Home /News /lifestyle /શરીરમાં પાણીની ઉણપથી થઇ શકે છે મોત, બાબા રામદેવ પાસેથી જાણો એક દિવસમાં કેટલુ પાણી પીવું જોઇએ?

શરીરમાં પાણીની ઉણપથી થઇ શકે છે મોત, બાબા રામદેવ પાસેથી જાણો એક દિવસમાં કેટલુ પાણી પીવું જોઇએ?

પાણી શરીર માટે ખૂબ જરૂરી છે.

How much water drink in a day: આપણાં શરીરમાં પાણી મહત્વનો ભાગ ધરાવે છે. ઘણાં લોકો જરૂરિયાત કરતા બહુ જ ઓછુ પાણી પીતા હોય છે, જે હેલ્થ માટે અનેક રીતે નુકસાનકારક છે. આમ દિવસમાં કેટલુ અને કેવી રીતે પાણી પીવું જોઇએ એ વિશે જાણો તમે પણ..

વધુ જુઓ ...
Health care: શું તમે ક્યારે વિચાર્યુ છે એક દિવસમાં કેટલુ પાણી પીવું જોઇએ? શરીરમાં પાણીની ઉણપથી કઇ બીમારી થઇ શકે છે? જો કે સારી હેલ્થ માટે આ એક મહત્વનો પ્રશ્ન છે. પાણી આપણાં શરીર માટે ખૂબ જરૂરી છે. આમ વાત કરવામાં આવે તો અનેક લોકો પાણી બહુ ઓછુ પીતા હોય છે. તમારી પણ આવી આદત છે તો તમારે બદલવાની જરૂર છે. આપણું શરીર જે 37 ટ્રિલિયન સેલ્સથી બનેલું છે એનો 67 ટકા ભાગ લિક્વિડ છે અને આપણાં શરીરમાં 60 થી 70 ટકા સુધી પાણી ભરેલું છે ત્યારે પાણીની પ્યુરિટી અને ક્વોન્ટિટીમાં કોઇ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ આપણને અનેક પ્રકારની બીમારીઓ તરફ દોરે છે.

આ પણ વાંચો:જાણો બાળકને કેવી રીતે ફીડિંગ કરાવવુ જોઇએ

સાચી વાત એ છે કે શરીરને ખાવા કરતા વઘારે પાણીની જરૂરિયાત હોય છે. ડાયજેશનથી લઇને એનર્જી જનરેશન સુધી શરીરને પાણી જોઇએ છે. બોડીને ડિટોક્સ કરવા માટે તેમજ સર્કુલેટરી ફંક્શન સારું રાખવા માટે પાણી મહત્વનો ભાગ ધરાવે છે.

જો કે તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે શરીરમાં 1 ટકા પાણીની ઉણપથી તરસ લાગે છે, 5 ટકા પાણીની કમી થવા પર થાક મહેસૂસ થાય છે. આ સાથે જ વોટલ લેવલ 10 ટકા ઓછુ થાય ત્યારે ધૂંધળુ દેખાવા લાગે છે. આ સાથે જ શરીરમાં 20 ટકા સુધી પાણીની કમી થઇ જાય છે મોત પણ થઇ શકે છે.

આ પણ વાંચો:રીંગણ ખાવાના આ ફાયદાઓ જાણીને છક થઇ જશો

તમને માથાના દુખાવો, કોન્સ્ટિપેશન, મસલ્સ પેન, ક્રેમ્પ અને થાક મહેસૂસ કરો છો તો સૌથી પહેલાં વોટર ઇન્ટેકને વધારો કારણકે લાંબા સમય સુધી આ બીમારી તમને મોટી તકલીફમાં મુકી શકે છે. ડિહાઇડ્રેશનથી હીટ સ્ટ્રોક પણ આવી શકે છે. indiatv.in પરથી સ્વામી રામદેવ પાસેથી શરીરમાં વોટર મેનેજમેન્ટ અને સાથે જ બીમારીઓ દૂર કરીને હેલ્થ મેનેજમેન્ટ કેવી રીતે કરો.

આ રીતે પાણીની ઉણપ પૂરી કરો



  • એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીઓ

  • લીંબુ પાણી, શિકંજી, નારિયેળ પાણી પીઓ

  • તરબૂચ, શક્કરટેટી અને સંતરા ખાઓ

  • છાશ પીઓ


શરીર માટે કેટલું પાણી જરૂરી?



  • શરીરમાં 70 ટકા પાણીનો ભાગ

  • મેટાબોલિઝમ સ્ટ્રોંગ કરે

  • દિવસમાં 3 થી 4 લીટર પાણી પીઓ


ક્યારે કેટલું પાણી પીવું જોઇએ



    • એક ગ્લાસ પાણીથી દિવસની શરૂઆત કરો

    • તરસ લાગે ત્યારે પાણી પી લો






  • એક સાથે વઘારે પાણી પીશો નહીં

  • ઘૂંટડો-ધૂંટડો પાણી પીઓ

  • પાણી બેસીને પીઓ

First published:

Tags: Drinking water, Life Style News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો