Home /News /lifestyle /

Winter Tips: શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી થશે નુકશાન, આ 10 ભૂલો કરવાથી બચવું

Winter Tips: શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી થશે નુકશાન, આ 10 ભૂલો કરવાથી બચવું

વધુ લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવાને (Take a warm bath) કારણે તમારી ત્વચાને અને શરીરને નુક્શાન પહોંચી શકે છે.

Winter Tips: શિયાળાની (Winter)ઋતુમાં શરદી, ખાંસી, તાવ અને ઈન્ફેક્શન(Infection)નો ખતરો વધી જતો હોય છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા, ગરમ પાણી અને ચા-કોફી જેવી વસ્તુઓનો ટેકો લે છે.

Winter Tips: શિયાળાની (Winter)ઋતુમાં શરદી, ખાંસી, તાવ અને ઈન્ફેક્શન(Infection)નો ખતરો વધી જતો હોય છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા, ગરમ પાણી અને ચા-કોફી જેવી વસ્તુઓનો ટેકો લે છે. પણ શું તમે જાણો છો કે ઠંડીથી બચવા (Avoid the cold) માટે અપનાવવામાં આવતી કેટલીક વસ્તુઓ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વધુ લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવાને (Take a warm bath) કારણે તમારી ત્વચાને અને શરીરને નુક્શાન પહોંચી શકે છે. આજે અમે આપને જણાવીશું કે આ શિયાળાની ઋતુમાં આપણે કેવી ભૂલો કરવાથી બચવું જરૂરી છે.

વધુ સમય સુધી ગરમ પાણીથી ન્હાવું

શિયાળાની ઋતુમાં મોટાભાગના તમામ લોકો ન્હાવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે. નિષ્ણાંતોના મત મુજબ શિયાળાની ઋતુમાં વધુ અને લાંબા સમય સુધી ગરમ પાણીથી ન્હાવું તમારા સ્વાસ્થને નુક્શાન પહોંચાડી શકે છે. આ ટેવ તમારા શરીર અને હ્રદય બંનેને નુક્શાન પહોંચાડે છે. અસલમાં ગરમ પાણી કેરાટિન નામના ખાસ સ્કિન સેલ્સને નુક્શાન પહોંચાડે છે અને ડેમેજ કરે છે. આ સેલ ડેમેજ થવાને કારણે ખંજવાળ, ડ્રાયનેસ અને રેશિસ જેવી સમસ્યા થતી હોય છે.

વધારે કપડાં

શિયાળાની ઋતુમાં ઠંડી સામે પોતાનું રક્ષણ કરવામાં કશું જ ખોટું નથી, પણ આવું કરવા માટે વધુ કપડા પહેરવાથી બચવું જોઈએ. એક સાથે વધુ ગરમ કપડા પહેરવાથી તમારુ શરીર ઓવર હીટિંગનો શિકાર થઈ શકે છે. જ્યારે પણ આપણને ઠંડી લાગે છે. ત્યારે આપણાં શરીરનું ઈમ્યુન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ બનાવે છે, જે ઈન્ફેક્શન અને રોગો સામે આપણી સુરક્ષા કરે છે. જ્યારે પણ શરીર ઓવરહીટ થાય છે, ત્યારે શરીરનું ઈમ્યુન સિસ્ટમ કાર્ય કરતું નથી.

આ પણ વાંચ: સવારના સમયે એક ચમચી દેશી ધી આપશે જબરજસ્ત ફાયદા, તમે પણ જાણી લો

વધુ ખોરાક લેવો

શિયાળાની ઋતુ એવી છે જ્યા વારંવાર ભૂખ લાગતી હોય છે અને ફુડ ઈન્ટેક વધી જતો હોય છે. આવામાં વારંવાર ભૂખ લાગવાને કારણે લોકો સ્વાસ્થની ચિંતા બાજુ પર મુકી ગમે તે ખાવાનું શરૂ કરી દે છે. જ્યારે પણ ઠંડી લાગે છે, ત્યારે તેની સામે રક્ષણ કરવા શરીર વધુ કેલેરી વાપરે છે, જેની સામે આપણે એક્સ્ટ્રા કેલરીવાળી વસ્તુઓ અને હોટ ચોકલેટ ખાઈ લેતા હોઈએ છીએ. સલાહનીય છે કે જો તમને પણ વારંવાર ભૂખ લાગતી હોય તો ફળો અને ફાઈબર યુક્ત શાકભાજીઓનું સેવન કરવું જોઈએ.

કેફિન

શિયાળાની ઋતુમાં જ્યારે પણ ઠંડી લાગતી હોય છે ત્યારે શરીરમાં ગરમી માટે લોકો ચા અને કોફીનો સહારો લેતા હોય છે. પણ તમને કદાચ એ વાતની જાણ નહી હોય કે વધુ પ્રમાણમાં કેફિનનું સેવન શરીર માટે હાનીકારક છે. એક દિવસમાં તમારે 2 કે 3 કપથી વધુ કોફીનું સેવન ન કરવું જોઈએ.

ઓછું પાણી પીવું

શિયાળામાં પરસેવો થતો ન હોવાથી પાણીની તરસ ઓછી લીગે છે. પણ એનો અર્થ એ બિલકુલ પણ નથી કે શિયાળામાં શરીરને પાણીની જરૂર નથી. યૂરીનેશન, ડાયજેશન વગેરે માટે શરીરને પાણીની જરૂર હોય છે. એવામાં જો તમે પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા, તો બોડીમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે. જેના કારણે કિડની અને ડાયજેશનમાં તકલીફ ઉભી થાય છે.

આ પણ વાંચો: Spectacle Marks: ચશ્મા પહેરવાથી નાક પર પડી ગયું છે નિશાન, તો આ ટિપ્સનો કરો ઉપયોગ

ઉંધતા પહેલા શુ કરવું

એક સંશોધન મુજબ રાત્રે ઉંધતા પહેલા તમારા હાથ અને પગને મોજા અને ગ્લવસ પહેરી કવર કરવા વધુ યોગ્ય છે. તમારી ઉંધની સારી ગુણવત્તા માટે આ ઉપાય કારગર છે.

બેડટાઈમ રુટીન

શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. જેને કારણે સિકાર્ડિયન સાઈકલ ડિસ્ટર્બ થાય છે અને ઉંધ માચે જવાબદાર હાર્મોન મોટાલોલિન પણ શરીરમાં વધી જાય છે. જેને કારણે વધુ ઉંઘ આવે છે, આળસનો અનુભવ થાય છે. આવું ન થાય તે માટે સ્લીપિંગ ટાઈમમાં જ તમારી ઉંધ બરોબર રીતે પૂરી થઈ જાય એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

બહાર જવાનું ટાળવું

શિયાળાની ઋતુમાં ઠંડી પડતી હોવાથી લોકો ઘરની બહાર જવાનું ટાળે છે અને શરીર ગરમ રાખવા માટે ઘરમાં જ સમય ગાળે છે. પણ આ ટેવ તમારા સ્વાસ્થને નુકશાન કરી શકે છે. જો તમે ઠંડીથી બચવા ઘરમાં જ બેસી રહેશો તો તમારા શરીરની ફિઝિકલ એક્ટિવિટી નહીવત થઈ જશે, જેને કારણે ઓબેસિટી થવાનો ભય રહે છે સાથે જ સૂર્યના કિરણો ન મળવાને કારણે તમારા શરીરમાં તેમાંથી મળતા વિટામિન ડીની પણ ઉણપ થશે.

આ પણ વાંચ: શિયાળામાં હિમાચલ પ્રદેશ ફરવાનો પ્લાન છે? તો આ ઓફબીટ સ્થળોએ મળશે કુદરતી સૌદર્યનો આનંદ

એક્સરસાઈઝ

શિયાળામાં ઠંડીના કારણે લોકો પથારીમાં જ પડ્યા રહેવાનું પસંદ કરે છે. શરીરના ફિઝિકલ એક્ટિવિટી બંધ થઈ જવાને કારણે ઈમ્યૂન સિસ્ટમ ધીમું પડી જાય છે. જો તમે પથારીમાં પડ્યા રહેવાને બદલે સાઈકલિંગ, વોકિંગ અતવા અન્ય કોઈ વર્કઆઉટ કરો છો તો તે તમારા સ્વાસ્થ માટે સારું છે.

સેલ્ફ મેડિકેશન

આ ઋતુમાં મોટાભાગે લોકોને ખાંસી, શરદી અને તાવની ફરિયાદ રહેતી હોય છે. એવામાં વિના ડૉક્ટરની સલાહે કોઈ પણ જાતની દવાનું સેવન તમારા સ્વાસ્થ માટે હાનિકારક અને જીવલેણ સાબિત થઈ શકે છે. આ તકલીફો કોઈ ગંભીર રોગનું પણ લક્ષણ હોઈ શકે છે માટે ડૉક્ટરની સલાહ વિના દવાનું સેવન કરવું નહી.
Published by:kuldipsinh barot
First published:

Tags: Lifestyle, Winter 2021, Winter tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन