Home /News /lifestyle /

વજનમાં ઘટાડો તમારી ફર્ટિલિટી અને ગર્ભાવસ્થા પર અસર કરતું નથી- STUDY

વજનમાં ઘટાડો તમારી ફર્ટિલિટી અને ગર્ભાવસ્થા પર અસર કરતું નથી- STUDY

અભ્યાસ

Weight Loss: જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવા અને વજન ઘટાડવાથી પ્રજનનક્ષમતા, સગર્ભાવસ્થાની તકો અને તંદુરસ્ત જન્મ પર કોઈ અસર થતી નથી.

  માતૃત્વ ધારણ કરવું કોઈ પણ સ્ત્રીના જીવનની સૌથી સુંદરક્ષણ હોય છે. જો કે તેને લઈને ઘણી અલગ અલગ વાતો કહેવામાં આવતી હોય છે. કેટલાક નિષ્ણાંતો કહે છે આદર્શ વજન (ideal weight) ગર્ભાવસ્થા (pregnancy) ના આયોજન માટે પૂર્વશરત છે. મેદસ્વી અને સગર્ભા હોવાને કારણે ગર્ભાવસ્થા સંબંધિત કોમ્પ્લિકેશન જેમ કે કસુવાવડ, સગર્ભાવસ્થા ડાયાબિટીસ, પ્રી-એક્લેમ્પસિયા, પ્રી મેચ્યોર બર્થ વગેરેનું જોખમ વધુ રહે છે. વધુ વજન પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (polycystic ovary syndrome, PCOS)નું જોખમ પણ વધારે છે, જે પ્રજનન ક્ષમતાને અસર કરે છે. ઘણા માને છે કે સામાન્ય કરતાં વધુ વજન પ્રજનન ક્ષમતા અને ગર્ભવતી થવાની સંભાવનાને અસર કરી શકે છે. જો કે, તાજેતરના અભ્યાસમાં કંઈક અલગ જ વાત સાબિત થઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં કરવામાં આવેલા અભ્યાસ મુજબ વજન ઘટાડવું પ્રજનન ક્ષમતા અને તમારી ફર્ટિલીટીમાં વધારો કરતું નથી.

  આ રીતે કરાઈ સ્ટડી

  -આમાં 379 મહિલાઓ સામેલ હતી, જેમાંથી તમામ મેદસ્વી હતી અને વંધ્યત્વ ધરાવતી હતી. તેમને બે ભાગમાં વહેંચવામાં આવી.
  -પ્રથમ ગ્રુપમાં 188 મહિલાઓ સામેલ હતી, તેમને મીલ રિપ્લેસમેન્ટ અને દવાઓ આપવામાં આવી. તેઓએ ઈન્ટેવ્સ ફિજિકલ એક્ટિવીટી પણ કરી. તેમનું લક્ષ્ય વજન ઘટાડવાનું હતું.
  -ગ્રૂપ 2 જેમાં 191 મહિલાઓ સામેલ છે, વજન ઘટાડવાના કોઈ ઈરાદા વિના તેમની શારીરિક પ્રવૃત્તિનું પ્રમાણ વધારવામાં આવ્યું છે.
  આ બાદ તેમને વંધ્યત્વ નિવારણની ટ્રીટમેન્ટ આપવામાં આવી.

  આ પણ વાંચો-જાણો, કેટલું સુરક્ષિત છે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ, શું કોઇ આડઅસરો થઇ શકે છે?

  શું જાણવા મળ્યું?

  જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવા અને વજન ઘટાડવાથી પ્રજનનક્ષમતા, સગર્ભાવસ્થાની તકો અને તંદુરસ્ત જન્મ પર કોઈ અસર થતી નથી.

  સંશોધક ડેનિયલ જે. હાઈસેનલેડરે (Daniel J. Haisenleder) જણાવ્યું હતું કે, દાયકાઓથી એવું કહેવામાં આવે છે કે મેદસ્વી સ્ત્રીઓને ગર્ભવતી થવામાં ઘણી વાર તકલીફ પડે છે. તેથી, ઘણા ડોકટરો પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા વજન ઘટાડવાની ભલામણ કરે છે. જો કે આ બાબત પર અત્યાર સુધી સંશોધન કરવામાં આવ્યું નથી.

  આ પણ વાંચો-દલિયા Vs ચોખાની ખીચડી: જાણો બંનેમાંથી કઇ ખીચડી છે સૌથી વધુ ફાયદાકારક

  અભ્યાસના પરિણામોની વાત કરીએ તો, વેઈટ લોસ પ્રોગ્રામમાં મહિલાઓએ તેમના શરીરના વજનના સરેરાશ 7% ઘટાડ્યા હતા. બીજી તરફ માત્ર ખાલી કસરત કરીને મહિલાઓએ તેમનું વજન જાળવી રાખ્યું હતું.

  અભ્યાસના અંતે પ્રજનનક્ષમતા અને તંદુરસ્ત જન્મના સંદર્ભમાં બે ગ્રુપ વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો ન હતો. પ્રથમ ગ્રુપની 188 મહિલાઓમાંથી 23 મહિલા ગર્ભવતી થઈ, બીજા ગ્રુપમાં 191માંથી 29 મહિલાઓએ ગર્ભધારણ કર્યો.

  પ્રથમ ગ્રુપમાં થયેલ વજનમાં ઘટાડાએ મહિલાઓને અન્ય સકારાત્મક પરિણામો આપ્યા. સ્ત્રીઓએ મેટાબોલિક સિન્ડ્રોમમાં ઘટાડો થયો. જે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર વગેરે જેવી ક્રોનિક રોગો વધારે છે. આ મહિલાઓમાં વજનમાં ઘટાડો મેટાબોલિક સ્વાસ્થ્ય સુધારે છે.

  અભ્યાસના અંતે તારણ કાઢવામાં આવ્યું કે વજન ઘટાડવાની પ્રજનન ક્ષમતા પર કોઈ અસર થતી નથી. જો કે તે મુખ્ય સ્વાસ્થ્ય લાભો આપે છે. યોગ્ય વજન રોગોને દૂર રાખે છે, એનર્જીમાં વધારો કરે છે અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ તમામ પરિબળો એકસાથે તંદુરસ્ત ગર્ભાવસ્થામાં ફાળો આપી શકે છે. તેથી, તમારે બાળકનું આયોજન કરતા પહેલા વજન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Ideal weight, Pregnancy

  આગામી સમાચાર