Home /News /lifestyle /Health News: શરીરમાં Vitamin C ઓછું થાય તો થઈ શકે છે સ્કર્વી, એનિમિયા જેવી બીમારીઓ, આ ખોરાકથી દૂર કરો ઉણપ

Health News: શરીરમાં Vitamin C ઓછું થાય તો થઈ શકે છે સ્કર્વી, એનિમિયા જેવી બીમારીઓ, આ ખોરાકથી દૂર કરો ઉણપ

શરીરમાં Vitamin C ઓછું થાય તો જાણો શું થઇ શકે છે

Diseases Caused by Vitamin C Deficiency: વિટામીનમાં વિટામીન સી (Vitamin C) શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી અનેક રોગો થઈ શકે છે. ચાલો જાણીએ, વિટામિન સીની ઉણપ (Diseases)થી થતા રોગો વિશે..

    Diseases Caused by Vitamin C Deficiency: વિટામીન સી (Vitamin C) શરીર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity)ને મજબૂત બનાવે છે. શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે તે ખૂબ જ જરૂરી વિટામિન છે. શરીરમાં કોલેજન ઉત્પન્ન કરે છે. હાડકાંને શક્તિ આપે છે. રક્ત વાહિનીઓ અને ઘાના ઉપચારમાં મદદ કરે છે. જો શરીરમાં વિટામીન સીની ઉણપ હોય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

    શરીરમાં વિટામિન સીની ઉણપથી થતા રોગો

    સ્કર્વી હોઈ શકે છે
    TOI માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, જો તમારા શરીરમાં વિટામિન સીની ઉણપ છે, તો સ્કર્વી રોગ થવાની સંભાવના સૌથી વધુ છે. આનાથી પેઢાંમાંથી લોહી નીકળવું, પેઢાંમાં સોજો આવવા, દાંત પડવા લાગવા, થાક, નબળાઈ, ચકામા વગેરે થઈ શકે છે. આ ઉપરાંત, કેટલાક પ્રારંભિક લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે ભૂખ ન લાગવી, બળતરા, સાંધાનો દુખાવો વગેરે. જો સારવાર ન કરવામાં આવે તો, સ્કર્વી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે એનિમિયા, પેઢામાં સોજો, ત્વચામાંથી રક્તસ્ત્રાવ વગેરે.

    હાઈપરથાઈરોઈડિઝમ થવાની શક્યતા વધી જાય છે
    તમારા આહારમાં વિટામિન સીથી ભરપૂર ખોરાકનો અભાવ હોય તો તમને હાઈપરથાઈરોઈડિઝમની સમસ્યા થઈ શકે છે. આ થાઈરોઈડ ગ્રંથિને લગતી સમસ્યા છે. આમાં, થાઇરોઇડ ગ્રંથિ વધુ હોર્મોન્સ સ્ત્રાવ કરવાનું શરૂ કરે છે. તંદુરસ્ત થાઇરોઇડ માટે વિટામિન સી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાઈપરથાઈરોઈડિઝમના લક્ષણોમાં પીરિયડ્સ, વજનમાં ઘટાડો, ઝડપી ધબકારા, ભૂખમાં વધારો, નર્વસનેસ, ધ્રુજારી વગેરેની સમસ્યાઓનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: શું તમારા શરીરમાં છે Vitamin Dની ઉણપ? તો આ 7 આહારને કરો તમારા ડાયટમાં સામેલ

    એનિમિયાનું જોખમ વધે છે
    વિટામિન સી શરીરમાં આયર્નનું શોષણ કરે છે. તેનાથી એનિમિયા જેવી બીમારી થતી નથી. શરીરમાં લાલ રક્તકણોની ઉણપને કારણે એનિમિયા થાય છે. આના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ, થાક, ચક્કર, વજન ઘટવું, ત્વચા પીળી પડવી વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે.

    વિટામિન સીની ઉણપથી આ સમસ્યાઓ થઈ શકે છે
    વિટામીન સીની ઉણપને કારણે શરીરમાં બીજી ઘણી સમસ્યાઓ પણ દેખાવા લાગે છે. તેનાથી તમને ચામડીના રોગ થઈ શકે છે. વિટામિન સીની ઉણપથી પેઢામાંથી લોહી નીકળે છે. પેઢાને લગતી બીમારીઓ થઈ શકે છે. વિટામિન સી દાંતના સ્વાસ્થ્ય માટે આવશ્યક વિટામિન છે. તે દાંતને મજબૂત બનાવે છે, પેઢાને સ્વસ્થ રાખે છે. ત્વચાની તંદુરસ્તી જાળવવા માટે પણ આ વિટામિનની ખૂબ જ જરૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વો કોલેજન બનાવે છે. ત્વચા, વાળ અને સાંધાના સ્વાસ્થ્ય માટે કોલેજન જરૂરી છે.

    આ પણ વાંચો: વિટામીન Kનું સેવન તમને આ તકલીફોથી બચાવશે, જાણો કયા આહારમાંથી મળે છે Vitamin K

    વિટામિન સી સમૃદ્ધ ખોરાક
    વિટામિન સીની ઉણપને દૂર કરવા માટે ખાટાં ફળોનું સેવન ખૂબ જ જરૂરી છે. આહારમાં લીલા શાકભાજીનો પણ સમાવેશ કરો. નારંગી, લીંબુ, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, બ્રોકોલી, બટાકા, બધા ખાટાં ફળો, વિટામિન સી સપ્લીમેન્ટ્સ વગેરેનો આહારમાં સમાવેશ કરો.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Health News, Healthy lifestyle, Vitamin c, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन