Home /News /lifestyle /Weight Loss: શું ખરેખર હુંફાળુ પાણી પીવાથી વજન ઉતરે? જાણો આ વાત સાચી છે કે ખોટી

Weight Loss: શું ખરેખર હુંફાળુ પાણી પીવાથી વજન ઉતરે? જાણો આ વાત સાચી છે કે ખોટી

તમે પણ વજન ઉતારો છો?

Warm Water Benefits: હુંફાળુ પાણી પીવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે. હુંફાળુ પાણી તમે રોજ પીઓ છો તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ છે. હુંફાળુ પાણી તમે રોજ પીઓ છો તો તમે અનેક બીમારીઓમાંથી બચી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પાણી ઠંડુ હોય કે ગરમ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ ઠંડા પાણીની તુલનામાં ગરમ પાણી પીવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. એક સંશોધન અનુસાર ગરમ પાણી પીવાથી આઠ લાભ થઇ શકે છે. આ પાણી પીવાથી સારું પાચન થાય છે, શરીરમાંથી ખરાબ પદાર્થો નિકળે છે, સર્કુલેશન સુધારે, વજન ઘટાડે, દુખાવો ઓછો કરે, તણાવ, સાઇનેસ અને શરદી જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ સિવાય ગરમ પાણી, ચા અને કોફી પીવાથી શરીરમાં થતા નુકસાનથી બચાવવાનું કામ કરે છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..

    આ પણ વાંચો: હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લાભકારી છે મધ-લસણ

    એક સંશોધન અનુસાર 130 અને 160 ફોરેનહાઇટ તાપમાનનું પાણી શરીર માટે એક દવાના રૂપમાં કામ કરે છે, જ્યારે એના ઉપરના ટેમ્પરેચરવાળુ પાણી પીવાથી નુકસાનકારક સાબિત થઇ શકે છે. આ સાથે જ વિટામીન સી યુક્ત વસ્તુઓનું પાણી પીવાથી શરીરને અનેક લાભ થાય છે.

    વજન ઓછુ કરવા માટે ગરમ પાણી પીવુ ખૂબ ફાયદાકારક છે. ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઠીક થાય છે. આ સાથે જ તમે રેગ્યુલર ગરમ પાણી પીઓ છો તો વજન ઘટાડવામાં મદદ મળે છે. શરીરનું વજન ઘટાડવા માટે પાણી એક સૌથી સારું ઓપ્શન છે. આ સાથે જ તમારે રૂટિનમાં એક્સેસાઇઝ અને યોગા કરવા ખૂબ જરૂરી છે. આમ, જો તમે વજન ઉતારવા ઇચ્છો છો તો રોજ સવારમાં ગરમ પાણી પીવાનું શરૂ કરી દો.

    આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઇએ મૂળા

    હુંફાળુ પાણી પીવાના ફાયદા


    પેટની ચરબીને ઓગાળવા માટે હુંફાળુ પાણી પીવું ખૂબ જરૂરી છે. એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે વઘારે પાણી પીવાથી વ્યક્તિનું વજન ઓછુ કરવામાં મદદ મળે છે. આજના આ સમયમાં મોટાભાગના લોકો તેલ-મસાલાનો ખોરાક ખાતા હોય છે જેના કારણે વજન વધી જાય છે અને સાથે પાચન સંબંધીત સમસ્યાઓ પણ વધતી જાય છે.


    આ ડ્રિંકથી મળે છે ડબલ ફાયદો


    જે લોકો સવારમાં ખાલી પેટે હુંફાળુ પાણી પીવે છે એમને મોર્નિંગ ટીમાં હર્બલ ટી પીવી જોઇએ. આ તમારું વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ છે. આ સાથે જ એક્સેસાઇઝ અને યોગા કરવાથી ડેલી રૂટિનમાં વજન ઘટવામાં મદદ મળે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Drinking water, Life style, Warm water

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन