Home /News /lifestyle /

રોજ આ સમય પર અખરોટ ખાવાથી પુરુષોમાં વધે છે સ્પર્મ કાઉન્ટ, જાણી લો ખાવાની સાચી રીત

રોજ આ સમય પર અખરોટ ખાવાથી પુરુષોમાં વધે છે સ્પર્મ કાઉન્ટ, જાણી લો ખાવાની સાચી રીત

સ્પર્મ કાઉન્ટ વધારવા પુરુષો આ સમયે ખાઓ અખરોટ

Walnuts To Increase Sperm Count: અનેક પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા જરૂરિયાત કરતા બહુ ઓછા હોય છે. જે સમય જતા અનેક તકલીફો ઉભી કરે છે. આમ, જો તમારા ઘરમાં પણ કોઇ પુરુષને સ્પર્મ કાઉન્ટને લઇને કોઇ તકલીફ છે તો રોજ આ સમય પર અખરોટ ખાવાનું કહો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અખરોટ દરેક લોકો ખાતા હોય છે. પોષક તત્વોથી ભરપૂર અખરોટ અનેક રીતે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. અખરોટ ખાવાથી ગંભીર રોગો પણ દૂર થાય છે. અખરોટને બ્રેન ફુડ પણ કહેવામાં આવે છે, કારણકે આ મગજને તેજ કરવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો અખરોટનું સેવન પુરુષો માટે બહુ લાભદાયી છે? પુરુષો રોજ અખરોટ ખાય છે તો શુક્રાણુ વધારવામાં અને ફર્ટિલિટી દૂર કરવામાં મદદ મળી શકે છે. જો કે આ વિશે પુરુષો અનેક પ્રકારે અલગ-અલગ વિચારતા હોય છે. તો જાણી લો તમે પણ અખરોટ ક્યારે ખાવાથી પુરુષોમાં વધે છે સ્પર્મ કાઉન્ટ.

    એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે રોજ અખરોટ ખાવાથી પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળી શકે છે. આવું એ માટે થાય કારણકે અખરોટમાં અનેક પોષક તત્વો હોય છે જે શુક્રાણુઓને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અખરોટમાં વિટામીન ઇ, ઝિંક, સેલેનિયમ, ફોલેટ અને ઓમેગા-3 ફેટી એસિડની સાથે એન્ટી ઓક્સિડન્ટ્સનું પ્રમાણ પણ સારું હોય છે.

    જાણો સ્પર્મ કાઉન્ટ વધારવા કેટલા અખરોટ ખાવાં જોઇએ


    અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પર્મ કાઉન્ટ વધારવા અને ફર્ટિલિટીમાં સુધારો લાવવા પુરુષોએ દિવસમાં 70 થી 75 ગ્રામ અખરોટ ખાઇ શકે છે. આનાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે.

    આ પણ વાંચો: અહિંયા મળે છે સાવ સસ્તાં અને સારા કપડાં

    સ્પર્મ કાઉન્ટ વધારવા આ રીતે ખાઓ અખરોટ


    સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અખરોટનું સેવન કરવું બહુ જરૂરી છે. પરંતુ તમારે સૌથી ખાસ ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે, આ માટે હંમેશા પલાળેલા અખરોટ ખાઓ. આ માટે તમારે અખરોટને ઓછામાં ઓછા 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળવાના છે અને પછી ખાવાના ઉપયોગમાં લેવાના રહેશે.

    જાણો અખરોટ ખાવાનો સાચો સમય


    ડાયટિશીયનના અનુસાર આમ તો તમે ગમે તે સમયે અખરોટ ખાઇ શકો છો. પરંતુ જો સવારમાં ખાલી પેટે અખરોટ ખાઓ છો તો સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

    આ પણ વાંચો: યુવા ભારતીયોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે

    પુરુષ આખી રાત પાણીમાં પલાળેલા અખરોટનું સેવન રોજ સવારમાં કરે છે સ્પર્મ કાઉન્ટ વધે છે અને સાથે સ્વાસ્થ્ય પણ સારું થાય છે. સ્પર્મ કાઉન્ટ વધવા દરેક પુરુષ માટે ખૂબ જરૂરી છે. અખરોટ તમારા શરીરમાં રહેલી બીજી ઉણપને પણ દૂર કરવાનું કામ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Sperm, લાઇફ સ્ટાઇલ, હેલ્ધી લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन