Home /News /lifestyle /

Viral video: લગ્ન માટે સજેલી દુલ્હનને જોઈ વરરાજાથી ન રહેવાયું, હાથ પકડી આપ્યું આવું રિએક્શન

Viral video: લગ્ન માટે સજેલી દુલ્હનને જોઈ વરરાજાથી ન રહેવાયું, હાથ પકડી આપ્યું આવું રિએક્શન

વીડિયોમાંથી લીધેલી તસવીર

viral video: આ પ્રકારે રિશીએ ત્યાં હાજર તમામ લોકોને તેમની લેડી લવને ખુશ કરવા માટે થોડી પ્રેરણા આપી છે.

લગ્નનો દિવસ એ કન્યા (Bride) અને વરરાજા (Groom) માટે જીવનનો સૌથી મહત્વનો છે. જેથી આ દિવસે સુંદર અને મોહક દેખાવા માટે તેઓ પ્રયાસો કરે છે. કન્યા શ્રેષ્ઠ દેખાવા માટે આ દિવસે તૈયાર થવા માટે કલાકો પસાર કરે છે. આ સ્થિતિમાં તેમના દેખાવની પ્રશંસા થાય તો તૈયાર થવા પાછળ સમય અને નાણાંનો ખર્ચ યોગ્ય ગણાય છે. જોકે, સેંકડો પ્રશંસા પછી પણ દુલ્હન વરરાજા તરફથી થતી પ્રશંસાની રાહ જુએ છે.

અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે અને આપણે કન્યા અને વરરાજાના ઘણા વાયરલ વીડિયો જોયા છે. જેમાં લગ્ન સમારંભમાં આશ્ચર્યજનક, ભાવુક કે હાસ્યાસ્પદ ઘટના બનતી જોવા મળે છે. આવો જ વધુ એક વીડિયો હવે ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે. જેમાં વરરાજાએ દુલ્હનના લુક બાબતે આપેલી પ્રતિક્રિયા હૃદયમાં વસી જશે.

ઇન્સ્ટાગ્રામ પેજ wedding_fairs દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વિડીયોમાં વરરાજા કન્યાનો દેખાવને જોઈને ભાવુક થઈ જાય છે. વિડીયોની શરૂઆત વરરાજા ઋષિ દુલ્હનના રૂમમાં જાય છે અને ત્યાં દુલ્હન સૌમ્યા વર્માને જોયા પછી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારબાદ ઋષિ સૌમ્યા પાસે જાય છે, તેનો હાથ પકડી હાથ પર કિસ કરે છે. ત્યારબાદ તે કન્યાને ગળે લગાડે છે અને તેનો મેક-અપ ખરાબ ન થાય તે માટે ફ્લાઈંગ કિસ આપે છે. બાદમાં વિડીયો પૂરો થાય તે પહેલાં કપલ ફોટો પડાવે છે. વિડીયોમાં સૌમ્યાને ક્રીમ કલરનું ગાઉન પહેરેલું અને ઋષિ બ્લેક સૂટમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો - ગેહરાઇયા ફિલ્મમાં દર્શાવવામાં આવેલો વિલા છે લક્ઝરીયસ, જાણો ક્યાં છે તે અને શું છે ભાડુ

આ પ્રકારે રિશીએ ત્યાં હાજર તમામ લોકોને તેમની લેડી લવને ખુશ કરવા માટે થોડી પ્રેરણા આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીયોને 32 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને લગભગ 2000 લાઇક્સ મળી ચૂકી છે. લોકોને આ વિડીયો ખૂબ જ સુંદર લાગ્યો છે. જેથી તેઓ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.








View this post on Instagram






A post shared by - (@wedding_fairs)






કોઈ વરરાજાને તેની દુલ્હનની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયો હોય તેવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં વરરાજા ખુશીના આંસુ વહાવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Couple, Viral videos

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन