Home /News /lifestyle /આ રહી પુરુષો માટે અનોખી 8 સેક્સ ટિપ્સ, બેડમાં પાર્ટનરને આવી રીતે આપો ભરપૂર આનંદ

આ રહી પુરુષો માટે અનોખી 8 સેક્સ ટિપ્સ, બેડમાં પાર્ટનરને આવી રીતે આપો ભરપૂર આનંદ

સેક્સના આનંદ માટે સંવાદ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે

સેક્સ (Sex) અંગે જાહેરમાં વાતચીત કરવી શરમ અને કલંક સાથે જોડાયેલું પાસું છે. લોકો સેક્સ મામલે ખુલીને વાત કરતા નથી. પરિણામે લોકોમાં સેક્સ અંગેની સમજનો અભાવ જોવા મળે છે.

  Lifestyle : આજના આધુનિક સમયમાં પણ આપણા સમાજમાં સેક્સ (Sex) અંગે જાહેરમાં વાતચીત કરવી શરમ અને કલંક સાથે જોડાયેલું પાસું છે. લોકો સેક્સ મામલે ખુલીને વાત કરતા નથી. પરિણામે લોકોમાં સેક્સ અંગેની સમજનો અભાવ જોવા મળે છે. ઘણા બધા નવયુવાનો સેક્સનું જ્ઞાન મેળવવા માટે ઈન્ટરનેટ અથવા મિત્રોની મદદ લે છે. જે તેમને ખોટી માહિતી આપી શકે છે.

  સેક્સ અંગેની વ્યાપક ભ્રમણાઓને ભાંગવા માટે News18.com દ્વારા દર શુક્રવારે સેક્સ કોલમ ‘Let’s Talk Sex’ ચલાવવામાં આવે છે. આ કોલમના માધ્યમથી સેક્સ અંગે વાતચીત શરૂ કરવા અને સેક્સને લાગતા પ્રશ્નોનો ઉકેલ લાવવનો પ્રયાસ થાય છે. આ કોલમ સેક્સોલોજીસ્ટ પ્રો. (ડો.) સારાંશ જૈન દ્વારા લખવામાં આવે છે. આજની કોલમમાં ડો. જૈને પુરુષો કઈ રીતે પોતાને ગ્રેટ લવર્સ બનાવી શકે તે અંગે પ્રકાશ પાડ્યો છે.

  મોટાભાગના પુરુષો પોતાના પાર્ટનરને શારીરિક રીતે સંતુષ્ટ અને ખુશ કરવા માંગે છે. જોકે, તે દર વખતે સરળ કામ નથી. જો પાર્ટનર સાથે સંવાદ ન હોય અને તેઓ પથારીમાં શું ઈચ્છે છે, તેની ખબર ન હોય તો આ કામ ખુબ જ મુશ્કેલ હોઈ શકે છે. સેક્સ કેવું રહેશે તે મુદ્દે ઉર્જા - મૂડ સહિતના પાસાઓ જવાબદાર છે. સેક્સ ઘણી વખત શરીર કરતા લાગણીઓ સાથે વધુ જોડાયેલ હોય છે. આમ તો ઓર્ગેઝમ્સ વિશે વિચારવું મહત્વપૂર્ણ છે, પરંતુ ફક્ત ઓર્ગેઝમ્સ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. સેક્સ માટે તમે પોતાની ખાસ ટેક્નિક અને પોઝિશન અંગે પણ વિચારી શકો છો. જોકે, પાર્ટનરને તે ખાસ હોવાનો અનુભવ કરવવાનું ભૂલશો નહીં. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને પથારીમાં પુરુષોના શાનદાર પરફોર્મન્સ માટે 8 ટિપ્સ આપવામાં આવી છે.

  આ પણ વાંચો35 રૂપિયાના આ સ્ટોકમાં કરો રોકાણ, થોડા દિવસોમાં તમને મળી શકે છે શાનદાર રિટર્ન!

  પથારીમાં સંવાદ કરો

  સેક્સના આનંદ માટે સંવાદ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તમે પથારીમાં શું ઈચ્છો છો તે અંગે તમારા પાર્ટનર સાથે ખુલ્લા મને ચર્ચા કરો. આ માટે તમે સેક્સ પહેલા વાત કરો અથવા પાર્ટનરને ગાઈડ કરવા બોડી લેન્ગવેજનો ઉપયોગ કરવો જોઈએ. પાર્ટનરને શું જોઈએ છે તેની તમને જાણ નહીં હોય તો તમે સારો સમય આપી શકશો નહીં.

  સેક્સને બેડરૂમની બહાર લઈ જાવ

  લોકો ઘરે રહ્યા કરતા વેકેશન માણતી વખતે વધુ સેક્સ કરતા હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. આપણે ઇચ્છીએ ત્યારે ફરવા ન નીકળી શકીએ. વર્તમાન મહામારીમાં તો તે ખૂબ મુશ્કેલ છે. પણ સેક્સને બેડરૂમની બહાર લઈ જવા નાની શરૂઆત કરવી જોઈએ. જે લિવિંગ રૂમથી પ્રારંભ કરી શકાય છે. એક સાથે નાહવા પણ જઈ શકો છો. રોજિંદી જીવનશૈલીમાં નાના મોટા ફેરફાર કરવાથી સેક્સ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં પ્રભાવ પડે છે.

  પાર્ટનર સાથે સેક્સ હોમવર્ક કરો

  બેડરૂમમાં નવા વિચારોને અમલમાં મુકો. તમારા પાર્ટનરના વિચાર પણ જાણવા જરૂરી છે. સાથે મળીને પોર્ન વિડીયો જોઈ શકાય છે. ઈરોટીકા વાંચવી કે બંનેને શુ સારું લાગે છે તે અંગે ચર્ચા કરવી જોઈએ. આવું કરવાથી પાર્ટનર સાથે સેક્સ દરમિયાન વધુ અનુકૂળતા રહેશે.

  આ પણ વાંચોકાળઝાળ ગરમી: દુબઈએ આ ગજબ Technologyનો કર્યો ઉપયોગ, વાદળોને ઇલેક્ટ્રિક શોક આપી કર્યો જોરદાર વરસાદ

  સેક્સટીંગ આજે પણ અસરકારક છે

  સેક્સ માત્ર બેડરૂમ પૂરતું સીમિત નથી. સેક્સ્યુઅલ કોમ્યુનિકેશન દિવસભર ચાલુ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. જો વર્ક પૂરું થયા બાદ શક્ય હોય તો ત્યારે પણ આવું કોમ્યુનિકેશન કરી શકાય છે. લંચ સમયે પાર્ટનરને સેક્સી મેસેજ , મિમ જેવું મોકલી શકાય છે. દૂર હોવ ત્યારે તમારા પાર્ટનરને જણાવો કે તમે તેના અંગે તે રીતે વિચારો છો. સંબંધ જાળવવા માટે ફ્લર્ટ કરવું પણ જરૂરી છે. ઘરે હોવ કે બહાર હોવ તે ઉર્જાને બરકરાર રાખો.

  અલગ અલગ પ્રકારના ઓર્ગેઝમ્સ

  આ સેક્સ ટીપને પુરુષો દ્વારા હંમેશા અવગણવામાં આવે છે. પુરુષો પેનાઇલ ઓર્ગેઝમને મહત્વ આપે છે. એક વાત યાદ રાખવી કે ઓર્ગેઝમનો આનંદ આખા શરીરમાં હોય છે. તમારા વિચાર જેટલા ખુલ્લા હશે આનંદ પણ એટલો જ વધુ મળશે. ઓરલ કે અનલ સહિતના ઘણા પ્રકારનો અનુભવ કરી શકાય છે.

  સેક્સ્યુઅલ હાઇજિન અંગે ભૂલશો નહીં

  સેક્સ થોડું ગંદુ હોય શકે છે, પરંતુ તેની પણ કેટલીક મર્યાદા હોય છે. જો તમે અને તમારા પાર્ટનર મોનોગેમસ અને ફ્લુઇડ બોન્ડ ધરાવતા હોય તો કોન્ડોમ કે STIs બાબતે ચિંતા કરવાની જરૂર નથી. છતાં પણ તમારે સેક્સ પહેલા અને બાદમાં હાથ ધોવા જોઈએ. પાર્ટનરને અંગોને બેક્ટેરિયા ન લાગે તે માટે ગુપ્તાંગ સાફ કરવાનું ભૂલશો નહીં.

  હસ્તમૈથુનનું રૂટિન જાળવો

  સંબંધ માટે સેક્સ મહત્વનું પાસું છે. પણ પોતાની જાત સાથે પણ સ્વસ્થ સંબંધ રાખવા આવશ્યક છે. જેથી સોલો સેક્સ માટે પણ સમય કાઢવો જોઈએ.

  સેક્સ બાદની કાળજી લેવાનું ભૂલશો નહી

  ઓર્ગેઝમ બાદ સેક્સ પૂર્ણ થઈ જતું નથી. સેક્સ બાદ પાર્ટનરની કાળજી લેવી પણ એક પ્રક્રિયા છે. ભેટવાથી આત્મીયતા અને સ્નેહનો સંચાર થાય છે અને આ બંને વસ્તી સંબંધને પ્રાથમિકતા આપવા જરૂરી છે.
  First published:

  Tags: Sexual exploitation, Sexual life, Sexual tips, Sexual Wellness, Sexual Wellness Tips