Home /News /lifestyle /

વિટામીન Kનું સેવન તમને આ તકલીફોથી બચાવશે, જાણો કયા આહારમાંથી મળે છે Vitamin K

વિટામીન Kનું સેવન તમને આ તકલીફોથી બચાવશે, જાણો કયા આહારમાંથી મળે છે Vitamin K

વિટામીન કે શરીર માટે ખૂબ જરૂરી (પ્રતીકાત્મક તસવીર)

Vitamin k sources and functions: ભોજન આપણી ભૂખ સંતોષવા સિવાય આપણા શરીરને જરૂરી લગભગ દરેક પ્રકારના તત્વો પણ પૂરા પાડે છે. આ તત્વોમાં વિટામીન, મિનરલ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ અને ચરબીનો સમાવેશ થાય છે.

મુંબઈ: માણસ ખાવાનું ખાય તેની પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે ભૂખ, પરંતુ શું ભોજન માત્ર આપણી ભૂખ સંતોષવાનું જ કામ કરે છે? ના, ભોજનનું મહત્ત્વ આપણા સૌના જીવનમાં શ્વાસ લેવા જેટલું જ છે. જેથી પૌરાણિક ગ્રંથોથી માંડીને મોડર્ન મેડિકલ જર્નલ સુધી સૌમાં ભોજનને માણસજાત માટે અતી જરૂરી દર્શાવામાં આવ્યું છે. ભોજન લેવું જેટલું મહત્ત્વનું છે તેટલું જ મહત્ત્વનું કેવું ભોજન લીધું તે પણ છે. ભોજન આપણી ભૂખ સંતોષવા સિવાય આપણા શરીરને જરૂરી લગભગ દરેક પ્રકારના તત્વો પણ પૂરા પાડે છે. આ તત્વોમાં વિટામીન, મિનરલ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ અને ચરબીનો સમાવેશ થાય છે.

મિનરલ, ફાયબર, પ્રોટીન, કેલ્શિયમ અને ચરબી આપણા શરીર માટે જરૂરી છે, પરંતુ વિટામીન જેટલા નહીં કારણ કે આપણું શરીર ચલાવવા માટે સૌથી જરૂરી વિટામીન હોય છે. વિટામીન સિવાયના લગભગ દરેક તત્વો આપણું શરીર જાતે પેદા કરે છે. જેના કારણે તેમની ઉણપ આપણા શરીરમાં વધુ જાણતી નથી અને જો જણાય તો પણ તેને સેહલાયપૂર્વક ભરી શકાય છે. વિટામીન પણ આપણું શરીર પેદા કરે છે. જોકે તેની માત્રા ખૂબ ઓછી હોવાને કારણે આપણે વિટામીન માટે આપણે ખોરાક અને પાણી પર નિર્ભર રેહવું પડે છે.

વિટામીન એટલે શું?

આપણા ખોરાકમાં ચરબી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ, ફાયબર વગેરે ઘટકો હોય છે. 12મી સદીમાં વૈજ્ઞાનિકોએ એક નવું દ્રવ્ય શોધી કાઢયું હતું. જે રોગોથી માનવ શરીરને બચાવે છે. તેને વિટામીન નામ આપવામાં આવ્યું. વિટામીન માનવ શરીરમાં પ્રવેશ કર્યા બાદ સીધી જ શકિત પ્રદાન નથી કરતા, પરંતુ પ્રોટીન અને અન્ઝાઇમ સાથે મળીને રોગ પ્રતિકારક શકિત વધારે છે. વિટામીનનો શરીરમાં સંગ્રહ થતો નથી. તેથી તે શરીરને પ્રતિદિન ખોરાકમાંથી જ મળી રહે તે મુજબ ખોરાક લેવો અનિવાર્ય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે વિટામીન Kના મહત્ત્વ વિશે જાણીશું.

વિટામીન Kના કાર્યો:

લોહી ગંઠાવાની ક્રિયામાં મદદરૂપ

શરીરમાં વિટામીન કેની ઉણપ હોય તો એનિમિયા જેવો રોગ થઈ શકે છે. એનિયાને કારણે શરીરમાં નબળાઈ આવી શકે છે. આવામાં તમે થાકેલા કે મૂરઝાયેલા લાગી શકો છો. વિટામીન કે શરીરના હાડકા સુધી કેલ્શિયમ પહોંચાડવામાં સહાયક છે, જે લોહીના સ્રાવ સમયે લોહી ઘટ્ટ બનાવી તેને રોકી લે છે. વિટામીન કે શરીરમાં બ્લડ સરક્યુલેશન નિયંત્રિત રાખે છે.

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ

વિટામીન-K હૃદયના દર્દીએ ડાયેટમાં ખાસ અપનાવું જોઇએ. તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે, સાથે જ ધમનીઓને પણ સ્વસ્થ અને મજબૂત બનાવે છે. વિટામીન K ના સેવન થી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે.

હાડકા માટે જરુરી વિટામીન K

હાડકાં સ્વસ્થ અને મજબૂત રાખવા માટે વિટામીન કે જરૂરી છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વિટામીન કેના સેવન અને હાડકાની ઘનતા વચ્ચે નોંધપાત્ર સંબંધ છે. આ પોષક તત્ત્વોની ઉણપથી ઓસ્ટીયોપોરોસિસ પણ થઈ શકે છે. જે ઘણીવાર તમારા સાંધા અને હાડકામાં દુખાવો કરી શકે છે. સાથે જ વિટામીન K ફ્રેકચર થતો પણ અટકાવે છે, હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને કેલ્શિયમને હાડકાં સુધી પહોંચાડવામાં શરીરને વિટામીન-Kની જરૂર પડે છે.

માનસિક સ્વાસ્થ માટે જરુરી

અભ્યાસથી જાણવા મળ્યું છે કે વિટામીન કે પુખ્ત વયનાં લોકોમાં માનસિક સમસ્યાઓ ઘટાડવામાં પણ ઉપયોગી છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં વિટામીન કેનું પ્રમાણ નીશ્ચિત કરીને બલ્ડ ક્લોટિંગ અને ડેંમેંશિયા અટકાવી શકાય છે.

અતિશય લોહી વહેવું

વિટામીન K ની ઉણપને કારણે વધુ પડતું લોહી વહી જાય છે. આમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી મૃત્યુનું જોખમ વધારે હોય છે. વધુ માસિકસ્ત્રાવ અને નાકમાંથી લોહી વહેવું એ વિટામીન કેની ઉણપથી હોઈ શકે છે. આવા કેટલાક સંકેતોથી આ ઉણપને ઓળખી શકાય છે

પેઢાની સમસ્યાઓ

પેઢા અને દાંતની સમસ્યાઓ વિટામીન કેની ઉણપના અન્ય કેટલાક સામાન્ય લક્ષણો છે. વિટામીન કે 2 ઓસ્ટિઓકાલસિન નામના પ્રોટીનના સક્રિયકરણ માટે જવાબદાર છે. આ પ્રોટીન દાંતમાં કેલ્શિયમ અને ખનિજોનું પરિવહન કરે છે, જેના કારણે આ સિસ્ટમ ખોરવાઈ જાય છે અને આપણા દાંત નબળા થઈ જાય છે. આ પ્રક્રિયા દાંતના નુકશાન અને પેઢા તેમજ દાંતમાંથી વધુ પડતા રક્તસ્રાવ તરફ દોરી જાય છે.

ક્યાં આહારથી મેળવી શકાય વિટામીન K

નિષ્ણાંતો અનુસાર દરેક લીલા પાંદડા વાળી શાકભાજીમાંથી વિટામીન કે મેળવી શકાય છે. આ સિવાય માંસ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા અને સોયાબીનમાંથી પણ તે મળે છે. કેટલાક વનસ્પતિ તેલ અને ફળોમાં પણ વિટામીન કે જોવા મળે છે. એક કપ કાચા લીલા પાલકમાં 145 MG અને ચમચી સોયાબીન તેલમાં 25 MG વિટામીન કે હોય છે. વિટામીન કે નો ઈન્ટેક કેટલો હોવો જોઈએ એ બાબત ઉંમર અને લિંગ પર આધાર રાખે છે. 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે દૈનિક 90 માઈક્રોગ્રામ અને પુરુષોમાં 120 માઈક્રોગ્રામ વિટામીન કે ની જરુર હોય છે.

આ પણ વાંચો: ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રાખવી છે? આ વિટામીનને ડાયેટમાં સામેલ કરો

વિટામીનનું મુખ્ય કામ આપણા શરીરમાં રહેલા તત્વોનું બેલેન્સ બનાવી શરીરના વિવિધ અંગને સ્વસ્થ રાખવાનું છે માટે વિટામીનની ઉણપ થવા પર આપણને શરીરના વિવિધ અંગમાં તકલીફ થાય છે. વિટામીનના આ 13 પ્રકારમાં વિટામીન A, C, D, E, K અને વિટામીન B ના આંઠ પ્રકારના સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Lifestyle, VITAMIN, આરોગ્ય, ખોરાક

આગામી સમાચાર