Home /News /lifestyle /Vitamin D deficiency: શરીરમાં આ 5 ફેરફાર થાય તો સમજી લો વિટામીન ડીની છે ઉણપ, જાણો લક્ષણો અને ઉપાયો

Vitamin D deficiency: શરીરમાં આ 5 ફેરફાર થાય તો સમજી લો વિટામીન ડીની છે ઉણપ, જાણો લક્ષણો અને ઉપાયો

આ છે વિટામીન ડી ઉણપના લક્ષણો

Vitamin D deficiency symptoms and remedies: શરીરમાં વિટામીન ડીની ઉણપ થાય તો તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો. શરીરમાં વિટામીન ડીની ઉણપથી અનેક પ્રકારના ફેરફારો થવા લાગે છે અને સાથે શરીર અનેક સંકતો પણ આપે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક:  આપણાં દેશમાં મોટી સંખ્યામાં લોકોમાં વિટામીન ડી (vitamin-D) ની ઉણપ હોય છે. એવામાં એ જાણવું ખાસ જરૂરી છે કે શું તમારા ક્યાંક વિટામીન ડીની ઉણપ તો નથીને? વિટામીન ડીને સનશાઇન પણ કહેવામાં આવે છે કારણકે વિટામીનનો સૌથી મોટો સોર્સ સનલાઇ ટે એટલે કે સૂરજના કિરણો છે. બાખી વિટામીન્સની વાત કરીએ તો એ આપણને ખોરાકમાંથી પણ મળી રહે છે. આપણાં શરીરને ફિટ રાખવા માટે વિટામીન્સનું મહત્વ ખૂબ છે. આપણાં હાડકાં અને માંશપેશિઓને મજબૂત રાખવા માટે વિટામીનની જરૂર ખૂબ હોય છે.

    તમને જણાવી દઇએ કે મગજથી લઇને વાળ સુધી..એમ દરેકને હેલ્ધી રાખવા માટે વિટામીન્સની જરૂર પડતી હોય છે. રિસર્ચનું માનીએ તો 70 થી 90 ટકા વિટામીન ડીની ઉણપથી પીડાઇ રહ્યા છે. એવામાં તમારે આ વાત ખાસ જાણી લેવી જોઇએ કે તમારા શરીરમાં તો ક્યાંક વિટામીન ડીની ઉણપ નથી ને?

    જાણો આ લક્ષણો વિશે..


    પીઠ અને હાડકાંમાં સતત દુખાવો


    તમને જણાવી દઇએ કે વિટામીન ડીની ઉણપને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ ધીરે-ધીરે થવા લાગે છે. એવામાં કેલ્શિયમની ઉણપને કારણે હાડકાં નબળા પડવા લાગે છે અને પીઠમાં સતત દુખાવો થતો રહે છે.

    ડિપ્રેશન અને મુડ ખરાબ


    તમે કોઇ પણ કારણ વગર ડિપ્રેશન અને એન્જાયટી ફીલ થાય છે અને નાની-નાની વાતોમાં તમને ગુસ્સો આવી જાય છે. વારંવાર ગુસ્સો આવવાને કારણે મુડ સતત ખરાબ રહે છે. આમ, જો તમારા શરીરમાં પણ આવાં ફેરફારો થાય છે તો તમને વિટામીન ડીની ઉણપ હોવાનો સંકેત મળે છે.

    આ પણ વાંચો: દરરોજ આ ટાઇમે ચહેરા પર લગાવો બદામનું દૂધ



    થાક લાગ્યાનો અનુભવ


    સમય પર જમવાનું અને ભરપૂર ઊંઘ લીધા પછી પણ તમને પૂરો સમય થાકનો અનુભવ થાય છે તો સમજી લો તમારામાં વિટામીન ડીની ઉણપ છે. આમાં તમને શરીરથી થાક લાગતો નથી પરંતુ તમને મનથી એટલે માનસિક રીતે વઘારે હેરાન થાવો છો.

    વાળ ખરવા


    રફ વાળ થઇ જવા, ખોડો થવો તેમજ વાળ ખરવા જેવી સમસ્યા પણ વિટામીન ડીની ઉણપને કારણે થતી હોય છે. આ સમયે તમારે એવો ખોરાક ખાવો જોઇએ જેનાથી તમારા વાળને પૂરતું પોષણ મળી રહે.

    ઇજા લાંબા સમય સુધી રહે


    આમ, જ્યારે આપણને કોઇ નોર્મલ ઇજા થાય છે ત્યારે આપણે સામાન્ય રીતે 3 થી 4 દિવસમાં સાજા થઇ જતા હોય છે, પરંતુ શરીરમાં વિટામીન ડીની ઉણપને કારણે કોઇ પણ ઇજા થઇ હોય તો એ લાંબો સમય સુધી રહે છે અને તમે હેરાન થાવો છો.

    આ પણ વાંચો: બાળકો બની રહ્યા છે ડાયાબિટીસનો શિકાર

    આ વસ્તુઓનું સેવન કરો


    સાલ્મન ફિશ ખાઓ

    મેથી ખાઓ

    ઓરેન્જ જ્યૂસ પીવો

    ગાયનું દૂધ પીવો

    દહીં ખાવો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life Style Tips, Vitamin D, Vitamin Deficiency

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन