Home /News /lifestyle /શું તમારા શરીરમાં છે Vitamin Dની ઉણપ? તો આ 7 આહારને કરો તમારા ડાયટમાં સામેલ
શું તમારા શરીરમાં છે Vitamin Dની ઉણપ? તો આ 7 આહારને કરો તમારા ડાયટમાં સામેલ
વિટામિન Dનો છે આ શ્રેષ્ઠ સ્ત્રોત
શરીરમાં વિટમિન ડી (Vitamin D)ની યોગ્ય માત્રા દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. વિટામિન ડી હાડકાઓ (Bones) માટે ફાયદાકારક છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે. શરીરમાં વિટામિન ડીની કમી ડિપ્રેશન (Depression) પેદા કરી શકે છે.
શરીરમાં વિટમિન ડી (Vitamin D)ની યોગ્ય માત્રા દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. વિટામિન ડી હાડકાઓ (Bones) માટે ફાયદાકારક છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે. શરીરમાં વિટામિન ડીની કમી ડિપ્રેશન (Depression) પેદા કરી શકે છે. પરંતુ આજની ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલમાં આપણે તેના પર ધ્યાન આપી શકતા નથી. તેથી અમે તમને અમુક આહાર (Food) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે પ્રચૂર માત્રામાં વિટામિન ડી (Vitamin D Rich Food) ધરાવે છે.
ગાયનું દૂધ- ગાયનું દુધ તમારી દૈનિક વિટામિન ડીની જરૂરિયાતના 20 ટકા ભાગ પૂરો કરે છે. આ સિવાય તેમાંથી કેલ્શિયમ પણ મળી રહે છે. તમારે સંપૂર્ણ ચરબીયુક્ત દૂધ પીવું. કારણ કે તેમાં વિટામિન ડીની માત્રા વધુ હોય છે.
દહીંનું સેવન- પ્રોટીનથી સમૃદ્ધ, દહીંમાં વિટામિન ડી પણ હોય છે અને યુએસડીએ ન્યુટ્રિશન ડેટા અનુસાર, 8-ઔંસ દીઠ લગભગ 5 આઇયુ હોય છે. જો તમે બહારથી દહીં ખરીદતા પહેલા લેબલ જરૂર વાંચો, કારણ કે દહીંના આ ફોર્ટિફાઇટ ફ્લેવર્સ સ્વાદના ચક્કરમાં વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરી દે છે. તેથી શક્ય હોય તો ઘરે બનેલું દહીં ખાવું.
સંતરામાંથી મળશે વિટામિન ડી- સંતરાના જ્યુસમાં વિટામિન ડી અને વિટામિન સીની માત્રા ખૂબ સારી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. નાસ્તામાં રોજ તાજા સંતરાનો રસ સામેલ કરવાથી તમને દિવસભર સ્ફુર્તિનો અહેસાસ થશે.
ભૈડકુ (દલિયા)- અન્ય અનાજની જેમ દલિયા પણ વિટામિન ડીની પ્રચૂર માત્રા ધરાવે છે. આ સિવાય ઓટ્સમાં જરૂરી ખનીજો અને વિટમિન ઉપરાંત કાર્બ્સ પણ હોય છે.
મશરૂમ- મશરૂમ સૂર્યના પ્રકાશમાં જ ઉછરે છે અને તેથી તેમાં વિટામિન ડી ભરપૂર હોય છે. ઉપરાંત મશરૂમમાંથી તમને વિટામિન બી 1, બી 2, બી 5 પણ મળી રહેશે. યાદ રાખો કે પ્રાકૃતિક સૂર્ય પ્રકાશમાં ઉગતા મશરૂમનું સેવન કરવું.
એગ યોક-ઇંડાના યોલ્કમાં પણ વિટામિન ડીનું પ્રમાણ ખૂબ સારું હોય છે. તેમાં વધુ કેલેરી અને ચરબી પણ હોય છે. જોકે, તેમાં પ્રોટીન અને સારા કાર્બ્સ પણ રહેલા છે. પરંતુ દિવસ દરમિયાન એકથી વધુ ઇંડાનો યોલ્ક ન ખાવો.
ફેટી ફીશ- જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે તો તમે ફેટી ફીશને તમારા આહારમાં સામેલ કરી શકો છો. તે વિટામિન ડીથી ભરપૂર હોય છે. આ સાથે જ તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ પણ પ્રચૂર માત્રામાં હોય છે.
વિટામિન ડીની ઉણપના લક્ષણો
- જો તમે વધુ થાક અનુભવો છો તમારા શરીરમાં વિટામિન ડીની કમી હોઇ શકે છે. - સાંધાનો કે સ્નાયુઓનો દુખાવો, શરીરમાં સામાન્ય નબળાઇ કે ચાલવામાં મુશ્કેલી થવી .- ખૂબ વધુ વાળ ખરવા - ઇજાઓમાં રૂઝ ન આવવી અથવા ખૂબ સમય લાગવો - લાંબા સમયની પાચન સંબંધિત સમસ્યા - શરીરમાં વિટામિન ડીની ઉણપવાળા મોટાભાગના લોકોને હતાશાનો સામનો કરવો પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર