Home /News /lifestyle /ભારતીયો વિઝા વગર આ 16 દેશોમાં કરી શકે છે ટ્રાવેલ, જાણો ભારતીય પાસપોર્ટની તાકાત
ભારતીયો વિઝા વગર આ 16 દેશોમાં કરી શકે છે ટ્રાવેલ, જાણો ભારતીય પાસપોર્ટની તાકાત
ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલ આ 16 દેશ. (ફાઈલ તસવીર)
કોરોનાના કેસમાં ઘટાડો (Reduction in the case of corona) થતા લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. જો તમે પણ વિદેશ જવા માટે પ્લાન (Plan to go abroad) કરી રહ્યા છો, તો અહીંયા એવા દેશો વિશે જાણકારી આપવામાં આવી છે,
નવી દિલ્હી: કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી લોકો બહાર ફરવા જઈ શકતા નથી. કોરોનાના કેસમાં ઘટાડો (Reduction in the case of corona) થતા લોકો બહાર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છે. જો તમે પણ વિદેશ જવા માટે પ્લાન (Plan to go abroad) કરી રહ્યા છો, તો અહીંયા એવા દેશો વિશે જાણકારી આપવામાં આવી છે, જ્યાં કોઈપણ વિઝા વગર એન્ટ્રી મળી જાય છે. અહીંયા તમને વિઝા ફ્રી કન્ટ્રીઝ (Visa free countries) અને વિઝા ઓન અરાઈવલ (visa on arrival for Indians) જગ્યાઓ વિશે માહિતી આપવામા આવી છે.
બારબાડોસ (Barbados) – બારબાડોસ એક ખૂબ જ સુંદર અને હરિયાળી ધરાવતો દેશ છે. આ દેશ પ્રશાંત મહાસાગરના પશ્ચિમી વિસ્તારમાં કેરેબિયન દ્વીપ પર આવેલો છે. આ દેશમાં તમે 90 દિવસ માટે વિઝા વગર ટ્રાવેલ કરી શકો છો. પાસપોર્ટ ઈન્ડેક્ષમાં આ દેશને 21 મો રેન્ક આપવામાં આવે છે. બારબાડોસ અદભુત દરિયાકિનારા અને ઐતિહાસિક સ્થળોને કારણે ખૂબ જ પ્રચલિત છે. બારબાડોસને લેન્ડ ઓફ ફ્લાઈંગ ફિશ (The land of the flying fish) તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભૂતાન (Bhutan) – પર્યટકોને ભૂતાન દેશ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ભારતીયોએ ભૂતાન જવા માટે વિઝા લેવાની જરૂર નથી. ભૂતાનમાં જવા માટે માત્ર પાસપોર્ટ અથવા આઈડી પ્રૂફની જરૂર છે. ભૂતાનનો પાસપોર્ટ રેન્કિંગ 90 છે. જો તમે ઓછા બજેટમાં વિદેશ ફરવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે ભૂતાન સૌથી બેસ્ટ જગ્યા છે. દુનિયાનો સૌથી ખુશ દેશ ભૂતાન પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ ફેમસ છે. ભૂતાન માટે ટુરિસ્ટ પરિમટ લેવાની જરૂર નથી. ભૂતાનમાં પારો, દોચૂલા પાસ, હા વેલી, પુનાખા જોંગ, તકશાંગ લહખાંગ જેવી જગ્યાઓ ફરવાલાયક છે.
ડોમિનિકા (Dominica) – ભારતીયો માટે ડોમિનિકામાં 180 દિવસ માટે વિઝા ઓન અરાઈવલ ફ્રી છે. આ દેશ કેરેબિયન સાગમાં સ્થિત છે. ડોમિનિકાનો પાસપોર્ટ ઈન્ડેક્ષ 34 છે. ડોમિનિકામાં પહાડ, ઝરણાં અને રાષ્ટ્રીય ઉદ્યાન જેવા અનેક ફરવાલાયક સ્થળ આવેલા છે. ડોમિનિકાનું બોયલિંગ તળાવ ખૂબ જ ફેમસ છે, ઉપરાંત તમે જંગલ સફારીની મજા પણ લઈ શકો છો.
ઈન્ડોનેશિયા (Indonesia) – ભારતીય પર્યટકોએ ઈન્ડોનેશિયામાં ફરવા જવા માટે વિઝાની જરૂર નથી, તમે 30 દિવસ સુધી વિઝા વગર ફરી શકો છો. જો તમને નેચર ખૂબ જ પસંદ છે, તો તમારે ઈન્ડોનેશિયા ફરવા જવું જ જોઈએ. ઈન્ડોનેશિયા બાલી લોકોનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. દૂર દૂરથી અનેક પર્યટકો અહીંયા ફરવા માટે આવે છે. ઈન્ડોનેશિયામાં ખૂબ જ અદભુત દરિયાકિનારા, અન્ડરવોટર એક્ટિવિટી, ટ્રેડિશનલ આર્ટ ગેલેરીઝ આવેવા છે.
માલદીવમાં ફરવા જવા માટે ભારતીયોએ વિઝાની જરૂરિયાત નથી.
માલદીવ (Maldiu) - માલદીવમાં ફરવા જવા માટે ભારતીયોએ વિઝાની જરૂરિયાત નથી. તમે 30 દિવસ સુધી માલદીવમાં વિઝા વગર રહી શકો છો. માલદીવમાં અનેક ફરવાલાયક સ્થળ છે, જેમાં સૌથી પહેલા તમે માલે દ્વીપમાં જઈ શકો છો. તમે માલદીવમાં સ્કૂબા ડાઈવિંગ, અંડર વોટર ફોટોગ્રાફી સહિત અનેક એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો.
ગ્રેનાડા (Grenada) – ભારતીય પર્યટકોએ કેરેબિયન આઈલેન્ડ ગ્રેનાડામાં 90 દિવસ સુધી વિઝા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવી નહીં પડે. ગ્રેનાડા પાસપોર્ટ રેન્કિંગમાં 33 મો રેન્ક ધરાવે છે, આ દેશમાં અનેક સાંસ્કૃતિક ઈતિહાસ અને સ્મારક જોવા મળશે. આ દેશને ‘આઈલેન્ડ ઓફ સ્પાઈસ’ પણ કહેવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો સ્કીઈંગ અને ટ્રેકિંગ જેવી અનેક એડવેન્ચર એક્ટિવિટીઝ કરવા માટે આવે છે.
હૈતી (Haiti) – હૈતી કેરેબિયન દેશોમાંથી એક દેશ છે. હૈતી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાઓને કારણે ખૂબ જ ફેમસ છે. હૈતી પાસપોર્ટ રેન્કિંગમાં 93 મો રેન્ક ધરાવે છે. ભારતીયો આ દેશમાં વિઝા વગર એન્ટ્રી કરી શકે છે, પરંતુ તેમણે એરપોર્ટ પર ટૂરિસ્ટ ફી આપવાની રહે છે. તમારે પ્રૂફ તરીકે વેલિડ પાસપોર્ટ, તમામ માહિતી અને રિટર્ન ટિકીટ હોવી જરૂરી છે. તમે હૈતીમાં સિટાડેલે ફોર્ટ, સૈન સૂસી પેલેસ, પોર્ટ ઓ પ્રિંસ, અમિગા આઈલેન્ડ, બેસિન બ્લ્યૂ જેવા ફેમસ સ્થળ પર ફરવા માટે જઈ શકો છો.
ભારતીયોને ફરવા જવા માટે ફિજી ખૂબ જ પસંદ આવે છે.
ફિજી (Fiji) - ભારતીયોને ફરવા જવા માટે ફિજી ખૂબ જ પસંદ આવે છે. આ દેશમાં અનેક ફરવાલાયક રિસોર્ટસ અને જગ્યાઓ આવેલી છે. જે તમારી ટ્રિપને યાદગાર બનાવી દેશે. ફિજીમાં ફરવાલાયક સ્થળમાં સુવા ફોરેસ્ટ પાર્ક, ફિજી મ્યુઝિયમ, ગાર્ડન ઓફ સ્લીપિંગ જાયટ આવેલા છે. ભારતીયો ફિજીમાં 120 દિવસ સુધી વિઝા વગર રહી શકે છે.
મોરેશિયસ (Mauritius) – અનેક ભારતીયો હનિમૂન માટે મોરેશિયસ જવાનું પસંદ કરે છે. મોરેશિયસ પાસપોર્ટ રેન્કિંગમાં 30મો રેન્ક ધરાવે છે. ભારતીયો વિઝા વગર મોરેશિયસ જઈ શકે છે અને તે 90 દિવસ માટે વેલિડ હોય છે. પર્યટકો પાસે રિટર્ન ટિકીટ અને બેન્ક બેલેન્સ હોવું જરૂરી છે. મોરિશસમાં સર સીવૂસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડન, ચામરેલ, ટ્રુ ઑક્સ બીચેસ અને લે મોર્ને બ્રેંટ જેવા અનેક સ્થળો ફરવાલાયક છે.
મોંટસેરાટ (Montserrat) – ભારતીયો વિઝા વગર મોંટસેરાટમાં 3 મહિના સુધી રહી શકે છે. મોંટસેરાટમાં કોસ્ટલાઈન, સૌફ્રિએર હિલ્સ વોલ્કેનો, રેંડેજવસ બે, લિટિલ બે બીચ જેવા અનેક સ્થળો ફરવાલાયક છે. તમે મોંટસેરાટમાં સ્કૂબા ડાઈવિંગ, હાઈકિંગ ટ્રેલ્સ જેવી એક્ટિવિટીની મજા લઈ શકો છો.
કુદરતી સૌદર્ય વાળા વિસ્તારોમાં ફરવું ભારતીયો ખુબજ પસંદ કરે છે.
નેપાળ (Nepal) – નેપાળમાં ફરવા જવા માટે વિઝાની જરૂરિયાત નથી, તમારી પાસે આઈ ડી પ્રૂફ હોવું જરૂરી છે. નેપાળ ખૂબ જ હરિયાળી ધરાવતો દેશ છે. નેપાળમાં કાઠમંડૂ, પોખરા, સ્વયંભૂનાથ મંદિર, ભક્તપુર, લુમ્બિની અને ચિત્તવન નેશનલ પાર્ક જેવા ફરવાલાયક સ્થળો આવેલા છે.
નીયૂ દ્વીપ (Niue Island) - નીયૂ દ્વીપ એક શાંત અને સુંદર જગ્યા છે અનેક લોકો નીયૂ દ્વીપમાં રજાઓ ગાળવા માટે આવે છે. તમે આ આઈલેન્ડ પર 30 દિવસ સુધી વિઝા વગર રહી શકો છો. ટોટૂ, રીફ, મતાપા ચૈશ્મ, લિમૂ પૂલ, અવેકી કેવ્સ, ઉતુકો બીચ, હિઓ બીચ, પલાહા કેવ અને ટાઓહા નીયૂ મ્યુઝિયમ જેવા અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે.
સેન્ટ વિસેંટ એન્ડ ગ્રેનેડાઈંસ (Saint Vincent and the Grenadines) – ભારતીયો માટે સેન્ટ વિસેંટ એન્ડ ગ્રેનેડાઈંસ વિઝા ફ્રી ડેસ્ટિનેશન છે. તમે એક મહિના સુધી વિઝા વગર રહી શકો છો. આ દેશમાં બેક્યૂઆ, મેરીટાઈમ મ્યુઝિયમ, ફાયરફ્લઈ પ્લાંટેશન, ટોબેગો કેજ, પેટિટ સેંટ વિંસેટ, પામ આઈલેન્ડ, સોલ્ટ વિસલ બે અને વોલ્કેનો હાકિંગ જેવા ફરવાલાયક સ્થળ આવેલા છે.
ભારતીય લોકો દરિયા કિનારા વાળા દેશોમાં ફરવું વધારે ગમે છે.
સમોઆ (Samoa) – સમોઆ અદભુત ફરવાલાયક સ્થળની સાથે સાથે સ્વાદિષ્ટ ભોજન માટે પણ ફેમસ છે. આ દેશમાં તમે વિઝા વગર એન્ટ્રી કરી શકો છો. તમારી પાસપોર્ટ, રિટર્ન ટિકીટ અને કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. સમોઆ પાસપોર્ટ રેન્કિંગમાં 42મો રેન્ક ધરાવે છે. સમોઆમાં એપિયા, લોટોફાગા, લાલોમાનુ, સવિયા જેવા અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે.
સર્બિયા (Serbia) – ભારતીયોએ સર્બિયામાં ફરવા માટે અથવા બિઝનેસ કરવા માટે વિઝાની જરૂર નથી. તમે પાસપોર્ટ અને ફ્લાઈટ ટિકીટની સાથે તમે આ દેશમાં 30 દિવસ સુધી ફરી શકો છો. સર્બિયા પાસપોર્ટ રેન્કિંગમાં 37 મો રેન્ક ધરાવે છે. સર્બિયામાં ડેન્યૂબ અને સાવા નદીના કિનારા પર આવેલ બેલગ્રેડનો કિલ્લો ખૂબ જ ફેમસ છે.
ત્રિનિદાદ અને ટોબેગો (Trinidad and Tobago) – પાર્ટી કરનાર લોકો માટે ત્રિનિદાદ એન્ડ ટોબેગો બેસ્ટ ડેસ્ટિનેશન છે. આ દેશમાં ફરવા માટે ભારતીયોએ વિઝાની જરૂર નથી. તમે આ દેશમાં વિઝા વગર 90 દિવસ સુધી રહી શકો છો. આ દેશ પાસપોર્ટ રેન્કિંગમાં 27 મો રેન્ક ધરાવે છે. આ દેશમાં રેનફોરેસ્ટ, ચટ્ટાન અને સફેદ રેતી વાળા દરિયાકિનારા ફરવાલાયક સ્થળ છે. તમને આ દેશમાં અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળશે.
વિઝા ઓન અરાઈવલની સુવિધા ધરાવતા દેશ –
જોર્ડન, કેન્યા, શ્રીલંકા, લાઓસ, કંબોડિયા, થાઈલેન્ડ, પલાઉ, બોલિવિયા, બુરુંડી, કેપ વર્ડે, કોમોરોસ, એલ સલ્વાડોર, ટોગો, મેડાગાસ્કર, યુગાંડા, મિક્રોનેશિયા, વાનાઆતુ, ઈક્વાડોર, તંજાનિયા અને ઈથોપિયા જેવા દેશ ભારતીયોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપે છે. આ વિઝા માત્ર સીમિત અવધિ માટે હોય છે, તમે કેટલીક ફી ની ચૂકવણી કરીને તમે વિઝાની સમય સીમામાં વધારો કરી શકો છો.
ફારસની ખાડીમાં આવેલો દેશ બહરીન ભારતીય નાગરિકોને ઈ-વિઝાની સુવિધા આપે છે. ઈરાન, મ્યાનમાર, જ્યોર્જિયા, ઝિમ્બાબ્વે, મલેશિયા, કજાકિસ્તાન, યૂગાન્ડા અને વિયેતનામ જેવા દેશ ભારતીયોને ઈ-વિઝાની સુવિધા આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર