Home /News /lifestyle /ચમકતી ત્વચા મેળવવા માટે પીવો આ 5 ડ્રિન્ક, વિટામિન Cથી છે ભરપૂર

ચમકતી ત્વચા મેળવવા માટે પીવો આ 5 ડ્રિન્ક, વિટામિન Cથી છે ભરપૂર

Vitamin-C Rich Drinks For Glowing Skin: સ્વાસ્થ્ય માટે જેમ ખાનપાનનું સંતુલન રાખવું જરૂરી છે, તે જ રીતે ત્વચા (Skin)ને સ્વસ્થ રાખવામાં પણ તમારી ડાયટ ખૂબ મહત્વની છે.

Vitamin-C Rich Drinks For Glowing Skin: સ્વાસ્થ્ય માટે જેમ ખાનપાનનું સંતુલન રાખવું જરૂરી છે, તે જ રીતે ત્વચા (Skin)ને સ્વસ્થ રાખવામાં પણ તમારી ડાયટ ખૂબ મહત્વની છે.

    Vitamin-C Rich Drinks For Glowing Skin: આપણા સ્વાસ્થ્ય માટે જેમ ખાનપાનનું સંતુલન રાખવું જરૂરી છે, તે જ રીતે ત્વચા (Skin)ને સ્વસ્થ રાખવામાં પણ તમારી ડાયટ ખૂબ મહત્વની છે. લોકો ગ્લોઇંગ (Glow) ત્વચા મેળવવાના રસ્તા શોધતા રહે છે, પરંતુ તેઓ તેમના આહાર પર ધ્યાન આપતા નથી. તમારી ત્વચા યોગ્ય ડાયટ વિના તંદુરસ્ત થઈ શકે નહીં. ખાસ કરીને વિટામિન સી (Vitamin C)નું મહત્વ ખૂબ વધુ છે. વિટામીન સીનું સેવન આપણે જ્યુસ કે ડ્રિંક્સ (Drinks)ની મદદથી કરી શકીએ છીએ. આજે અહીં કયા. જ્યુસ અને ડ્રિંક્સ (Vitamin C Rich Drinks)ની મદદથી આપણી સ્કિન વધુ સારી અને નેચરલ ગ્લોઇંગ રહે તે જોઈશું.

    વિટામિન સી યુક્ત ડ્રિંક્સ

    પાઈનેપલ જ્યુસ

    ચહેરા પર ખીલને દૂર કરવા માટે અનાનસનું જ્યુસ લાભદાયક નીવડે છે. તેમજ અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે નુકસાન પામનારી ત્વચા માટે પણ આ જ્યૂસ ફાયદાકારક છે. અનાનસમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે ખીલ-ફોડલીઓ અને ડાઘ જેવી સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત તેમાં રહેલું વિટામીન-એ અને વિટામીન સી પણ સ્કિનને ચમકતી બનાવે છે. આ ઉપરાંત રીંકલ દૂર કરવા માટે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ આ પણ મદદગાર નીવડે છે. કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર, ફોસ્ફરસ, મેગેઝીન અને ફોલેટ જેવા પોષક તત્વો સ્કિન માટેની જરૂરિયાતોને પૂરી કરે છે.

    ઘરમાં કીડી-મકોડા અને ઉંદર થઇ ગયા છે? આ રહી તેનાથી છુટકારો મેળવવા માટેની કેટલીક ટીપ્સ

    પીચનો રસ

    પીચ સફરજન જેવા જ હોય છે. પરંતુ તેનો પીળો રંગ અને અંદરના સખત બીજ તેને સફરજનથી અલગ બનાવે છે. તેમાં રહેલ વિટામીન સી ડાર્ક સર્કલ્સ જેવી સમસ્યા દૂર કરે છે. તેમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ચહેરા પર ઇજા, ડાઘ, રીંકલ, પીમ્પલ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આ જ્યુસના કારણે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ રક્ષણ મળે છે અને સ્કીન કુદરતી રીતે ખીલી ઊઠે છે.

    મેંગો અને કિવીની સ્મૂધી

    કેરી અને કીવીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તથા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ત્વચાને દરેક સમસ્યામાં રાહત આપે છે. તેમાં વિટામિન કે, ફોલેટ અને વિટામિન-સી જેવા પોષક તત્વો આયરનની ઉણપને પૂરી કરે છે. જેનાથી આંખ નીચેના કાળા ડાઘા દૂર થાય છે.

    રોજ સવારે પીવો ગ્રીન કોફી, ડાયાબિટીસથી લઇને બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં

    સંતરા અને ગાજરનું જ્યુસ

    સંતરા અને ગાજરમાં રહેલું વિટામિન સી કોલેજનું ઉત્પાદન વધારે છે. જે ત્વચાને તંદુરસ્ત રાખે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાના કારણે પણ શરીર પર ચહેરા પર કરચલીઓ પડતી નથી અને સ્કિનને કુદરતી નિખરે છે.

    લીંબુ અને ફુદીનાનો રસ

    લીંબુ અને ફુદીનામાં પણ વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેના કારણે તંદુરસ્ત અને ગ્લોઇંગ રહે છે.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો)
    First published:

    Tags: Beauty, Diet, Lifestyle, આરોગ્ય, ખોરાક

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો