Home /News /lifestyle /વજન ઉતારી રહ્યા છો રસોડામાંથી ફેંકી દો આ વસ્તુઓ, ફટાફટ રિઝલ્ટ મળશે, જાણો આ જાદુઇ રીત

વજન ઉતારી રહ્યા છો રસોડામાંથી ફેંકી દો આ વસ્તુઓ, ફટાફટ રિઝલ્ટ મળશે, જાણો આ જાદુઇ રીત

વજન ઉતારવા માટેની ટિપ્સ

Weight loss tips: આજનાં આ સમયમાં અનેક લોકો વજન ઉતારવા માટે જાતજાતની એક્સેસાઇઝ તેમજ ડાયટ કરતા હોય છે. આમ, જો તમે વજન ઉતારી રહ્યા છો તો આજે જ રસોડામાંથી આ વસ્તુઓને દૂર કરી દો. રસોડામાં રહેલી આ વસ્તુઓ તમારું વજન વઘારી દે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં અનેક લોકો પોતાના વધતા વજનને કંટ્રોલ કરતા હોય છે. વધતુ વજન તમને અનેક બીમારીઓમાં ઝપેટી લે છે. આ માટે વધતા વજનને કંટ્રોલ કરવુ ખૂબ જરૂરી છે. વજન વઘવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. આમ જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો આજે જ રસોડામાંથી આ વસ્તુઓને બહાર કરી દો. herzindagi.com અનુસાર આ લેખમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ હોસ્પિટલના ઇએસઆઇસી હોસ્પિટલના ડાયટિશિયન રિતુ પુરી તમને જણાવે છે કે વેટ લોસ કરવા માટે કઇ આઇટમ્સ રસોડામાંથી દૂર કરવી જોઇએ. તો જાણો આ વિશે તમે પણ..

    આ પણ વાંચો:આજથી 30 દિવસ સુધી ખાંડ ના ખાવાના છે આ ફાયદાઓ

    રસોડામાં ના રાખો જામ


    તમે વજન ઉતારી રહ્યા છો તો સૌથી પહેલાં રસોડામાંથી જામને દૂર કરી દો. માર્કેટમાં મળતો જામ આર્ટિફિશિયલ ફ્લેવર અને શુગરને સામેલ કરવામાં આવે છે. જામમાં ખાંડનું પ્રમાણ વધારે આવે છે જે તમારું વજન ઝડપથી વધારે છે.

    સોડા ના રાખો


    રસોડામાં અનેક પ્રકારના ડ્રિંક્સ લોકો રાખતા હોય છે. આમ, જો તમે વજન ઓછુ કરવા ઇચ્છો છો તો સૌથી પહેલાં રસોડામાંથી આ વસ્તુને બહાર કાઢી લો. સોડા તમારું વજન ઝડપથી વધારે છે. આ સાથે જ સોડા તમારું વજન ફુલાવવાનું કામ કરે છે. આટલું જ નહીં હોર્મોનલ અસંતુલન અને ઇન્સ્યુલિન રેસિસ્ટેન્સનું કારણ પણ બની શકે છે.

    આ પણ વાંચો:જાણો પાલક કેવી રીતે હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે

    રિફાઇન્ડ સુગર


    રિફાઇન્ડ સુગર એટલે કે સફેદ ખાંડ. સફેદ ખાંડનો ઉપયોગ બને એમ ઓછો કરી દો. ખાંડ તમારી કેલરી વધારે છે જેના કારણે વજન ઘટાડવું ખૂબ અઘરું બની જાય છે. આટલું જ નહીં હોર્મોનલ અસંતુલનથી લઇને ઇન્સ્યુલિન રેસિસ્ટેન્સનું કારણ બને છે. રિફાઇન્ડ સુગરની જગ્યાએ તમે મધ, કોકોનટ સુગર તેમજ ખજૂરનો ઉપયોગ કરી શકો છો.


    બિસ્કિટ


    ભારતીય લોકોના રસોડામાં મોટાભાગે બિસ્કિટ હોય છે. બિસ્કિટમાં મેંદાનું પ્રમાણ વઘારે હોય છે. ઘણાં લોકોને બિસ્કિટ વગર ચા અધૂરી લાગતી હોય છે. બિસ્કિટ ખાંડ, મેંદો અને તેલથી બનાવવામાં આવે છે જેના કારણે રસોડામાંથી એને દૂર કરી લો. આમ, જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો આ વસ્તુઓ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life Style News, Weight loss

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन