Home /News /lifestyle /

Problem of irregular periods: પીરિયડ્સમાં દુ:ખાવાથી પરેશાન છો? વિટામિન Cનું સેવન આપશે રાહત

Problem of irregular periods: પીરિયડ્સમાં દુ:ખાવાથી પરેશાન છો? વિટામિન Cનું સેવન આપશે રાહત

માસિક સમયે દુખાવો ખૂબ થાય છે

Reduce Problem of Irregular Periods: અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે તમારા આહારમાંલીંબુ, નારંગી અને ગ્રેપફ્રૂટ જેવા વિટામિન-સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ સિવાય તમે ખાટાં ફળોનું સેવન પણ કરી શકો છો. અનાનસ, જાંબુ અને સ્ટોબેરીમાં વિટામિન C હોય છે.

વધુ જુઓ ...
    How to reduce periods pain : શરીરમાં અનેક પ્રકારની તકલીફ થતી હોય છે, પરંતુ કેટલીક બીમારી એવી હોય છે, જેનો ભોગ માત્ર મહિલાઓ જ બને છે. મહિલાઓને ગર્ભાશયમાં કેન્સર, સ્તન કેન્સરનો જેવી બીમારીઓને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પીરિયડ્સ દરમિયાન સ્ત્રીઓના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે ક્રેમ્પ્સ, ખેંચાણ અને સ્નાયુઓમાં દુ:ખાવો શરૂ થાય છે. અનિયમિત પીરિયડ્સ વજન ઘટવું અથવા વધવું જેવી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમસ્યા આહારની આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા માટે આહારમાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે વિટામિન-C નું સેવન કરી શકો છો.

    અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા માટે ફાયદાકારક વિટામિન C

    અનિયમિત પીરિયડ્સથી રાહત મેળવવા માટે તમે વિટામિન Cનું સેવન કરી શકો છો. તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તે તમારા શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું સ્તર વધારવાનું અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનનું સ્તર ઘટાડવાનું પણ કામ કરે છે. આ બે હોર્મોન્સના અસંતુલનને કારણે તમારા પીરિયડ્સ અનિયમિત થતા હોય છે. વિટામિન-સી તેના પ્રમાણને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.

    આ પણ વાંચો- જુઓ લોટ બાંધવાની સાચી રીત, જેનાથી રોટલી બનશે નરમ અને સ્વાદિષ્ટ

    વિટામિન C થી ભરપૂર આહાર

    જો કે, મોટાભાગના સાઇટ્રસ અને રસદાર ફળોમાં વિટામિન C પૂરતી માત્રામાં જોવા મળે છે. અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે તમારા આહારમાંલીંબુ, નારંગી અને ગ્રેપફ્રૂટ જેવા વિટામિન-સીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરી શકો છો. આ સિવાય તમે ખાટાં ફળોનું સેવન પણ કરી શકો છો. અનાનસ, જાંબુ અને સ્ટોબેરીમાં વિટામિન C હોય છે.

    અનિયમિત પીરિયડ્સના કારણો શું છે?

    • શરીરમાં હોર્મોન્સના સ્તરમાં ફેરફાર.

    • ખૂબ વધારે ટેંશન લેવું

    • વધુ પડતી કસરત કરવી.

    • PCOD અને PCOS ની સમસ્યા હોવી

    • જંક ફૂડના વધુ પડતા સેવનને કારણે.


    આ સિવાય વધતી ઉંમરને કારણે પણ પીરિયડ્સ અનિયમિત થઈ શકે છે. તમારા શરીરની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ આનું કારણ હોઈ શકે છે. સ્થૂળતા અને વધતા વજનની સમસ્યા પણ તેનું કારણ હોઈ શકે છે. તમારું વજન વધારે હોય તો સંતુલિત કરો. આ સિવાય જો તમને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે એકવાર ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Lifestyle, Periods, Women Health, આરોગ્ય, સ્ત્રી આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन