Complete સ્કિન કેર માટે પરફેક્ટ છે અખરોટ, બસ આ રીતે કરો ઉપયોગ

News18 Gujarati
Updated: March 2, 2020, 2:53 PM IST
Complete સ્કિન કેર માટે પરફેક્ટ છે અખરોટ, બસ આ રીતે કરો ઉપયોગ
અખરોટ (walnut)

અખરોટનો ક્લીન અપ, સ્ક્રબ તરીકે ઉપયોગ કરી તમારા ત્વચાની રંગત સુધારો.

  • Share this:
અખરોટના અનેક ઉપયોગ છે જે તમને એક સુંદર, સ્વસ્થ ત્વચા અને શરીર આપવામાં મદદરૂપ થઇ શકે છે. ડ્રાયફ્રૂટની દ્રષ્ટ્રિએ અખરોટ તમારા શરીરને તંદુરસ્ત બનાવે છે પણ ત્વચા માટે પણ તેના ઉપયોગ તમારી ત્વચાને નિખારે છે. બજારમાં મળતા મોંધા સ્ક્રીન પ્રોડક્ટ કરતા શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે બ્યૂટી પ્રોડક્ટર તરીકે અખરોટનો ઉપયોગ કરો. તમે અખરોટનો ક્લીન અપ, સ્ક્રબ તરીકે ઉપયોગ કરી તમારા ત્વચાની રંગત સુધારી શકો છો.
નેચરલ સ્ક્રબ

અખરોટ (Walnut) અંદર જે પોષક તત્વો હોય છે તે તમારા ત્વચાનું અંદરથી સુંદર કરવા માટે ફાયદાકારક હોય છે. તમે તેનો ઉપયોગ સ્ક્રબ તરીકે કરી શકો છો. અને આ સ્ક્રબર તમે ઘરે જ બનાવી શકો છો. આ છે રીત...

અખરોટનો સ્ક્રબ બનાવવા માટે પહેલા બે અખરોટને પીસી લો. તેમાં એક ચરચી ખાંડ અને મધ નાંખો. તે પછી સ્ક્રબને ચહેરા પર લગાવી સર્કુલર અને એન્ટી સર્કલર મોશનમાં મસાજ કરો. સ્ક્રબ બહુ પતળો ન બનાવતા. અને આ અખરોટના આ ઉપયોગથી તમે બ્લેકહેડ્સ પણ નીકાળી શકો છો.

વધુમાં તમે અખરોટનો ફેસપેક બનાવવા માંગો છો તો તે પણ તમારી ત્વચાને મુલાયમ કરવામાં મદદરૂપ થશે. અખરોટનું ફેસપેક ઘરે બનાવવા માટે એક ચમચીથી અખરોટને મીક્સમાં ભૂકો કરો. પછી આ અખરોટના પાવડરમાં ઓલિવ ઓઇલ, 1 ચમચી ગુલાબ જળ, 1 ચમચી મધ મેળવીને સ્મૂધ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. અને પેસ્ટ સૂકાઇ જાય એટલે ચહેરો પાણીથી સાફ કરી લો. સપ્તાહમાં 2 થી 3 વાર આ પેસ્ટનો ઉપયોગ કરો.

Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી સર્વ સામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતો. આનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત જાણકારનો સંપર્ક કરો.
First published: March 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading