Home /News /lifestyle /Vitamin B deficiency: આ ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં મળે છે વિટામીન બી, જાણો અને ડાયટમાં સામેલ કરો

Vitamin B deficiency: આ ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં મળે છે વિટામીન બી, જાણો અને ડાયટમાં સામેલ કરો

વિટામીન બીની ઉણપને પૂરી કરો

Vitamin B deficiency: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોમાં વિટામીન બીની ઉણપ હોય છે. વિટામીન બીની ઉણપને કારણે શરીરમાં અનેક ઘણી તકલીફો થતી હોય છે. આ માટે શરીરમાં વિટામીન બીની ઉણપને પૂરી કરવી ખૂબ જ જરૂરી છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ લાઇફ સ્ટાઇલને કારણે નાની ઉંમરના લોકો પણ જાતજાતની બીમારીઓમાં સપડાઇ રહ્યા છે. નાની ઉંમરમાં જ્યારે શરીરમાં બીમારી એન્ટ્રી કરવા લાગે ત્યારે અનેક ઘણી તકલીફો પડતી હોય છે. આ માટે સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કામમાં સતત વ્યસ્ત હોવાને કારણે અનેક લોકો પોતાની ફિટેનેસ પર ધ્યાન આપી શકતા નથી. આ બધા કારણો વચ્ચે અનેક લોકોમાં વિટામીન બીની ઉણપ થવા લાગે છે. વિટામીન બીની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારની તકલીફો થવાની શરૂ થઇ જાય છે, તો જાણો કેવી રીતે વિટામીન બીની ઉણપને પૂરી કરશો.

    આ  પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી ઉઠતાંની સાથે જ પેટ સાફ થઇ જશે

    મીટ


    વિટામીન બીની ઉણપને પૂરી કરવા માટે તમે મીટ ખાઇ શકો છો. મીટમાંથી વિટામીન બી સારા એવા પ્રમાણમાં મળી રહે છે. આ સાથે જ ઇંડામાંથી પણ તમને વિટામીન બી મળે છે. ઇંડામાં બાયોટિન અને રાઇબોફ્લેવિન હોય છે જે હેલ્થ માટે સૌથી બેસ્ટ છે.

    લીલા શાકભાજી


    પાલક, મેથી, બ્રોકલી જેવા અનેક લીલા શાકભાજી ખાઓ છો તો શરીરમાં વિટામીન બીની ઉણપ પૂરી થાય છે. લીલા શાકભાજીમાં ફોલેટ અને રોમેન લેટિસ હોય છે જે વિટામીન બીનો સૌથી સારો સોર્સ છે. તમે લીલા શાકભાજીમાંથી તમે સુપ પણ બનાવીને પી શકો છો. તમે પાલક અને બ્રોકલીમાંથી સુપ બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે. આ સુપ પીવાથી તમારા શરીરમાં લોહી પણ સારું બને છે.

    આ પણ વાંચો: લગ્નની પહેલી રાત્રે રિલેશન રાખતાં પહેલાં રાખો આ ધ્યાન

    ડેરી પ્રોડક્ટ્સ


    મિલ્ક પ્રોડક્ટ્સમાં બહુ સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિએન્ટ્સ હોય છે. દૂધ-દહીંમાંથી બોડીમાં રાઇબોફ્લેવિન અને કોબાલિનની ઉણપ પૂરી થાય છે. અલગ-અલગ પ્રકારના ડેરી પ્રોડક્ટસમાંથી ટોટલ વિટામીન 26 ટકા જેટલું મળે છે જે હેલ્થ માટે અનેક રીતે ઉપયોગી છે. આ માટે તમે ડેરી પ્રોડક્ટસને તમારા ડાયટમાં સામેલ કરો.


    સુપ પીવો


    અઠવાડિયામાં ગમે તે એક સુપ પીવાની આદત પાડો. આમાં તમે સરગવાનો સુપ પીવો છો તો સૌથી બેસ્ટ છે. સરગવાનો સુપ પીવાથી શરીરમાં તાકાત આવે છે અને સાથે અનેક પ્રકારના વિટામીન્સની ઉણપ પણ પૂરી થાય છે. આ સુપમાં તમે ટામેટા, બીટ, સરગવો, બ્રોકલી જેવા અનેક પ્રકારના સુપ બનાવીને પી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन