હવે ચીનનું આપણી શાકભાજી પર 'આક્રમણ'! આ રીતે બને છે ખતરનાક

 • Share this:
  બજારમાં મળતા શાકભાજીથી બચવા અનેક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે છતા આપણે તેને પેટમાં પધરાવીએ છીએ.  આજકાલ માર્કેટમાં મળતા લીલા શાકભાજી શરીરીમાં જેવી રીતે ફાયાદાકારક છે તો બીજી તરફ નુકસાન પણ કરી રહ્યા છે. જેનુ મુખ્ય કારણ છે શાકભાજીમાં વપરાતી બોગસ જંતુનાશક દવાઓ. જંતુનાશક દવાઓ નુકસાન કારક હોય જ છે પરંતુ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આજકાલ આ દવાઓમાં પણ ચીનની બોગલ દવાઓ મળી રહી છે જે વધારે ખતરનાક છે.

  શરીરમાં નોતરે છે રોગ

  શાકભાજીની ખેતીમાં જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. જેને પગલે ખેડૂતો દવાઓનો સૌથી વધારે છંટકાવ કરે છે. કૃષિ નિષ્ણાંતોના મતે જો ખેડૂતો રાસાયણિકને બદલે જૈવિક દવાનો ઉપયોગ કરે તો રોગનો ખતરો અનેકગણો ઘટી જાય.આ ઉપરાંત ખેડૂતો વધુ ઉપજ અને વધુ ભાવની લાલચમાં ઋતુ ચક્રથી વિપરીત શાકભાજીનું વાવેતર છે. જેના કારણે પણ વધુ દવાઓની જરૂર પડે છે. કારણ કે શાકભાજીનું ઉત્પાદન વધારવા મોટાપાયે વપરાય છે જંતુનાશક દવાઓ. જે તમારા શરીર માટે લાંબાગાળે નુકસાનકારક છે. આ જંતુનાશક દવાથી તમારું શરીર અનેક રોગનું ઘર બની શકે છે.

  ક્યાં થાય અસર

  શરીરમાં કેન્સર,આંખમાં બળતરા,યકૃતને નુકસાન,અંતરસ્ત્રાવોમાં અસંતુલન જેવી અસર જોવા મળે છે.રાસાયણિક દવાઓ વાળા શાકભાજી માનવ શરીરમાં એક ધીમા ઝેર રૂપે પ્રવેશ કરે છે.આ બજારમાં મળતા ઝેરી શાકભાજીથી બચવા અને યોગ્ય ઉપયોગ કરવા કૃષિ નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યાં છે.

  નિષ્ણાતોનો મત

  નિષ્ણાંતો પણ કરી રહ્યા છે કે શાકભાજીમાં વપરાતા જંતુનાશકોની અસર 4થી લઈને 20 દિવસ સુધી રહે છે. દવા વિક્રેતાઓના મતે ખેડૂતોમાં દવા વાપરવાને લઈ
  અજ્ઞાન છે. આ ઉપરાંત ચીનની બોગસ દવાઓ પણ રોગ માટે જવાબદાર છે. જંતુનાશનક દવાઓની આડઅસરથી શરીરને બચાવવા માટે શાકભાજીને હુંકાળા પાણીથી ધોયા બાદ જ ઉપયોગમાં લેવા હિતાવહ છે.
  Published by:Bhoomi Koyani
  First published: