વિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે!

News18 Gujarati
Updated: September 29, 2020, 12:37 PM IST
વિટામિન D: શા માટે આના વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે!
વિટામિન ડી

જેઓ સામાન્ય રીતે તડકામાં પૂરતો સમય નથી વિતાવતા તે વિટામિન D ની ઉણપનો ભોગ બની શકે છે.

  • Share this:
વિટામિન D નું મહત્વ જાણીતું થઈ રહ્યું છે કારણ કે તે હાડકાંને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે, પરંતુ હાલમાં લોકોની શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ હોવાથી સક્રિય જીવન જાળવવા માટે વિટામિન D ની ભૂમિકાને ઘણું મહત્વ મળ્યું છે. હું માનું છું કે વિટામિન D ની ઉણપ સાથે સંકળાયેલ વિવિધ પ્રકારની આરોગ્યની સ્થિતિઓ વિષે વાત કરવાનો સમય આવી ગયો છે.

તબીબી વ્યાવસાયિક તરીકે મેં દર્દીઓમાં નબળા સ્વાસ્થ્યના સંકેતો જોયા છે જેને કારણે હાડકાં/સ્નાયુઓમાં દુખાવો શરૂ થાય છે. આરોગ્યમાં બગાડનું સૌથી મોટું અંતર્ગત કારણ વિટામિન D ની ઉણપ છે. તેથી જ વિટામિન D વપરાશને ધ્યાનમાં રાખવું અને ઉણપના પ્રારંભિક સંકેતોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હું માનું છું કે હાલ આરોગ્ય સંબંધિત વિવિધ સંકટો ઉપર પ્રકાશ પાડવાનો સારો સમય આવી ગયો છે. જ્યારે આપણી કામ કરવાની ટેવ બદલાઈ ગઈ છે જેથી અન્ય પરિસ્થિતિઓ બગાડવા લાગી છે. તબીબી વ્યાવસાયિક તરીકે મેં છેલ્લા કેટલાક મહિનામાં બેઠાડુ જીવન જીવતા દર્દીઓમાં નબળા સ્વાસ્થ્યના સંકેતો જોયા છે જેના પરિણામે તેમને હાડકાંમાં દુખાવો શરૂ થાય છે. આરોગ્યમાં બગાડનું સૌથી મોટું અંતર્ગત કારણ વિટામિન D ની ઉણપ છે. તેથી જ વિટામિન D વપરાશને ધ્યાનમાં રાખવું અને ઉણપના પ્રારંભિક સંકેતોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિટામિન Dની અછત વિશ્વભરની લગભગ 50% વસ્તીને અસર કરે છે. તાજેતરના ડેટાથી જાણવા મળ્યું છે કે 76% જેટલા ભારતીયોમાં વિટામિન Dનું પ્રમાણ પૂરતું નથી. ડેટામાં એ પણ જાણવા મળ્યું છે કે 18-30 વર્ષના ભારતીયોમાં ઉણપનો વ્યાપ સૌથી વધુ છે, જે દેશના તમામ પ્રદેશોમાં સમાનરૂપે ફેલાયેલો છે.વિટામિન D ની ઉણપ લો બોન માસ અને મસલ વિકનેસ સાથે સંકળાયેલ છે, જેના પરિણામે ફ્રેકચર અને સ્ટિઓમેલેસિયા (હાડકાંનું નરમ પાડવું), સ્ટિઓપેનિઆ અને સ્ટિઓપોરોસિસ જેવા બોન ડિસઓર્ડરના જોખમમાં વધારો થાય છે.

રિસર્ચ રિપોર્ટ પણ હૃદય રોગ, ટાઇપ -2 ડાયાબિટીઝ, ફ્રેકચર, ડિપ્રેશન, કેન્સર અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સામે વિટામિન D ની સંભવિત ભૂમિકાને સમર્થન આપે છે.પરંતુ આ લક્ષણોને ધ્યાનમાં રાખીને આ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે વિટામિન D જેવા આવશ્યક પોષક તત્ત્વોનો અભાવ લોકોની આરોગ્ય સ્થિતિ પર વિવિધ રીતે અસર કરી શકે છે. હું મારા દર્દીઓને એજ સલાહ આપું છું કે આવી ઘટનાને ટાળવા માટે સારા સ્વાસ્થ્યની મૂળભૂત બાબતોની હમેશા કાળજી લેવી જોઈએ.

પ્રતિકાત્મક તસવીર
વિટામિન ડીના સ્ત્રોત

તકનીકી રૂપે, પુખ્ત વયના લોકોએ વિટામિન D લગભગ 30 ng/ml ના પ્રમાણમાં જાળવવાની જરૂર છે. વિટામિન D નો કાર્યક્ષમ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જે ત્વચામાં વિટામિન D ના અંતર્ગત સંશ્લેષણ માં મદદ કરે છે. એવો અમુક જ ખોરાક છે જે વિટામિન D નો દૈનિક પુરવઠો પૂરો પાડી શકે છે; મોટે ભાગે સેલ્મોન અને ટ્યૂના માછલી, ફિશ લીવર ઓઇલ, ચીઝ અને એગ યોલ્ક વિટામિન D ના સારા સ્ત્રોત છે. ઇંડા હકીકતમાં બાળકો માટે વિટામિન D નો શ્રેષ્ઠ સ્રોત છે. આની સાથે, દિવસમાં બે વાર સવારે 10 થી 3 દરમિયાન 10-15 મિનિટ સુધીનો તડકો તમારી દૈનિક વિટામિન ડી આવશ્યકતાઓને પૂર્ણ કરે છે. હું મોટાભાગના દર્દીઓને સલાહ આપું છું કે આમાંના જે પણ વિટામિન D સ્રોત તેમના માટે સૌથી વધુ સુલભ હોય તેની દૈનિક માત્રા ની તેમને ખાતરી કરવી. જો છતાં કોઈ ખામી હોય તો, તેઓ વિટામિન D પૂરવણીઓ સાથે તેને પૂરી કરી શકે છે.

વિટામિન D ની ઉણપનું કારણ શું છે?

જેઓ સામાન્ય રીતે તડકામાં પૂરતો સમય નથી વિતાવતા તે વિટામિન D ની ઉણપનો ભોગ બની શકે છે. આ અન્ય કારણોસર થઈ શકે છે જેમ કે નબળો સૂર્યપ્રકાશ, અથવા 30 થી વધુ SPFની વપરાયેલ સનસ્ક્રીન. તમારી ત્વચાનો રંગ તમારા શરીરમાં વિટામિન D નો જથ્થો ઉત્પન્ન કરવા તમારે કેટલો સમય ઘરની બાહર વિતવો તે નક્કી કરવામાં મોટો ફાળો આપે છે.

જાડાપણું(ઓબેસિટી) વિટામિન D ની ઉણપ સાથે સંકળાયેલ છે, સામાન્ય રીતે બેરીયાટ્રિક દર્દીઓના આહારમાં વિટામિન D નું ઘટેલું શોષણ અને ફેટ માલબ્સોર્પ્શન સિન્ડ્રોમને કારણે થાય છે, જેમાં નાના આંતરડા પોષક તત્વોને શોષી શકતા નથી. ત્યાર બાદ ઉમર જેવા વધુ અન્ય કારણો છે, જે શરીરની વિટામિન D સંશ્લેષણ ક્ષમતાઓને ધીમે ધીમે ઘટાડે છે. પરંતુ આ સંચિત અસરો સમયસર કાર્યવાહી સાથે કાબુમાં કરી શકાય છે.

શું ફક્ત ચિકિત્સકની ભલામણ બાદ જ ઉણપ માટે પૂરવણીઓ લેવાનું વિચારવું?


ચિકિત્સકની ભલામણોના આધારે પૂરક માટે ભારતમાં અનેક પ્રકારનાં ફોર્મ્યુલેશન ઉપલબ્ધ છે. ગ્રેન્યુલ્સ/ટેબ્સ/કેપ્સ જેવા ફોર્મ્યુલેશનને વધુ સારા શોષણ માટે ચરબીવાળા ઉત્પાદનો સાથે લેવાય છે અને નેનો લિક્વિડ ફોર્મ્યુલેશન પણ છે. વિટામિન D નેનોપાર્ટિકલ ફોર્મ્યુલેશન સાથેના અભ્યાસમાં પ્રવાહી ફોર્મ્યુલેશનની સારી અસરકારકતા સાથે દર્દીની જીવનશૈલીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારણા દર્શાવવામાં આવી છે. તમારા ચિકિત્સક તમારા માટે સૌથી યોગ્ય શું છે તે નક્કી કરી શકે છે .


ચિકિત્સકો, આરોગ્ય અધિકારીઓ ચિંતાઓને દૂર કરવા અને વિવિધ શિશુઓથી લઈને વડીલો સુધી, વિવિધ વયના લોકોમાં વિટામિન D ની અછતની જરૂરિયાતો વિશે વધુ જાગૃતિ લાવવાનાં પગલાં લઈ રહ્યા છે.

Abbott નું D સ્ટ્રોંગ, એક્ટિવ લાઇફ’ અભિયાન આરોગ્યના મુદ્દા પર ધ્યાન આપે છે જે આપણા દેશના સુખાકારી માટે અગત્યનું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

સૂચના:

Abbott ઈન્ડિયા સાથે ભાગીદારીની પોસ્ટ છે, જે ‘ડો. અભ્યુદય વર્મા. એમ.ડી. (જનરલ મેડિસિન), ઇંદોરના SEWA ક્લિનિકમાં ડી.એન.બી. એન્ડોક્રિનોલોજી કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ દ્વારા લખાયેલ છે.’

Dr. A verma


અહી આપેલ માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ માટે છે અને તે કોઈ તબીબી સલાહ નથી. તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે કૃપા કરીને તમારા ચિકિત્સકની સલાહ લો.

References:

  1. Ritu G, Gupta A. Vitamin D Deficiency in India: Prevalence, Causalities and Interventions. Nutrients 2014, 6, 729-775
  2. Aparna P et al. Vitamin D deficiency in India. Family Med Prim Care. 2018 Mar-Apr; 7(2): 324–330.
  3. Goel S. Vitamin D status in Indian subjects: a retrospective analysis. Int J Res Orthop. 2020 May;6(3):603-610
  4. Zhang and Naughton. Vitamin D in health and disease: Current perspectives. Nutrition Journal 2010, 9:65
  5. Khadilkar SS. The Emerging Role of Vitamin D3 in Women’s Health. J Obstet Gynaecol India. 2013 Jun; 63(3): 147–150
  6. Bohon TM, Goolsby MA. The Role of Vitamin D Supplements in Women’s Health. Clin Med Insights Womens Health. 2013; 6: 67–70
  7. Aspray TJ. Vitamin D in Musculoskeletal Health and Beyond. Calcified Tissue International volume 106, pages1–2(2020)
  8. Bothiraja C, Pawar A & Deshpande G. Ex vivo absorption study of a nanoparticle based novel drug delivery system of vitamin D3(Arachitol Nano™) using everted intestinal sac technique. J Pharma Investig. 2016;46(5):425-432.
This is a partnered post.
Published by: Chaitali Shukla
First published: September 29, 2020, 12:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading