Home /News /lifestyle /તેલની જૂની બોટલો ફેંકશો નહીં, આ રીતે ઘરે અલગ-અલગ વસ્તુઓ બનાવો અને સજાવો ઘર
તેલની જૂની બોટલો ફેંકશો નહીં, આ રીતે ઘરે અલગ-અલગ વસ્તુઓ બનાવો અને સજાવો ઘર
તેલની ખાલી બોટલોમાંથી આ વસ્તુઓ બનાવો
Reuse empty oil bottles: મોટાભાગના લોકો ઘરમાં પડેલી જૂની તેલની બોટલોને ફેંકી દેતા હોય છે. આ તેલની બોટલોને ફેંક્યા વગર તમે આ રીતે ઉપયોગ કરો છો તો મસ્ત ઘરના ખુણાને સજાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘરમાં સમય-સમય પર તેલની બોટલો ખાલી થતી હોય છે. તેલની બોટલોને મોટભાગના લોકો બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે આ ખાલી તેલની બોટલો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. તેલની ખાલી બોટલોમાંથી તમે જાતજાતની વસ્તુઓ બનાવીને એનો ઘરમાં ઉપયોગ કરી શકો છો. રસોઇમાં ખાવાનું બનાવવાથી લઇને બીજી અનેક રીતે તેલનો ઉપયોગ થતો હોય છે. તેલની બોટલોનો તમે આ રીતે રીયુઝ કરો છો તો એ ફેંકવી પડતી નથી અને એનો મસ્ત ઉપયોગ થાય છે. તો તમે પણ આ રીતે બેકાર બોટલોનો ઉપયોગ કરો.
બેકાર પડેલી બોટલનો ઉપયોગ કરીને તમે પેન સ્ટેન્ડ બનાવી શકો છો. આ માટે તમે બોટલને વચ્ચેથી કટ કરી લો અને પેનના સ્ટેન્ડ તરીકે યુઝ કરો. આ બોટલને તમે મનગમતો કલર કરી શકો છો. આ બોટલ તમે કોર્નર પર મુકો છો તો બહુ જ મસ્ત લાગે છે.
ડબ્બાની જેમ ઉપયોગમાં લો
ઘરના નાના-મોટા સામાનને લાંબો સમય સુધી સંભાળીને રાખવા માટે તમે તેલની બોટલની મદદ લઇ શકો છો. આ માટે તમે તેલની બોટલને વચ્ચેથી કટ કરી લો. હવે આ બોટલનો આકાર જેટલો તમે આપી શકો એટલો આપો. હવે તમને ગમતો કલર કરો. આમાં તમે ડાર્ક કલર છો તો બહુ જ મસ્ત લાગે છે.
તમારા ઘરમાં નાની બોટલો છે તો તમે એને ફેંક્યા વગર મસ્ત ડેકોરેશન કરીને ઘરમાં મુકી શકો છો. આ માટે તમે નેટ પરથી પણ અનેક પ્રકારના આઇડિયા લઇ શકો છો. આ માટે તમે બોટલો અને એની ઉપર સુતળીની મદદથી મસ્ત ડેકોરેશન કરો. આ બોટલને તમે સુતળીથી ડેકોરેશન કર્યા પછી મસ્ત હાફમાં કલર કરો. આમ કરવાથી બોટલ દેખાવમાં મસ્ત થઇ જશે.
છોડ ઉગાડો
તમે ખાલી બોટલોને બેકાર સમજીને ફેંક્યા વગર એમાંથી મસ્ત છોડ ઉગાડો. આ માટે તમે બોટલને વચ્ચેથી કટ કરી લો અને એમાં નીચે માટી ભરીને એમાં મસ્ત છોડ વાવો. આમ કરવાથી તમારી બોટલનો યુઝ થઇ જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર