે બેસી મૂવી જોયા કરે છે. અને જંક ફૂડ ખાધા કરે છે.

થોડા સમય બાદ લેક્સીને અનુભવ થયો કે, બંને જેવી લાઇફ જીવી રહ્યાં છે તે હેલ્દી લાઇફ સ્ટાઇલ નથી. તેથી બંનેએ લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવાનું વિચાર્યું. આનાં થોડા સમય બાદ ડેનીએ તેને લગ્ન માટે પ્રપોઝ કરીત તે સમયે ડેનીએ કહ્યું હતું કે, મે ક્યારેય લેક્સીનાં શરીરની સાઇઝ નથી જોઇ. તે હમેશાં મારા માટે એક ક્વિન જેવી સુંદર રહી છે. અને હંમેશા રહેશે. બસ પછી શું હતું. બંનેએ લગ્ન કરી લીધા અને આગળનાં જીવન વીશે વિચારવાનું શરૂ કર્યું.




લેક્સીનાં આટલાં વધુ વજનનાં કારણે તેને બાળક થવામાં મોટું જોખમ હતું. જો તે પ્રેગ્નેન્ટ થઇ પણ જતી તો આ વાત નક્કી હતી કે, બંનેમાંથી એકનું મોત થઇ શકે છે. આ ઉપરાંત લેક્સીને માલૂમ થયું કે, જો તે વજન નહીં ઘટાડે તો આવનારા સમયમાં તે ટ્રાવેલ નહીં કરી શકે. પ્લેનની વાત છો ડો તે કોઇ ગાડીમાં પણ ફિટ નહોતી થઇ શકતી

નવાં વર્ષમાં બનાવ્યો નિયમ- લેક્સી અને ડેનીનાં લગ્ન એક વર્ષ બાદ પણ વધુ સમય ટીવીની સામય બેસીને વીતાવતા હતાં. ડેનીને આ સૌથી વધુ ગમતું. પણ લેક્સી આનાંથી કંટાળી ગઇ હતી. કારણ કે તે જીવનમાં કંઇક કરવાં માંગતી હતી. નવું વર્ષ 2016 આવવાનું હતું ત્યારે લેક્સીએ બંને માટે કેટલાંક નિયમ બનાવ્યાં અને ફિટનેસ જર્ની શરુ કરવાંનું વિચાર્યું.

જ્યારે લેક્સીએ ડેનીને આ વાત કરી તો ડેનીને પહેલાં તો ન ગમ્યું, કારણ કે ડેનીને ઘરે બેસવું, સુવું અને ખાવું પસંદ હતું. પણ તેણે તેની પત્નીનાં નિર્ણયનું સન્માન કર્યું. અને તેની સાથે દરેક નિયમ ફોલો કરવાં લાગ્યો. નવાં વર્ષનાં પહેલાં દિવસથી બંનેએ એકબીજાને લાઇફ સ્ટાઇલ સુધારવાનો વાયદો કર્યો. અને નિયમ બનાવ્યો કે, તેઓ અઠવાડિયામાં 5 દિવસ 30 મિનિટ એક્સરસાઇઝ કરશે.

ડેની અને લેક્સી માટે જિમ જોઇન કરવું મુશ્કેલ હતું તેમની પાસે એટલાં રૂપિયા ન હતાં કે તેઓ પર્સનલ ટ્રેનિંગ લઇ શકે. પણ તેમને પર્સનલ ટ્રેનિંગ લેવાની અપેક્ષાએ જાતે એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું અને દરરોજ જિમમાં દરેક એક્ટિવિટીનો ટ્રેક કરવાં પોતાનાં ફોટા લેવાનું શરૂ કર્યું.




એક મહીનામાં 9 કિલો વજન ઘટયું- લેક્સી માટે જિમ જવું વરદાન જેવું સાબિત થયું કારણ કે ધીમે ધીમે તેનું વજન ઘટવાં લાગ્યું. અને તેનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. જે બાદ તેણે જિમમાં અન્ય ક્લાસીસ લેવાનું શરૂ કર્યું અને નવાં મિત્રો પણ બનાવ્યાં. નવાં મિત્રો બનવાથી તે ઘણું બધુ શીખવા મળ્યું. આ બાદ લેક્સીએ માત્ર 1 મહિનામાં જ 9 કિલો વજન ઘટાડ્યું. જે બાદ બંનેએ 18 મહિના સખત મહેનત કરી અને તેનાંથી ડેનીનું 86 કિલો વજન ઘટ્યું અને લેક્સીનું 78 કિલો વજન ઘટ્યું. જ્યારે લેક્સી અને ડેનીએ એક્સરસાઇઝ શરૂ કરી હતી ત્યારે બંનેનું વજન મળીને 362 કિલો હતું. જે બાદ બંનેએ તેમની વેઇટ લોસ જર્નીમાં 181 કિલો વજન ઘટાડ્યું.

હેલ્ધી ડાયટ કરતાં હતાં ફોલો- તેઓ ઘરમાં પણ હેલ્ધી ડાયટ ફોલો કરતાં હતાં. બંનેએ એક વર્ષનાં વચન ગાળામાં ઘરનું બનાવેલું ફૂડ જ ખાતા હતાં. કારણ કે, તેઓ જાણી ગયા હતા કે, જંક અને પ્રોસેસ ફૂડ તેમનાં માટે નુક્સાનકારક છે. આ ઉપરાંત બંને હાઇ પ્રોટિન અને અનાજ બેઝ્ડ ફૂડનું સેવન કરતાં હતાં જેથી તેમનું પેટ ભરાઇ જતુ હતુ. અને તેમને એનર્જી પણ મળતી હતી.
First published:

Tags: Couple Goal, Fat loss, Healthy diet, Lifestyle, Weight loss tips, Workout

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો