મલાઈકા અને કોહલી સહિત અનેક સેલિબ્રિટીઝ પીવે છે બ્લેક વોટર, જાણો શું છે તે?

જાણો શું છે બ્લેક વોટર?

  • Share this:
    જે લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત છે, તે લોકો બ્લેક વોટર (Black Water) પીવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ સારા સ્વાસ્થ્ય માટેનો એક ટ્રેન્ડ બની ગયો છે. ભારતમાં મલાઈકા અરોરા (Malaika Arora), શ્રુતિ હસન (Shruti Haasan) સહિત અનેક સેલિબ્રિટીઝ બ્લેક વોટરની બોટલ સાથે જોવા મળી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિરાટ કોહલી (Virat Kohli) પણ બ્લેક વોટરનું સેવન કરે છે. આ કારણોસર અનેક લોકો જાણવા માટે ઉત્સુક છે કે, બ્લેક વોટર શેનાથી બને છે અને તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભદાયી છે.

    આ પણ વાંચો-Health tips: ડાયાબિટીસમાં રાહત આપવાથી લઈ વજન ઘટાડવામાં મદદરૂપ છે ચટપટી આમલી, અહીં જાણો તેના ફાયદા

    બ્લેક વોટર શું છે?


    બ્લેક વોટરને સ્પોર્ટ્સ ડ્રિંક અથવા એનર્જી ડ્રિંક પણ કહેવામાં આવે છે. બ્લેક વોટર એ આલ્કલાઈન વોટર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાણી PH સ્તર સંતુલિત રાખવામાં મદદ કરે છે અને એસિડિટી બેલેન્સ રાખે છે. આ પાણીમાં ફુલ્વિક એસિડ હોય છે, જેનાથી પાણી કાળા રંગનું બને છે. અન્ય રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે, આ ડ્રિંક્સમાં રહેલ મિનરલ્સ અને વિટામિન્સ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.



    ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં સ્વાસ્થ્ય નિષ્ણાંતે જણાવ્યું છે કે, બ્લેક વોટરમાં નેચરલ એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે. અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્લેક વોટર ડાયાબિટીસ અને કૉલસ્ટ્રોલ જેવી સમસ્યા માટે લાભદાયી છે, તેમજ તેનાથી વજન સંતુલિત રહે છે. આ પાણીમાં અનેક પોષકતત્વો રહેલા છે, જેને આપણું શરીર યોગ્ય રીતે એબ્સોર્બ કરી શકે છે.



    શું સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલા દાવા સાચા છે?

    આ આલ્કલાઈન વોટર સ્વાસ્થ્ય માટે કેવી રીતે લાભદાયી છે, તેના વિશે કંઈ કહી ન શકાય. આ આલ્કલાઈન વોટરના લાભ વિશેના સાયન્ટીફિક ડેટા ખૂબ જ ઓછા છે. અનેક લોકો માને છે કે, આ બ્લેક વોટરથી શરીર હાઈડ્રેટ રહે છે અને ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. આ અંગેનો કંઈ ખાસ ડેટા પ્રાપ્ત થયો નથી.

    આ પણ વાંચોઃ-Lifestyle Tipsઆ પાંચ ઇન્ડોર પ્લાન્ટ તમારા ઘરની સુંદરતામાં લગાડી દેશે ચારચાંદ, લોકો કરશે વખાણ

    આ પણ વાંચોઃ-healtp tips: તીખાતમતમતા ખોરાક કરતા બાફેલા ખોરાકને કરો તમારા ડાયટમાં સામેલ, શરીરને થશે ડબલ ફાયદો

    આ કારણોસર બ્લેક વોટરનું સેવન કરતા પહેલા ડૉકટર અથવા નિષ્ણાંતનો જરૂરથી સંપર્ક કરવો. તેમની પાસેથી આ બ્લેક વોટરના સ્વાસ્થ્ય અંગેના લાભ અને ગેરલાભ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી.



    શું આ કાળા પાણીની બોટલ અફોર્ડેબલ છે?

    ભારતમાં તમે આ બ્લેક આલ્કલાઈન વોટર ઓનલાઈન ખરીદી શકો છો. એક ભારતીય બ્રાન્ડ આ બ્લેક આલ્કલાઈન વોટરનું ઉત્પાદન કરે છે. જેની 500mlની છ બોટલના પેકેટની કિંમત રૂ. 500થી વધુ છે.
    Published by:Margi Pandya
    First published: