Home /News /lifestyle /

આ સંકેતો કહી દેશે તમારું બાળક કોઇ વસ્તુનો નશો તો નથી કરતું ને!

આ સંકેતો કહી દેશે તમારું બાળક કોઇ વસ્તુનો નશો તો નથી કરતું ને!

પ્રતિકાત્મક તસવીર

  સગીરવયની ઉંમરે ખરાબ આદતો સાથે જાણે અજાણે જ યુવક યુવતીઓ જોડાઇ જતા હોય છે. અને ખાલી "સ્ટાઇલ મારવા" કે "કૂલ દેખાવા" માટે શરૂ કરેલ આ નશો ક્યારે "લત" બની જાય છે તે વાત તે પોતે પણ સમજી નથી શકતા. આજે નશો નિરોધક દિવસ છે. ત્યારે ટીનએજર્સ જે રીતે નશીલા પદાર્થોની લતમાં ફસાઇ જાય છે તે જોતા માતા પિતાએ પણ બાળકોને આ કુમળી વયે ખોટા માર્ગે જતા રોકવા જોઇએ. પણ તે એટલું પણ સરળ નથી કારણ કે આજકાલના બાળકો પણ ચાલાક થઇ ગયા છે. તેમને નશો કરીને તેને છુપાવતા આવડે છે. માટે જ આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપીશું જેનાથી તમે તમારા બાળકને ખોટા માર્ગે જતો રહે તે પહેલા રોકી શકો.

  ચુઇંગમ કે ચોકલેટ

  શું તમારું બાળક અચાનક જ વધુ ચુઇંગમ કે ચોકલેટ ખાય છે? તે પણ ખાસ કરીને ત્યારે, જ્યારે તે બહારથી ઘરે આવતો હોય? બની શકે તે ધ્રુમપાનની ગંધ છુપાવવા માટે તે આવું કરી રહ્યો હોય. મોટાભાગના સ્મોકર તેમના મોઢામાં સ્મોકિંગની ગંધ ના રહે તે માટે આવી ટોફી કે ચોકલેટનો સહારો લેતા હોય છે.

  દિવાસળીને પેટી કે લાઇટર

  વળી જો તેના ખિસ્સામાંથી દિવાસળીને પેટી કે લાઇટર મળે તો પણ તે સંકેત છે કે તે ધ્રુમપાન કરી રહ્યો છે. કે પછી તેવા લોકોની સાથે ફરે છે જેમના માટે ધ્રુમપાન લત નહીં "કૂલ થીંગ" છે.

  પ્રતિકાત્મક તસવીર


  પૈસાની માંગણી

  જો તમારો પુત્ર તેના નિયમિત પોકેટ મનીથી વધુ પૈસા માંગે અને સતત વિવિધ મોંધી વસ્તુઓ કે પૈસાની માંગણી કરતો રહે તો પણ એક વાલી તરીકે તમારી ફરજ બને છે કે તમે જાણો કે આ નાણાંનું તે શું કરે છે?

  રોલિંગ પેપર

  તમારા બાળકની બેગમાંથી કે તેના કપડા રાખવાના ડ્રોવરમાંથી જો કોઇ કાગળ કે એલ્યુમિનિયમનો રોલ કરેલો કાગળ મળે તો પણ સાવચેત રહેવું જોઇએ કારણ કે આવી વસ્તુઓ ડ્રગ્સ જેવા નશામાં ઉપયોગમાં લેવાતી હોય છે.

  પ્રતિકાત્મક તસવીર


  આઇ ડ્રોપ

  નશો કરતા લોકોની આંખો લાલ રહેતી હોય છે. તેને છુપાવવા માટે તે આઇ ડ્રોપનો સહારો લેતા હોય છે. અકારણ આવા ડ્રોપ તેના બેગમાં વારંવાર જોવા મળે તો તમારે બાળકની પુછપરછ કરવી જોઇએ.

  મૂડ બદલાતો રહેવો

  બાળકમાં વધુ પડતા મૂડ સ્વિંગ એટલે કે થોડીક વારમાં ખુશ તો અચાનક જ ગુસ્સો કે દુખી થઇ જાય તેવી સ્વભાવગત લાક્ષણિકતા જોવા મળે તો પણ ચેતવું જોઇએ. અચાનક ગુસ્સો અને ગુસ્સો દરમિયાન પોતાના પર કાબુ ગુમાવી દેવો તેવી વર્તણૂક પર પણ ધ્યાન આપવું જોઇએ.

  વજન ઓછું થવું

  સામાન્ય રીતે નશો કરતા લોકોનું વજન જલ્દીથી ઘટે છે. ખાસ કરીને જ્યારે તે ક્રિસ્ટલ મેથ કે હેરોઇન જેવા ડ્રગ્સ લઇ રહ્યો હોય ત્યારે.

  પ્રતિકાત્મક તસવીર


  એકલા રહેવું

  આવા સમયે બાળકો તેમના રૂમમાં માતા પિતાને આવવા નથી દેતા. એકલા રહેવાનું વધુ પસંદ કરે છે. માની શકાય કે સગીર વયે શારીરિક બદલાવના કારણે તેને એકલા રહેવું ગમે પણ જો આ એકલા રહેવામાં તમારી હાજરી સતત તેને ખૂંચે રાખતી હોય તો સાવચેત રહેવું જોઇએ.

  વધુ ભૂખ લાગવી

  નશો કરતા લોકોને ભૂખ વધુ લાગે છે. જો તેના ખોરાકમાં અચાનક મોટો બદલાવ આવે તો સાવચેત રહો. સાથે જ ઉપરોક્ત તમામ પરિસ્થિતિમાં મા-બાપ બનીને તેને લડવાના બદલે એક મિત્ર તરીકે તેની જોડે વાતચીત કરી, યોગ્ય સારવાર અને પ્રેમથી તેને આ લતથી દૂર કરો.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Kids, Parents, Smoking, ડ્રગ્સ, સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन