આ યોગાસનથી ચરબીનાં થર ઉતારશે, ગોઠણનો દુખાવ અને વર્ટિગો થશે દૂર

લોહીનો પ્રવાહ માથા તરફ આવે છે જેથી તાજું લોહી અને ઓક્સિજન સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમને પહોંચે છે. જેનાંથી સ્ટ્રેસ દૂર થાય છે અને તમે ખુશ રહો છો

લોહીનો પ્રવાહ માથા તરફ આવે છે જેથી તાજું લોહી અને ઓક્સિજન સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમને પહોંચે છે. જેનાંથી સ્ટ્રેસ દૂર થાય છે અને તમે ખુશ રહો છો

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વિશ્વ યોગ દિવસને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનાં ટ્વિટર પેજ પર દરરોજ એક આસનનો વીડિયો શેર કરવા લાગ્યા છે. તેઓ લોકોને યોગ વિશેનું સાચુ જ્ઞાન અને સમજણ પુરી પાડવા આ કામ કર્યુ છે. તેમજ તેઓ ઇચ્છે છે કે લોકો યોગ તરફ વળે અને આપણી સંસ્કૃતિને આગળ ધપાવે. સાથે જ યોગની મદદથી ફિટ અને હેલ્ધી પણ રહે.

  આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનાં ટ્વિટર પેજ પર વૃક્ષાસનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે વૃક્ષાસન કેવી રીતે કરી શકાય તેની રીત સંપૂર્ણ સરળ રીતે સમજી શાકય તે રીતે શેર કરી છે. આ વીડિયો ત્રણ કલાકમાં જ 20 હજાર વખત જોવાઇ ગયો છે. અને હજારો લોક તેને શેર પણ કરી ચુક્યા છે. તેઓ દરરોજ #YogaDay2019 નાં હેઝટેગ હેઠળ એક યોગઆસનનો વીડિયો શેર કરી રહ્યાં છે.

  ત્યારે ચાલો નજર કરીએ વૃક્ષાસનનાં ફાયદા પર
  -આ આસન સંપૂર્ણ શરીરની પૂરેપૂરી તાકાત વિકસાવે છે.
  -બોડી અને માઇન્ડનું બેલેન્સ મેઇન્ટેઇન કરે છે અને એકાગ્રતા વધારે છે
  -ખભા, બાજુ અને કાંડાની તાકાત છાતીને પૂરેપૂરી એક્સ્પાન્ડ કરે છે.
  -આખા શરીરનું સંપૂર્ણ સ્ટ્રેચિંગ થાય છે તેનાંથી શરીરનાં તમામ સાંધાના દુખાવા દૂર થઇ જાય છે.
  -બોડી ફ્લેક્સિબલ થાય છે અને મસલ્સ મજબૂત થાય છે.
  -લોહીનો પ્રવાહ માથા તરફ આવે છે જેથી તાજું લોહી અને ઓક્સિજન સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમને પહોંચે છે. જેનાંથી સ્ટ્રેસ દૂર થાય છે અને તમે ખુશ રહો છો
  -માથા તરફ લોહી પહોંચવાથી અને ઓક્સિજન સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમ સુધી પહોંચવાથી વર્ટિગોની સમસ્યામાં પણ રાહત મળે છે.
  -શરીરનું સ્ટ્રેચિંગ થવાથી તમારા પેટનાં મસલ્સ ખેચાય છે. નિયમિત યોગથી વધારાની ચરબી ઓગળે છે.  વૃક્ષાસન કરવાની રીત
  - સીધા ઊભા રહો.
  -આંખોનાં પલકારા મારો.  અને મન શાંત કરો
  -ઊંડો શ્વાસ લો, શરીરને હળવું બનાવી દો
  - હવે જમણા પગને વાળીને ડાબા પગ પર રાખો.
  - બંને હથેળીઓને પ્રાર્થના મુદ્રામાં છાતીની નજીક લાવો.
  - તમારા જમણા પગના તળિયાથી ડાબા પગને દબાવો.
  - ડાબા પગના તળિયાને જમીન પર દબાવો.
  - માથાને સીધું રાખો અને સામેની તરફ જુઓ.
  - શ્વાસ લેતા તમારા હાથને માથાની ઉપર લઈ જાવ.
  - 20 સેકેન્ડ આ પોઝિશનમાં રહો. 4થી 5 વખત આ પ્રક્રિયા રિપીટ કરો
  Published by:Margi Pandya
  First published: