Viral થઇ મેગી મિલ્કશેકની તસ્વીર, સોશિયલ મીડિયા પર લોકોએ આપ્યા જોરદાર રિએક્શન

વાયરલ તસવીર

Bizarre foods: સોશિયલ મીડિયા પર કેટલાક સમયથી એક તસ્વીર વાયરલ થઈ છે, જેમાં એક મિલ્કશેક ગ્લાસમાં મેગી નૂડલ્સ ભરવામાં આવ્યા છે.

  • Share this:
    મેગીનું નામ સાંભળીને મોચાભાગે બધાના મોઢામાં પાણી આવી જાય. મેગી મોટેભાગે બધાને ખૂબ જ ભાવતી હોય છે. મેગી નૂડલ્સ અડધી રાત્રે આપણી ભૂખ સંતોષે છે. તેમજ જ્યારે પણ ઘરે ભાવતું જમવાનું ન બન્યું હોય કે ઘરે જમવાનું પતિ ગયું હોય, ત્યારે મેગી કામ આવી જાય છે. મોટાભાગના લોકો મેગીને શાકભાજી અથવા ટોપિંગ્સ સાથે પસંદ કરે છે. તો કેટલાક લોકોને સૂપી મેગી ભાવતી હોય છે. દરેક વ્યક્તિને અલગ-અલગ પ્રકારની મેગી ભાવતી હોય છે. પરંતુ જો તમને મેગી નૂડલ્સ મિલ્કશેક સાથે મિક્સ કરીને ગ્લાસમાં પીરસવામાં આવે તો? જેવું રિએક્શન અત્યારે તમારું છે, તેવું જ રિએક્શન સોશિયલ મીડિયા યુઝર્સનું છે.

    જી હાં, સોશિયલ મીડિયા પર કેટલાક સમયથી એક તસ્વીર વાયરલ થઈ છે, જેમાં એક મિલ્કશેક ગ્લાસમાં મેગી નૂડલ્સ ભરવામાં આવ્યા છે. જેને લઈને સોશ્યલ મીડિયા યુઝર્સ અવનવા રિએક્શન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં ઓરિઓ અને ચોકલેટ સીરપ મેગીની તસ્વીર વાયરલ થઈ હતી. આવું વાહિયાત કોમ્બિનેશન જોઈને યુઝર્સ ગુસ્સે ભરાયા હતા.



    જણાવી દઈએ કે, આ તસવીર એક દુકાનની છે અને સોશિયલ મીડિયા તે વ્યક્તિની શોધમાં છે, જેણે આવી વાહિયાત વાનગી બનાવી.



    એક વ્યક્તિએ ટ્વીટર પર આ તસ્વીર શેર કરી હતી. તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે, કોઈ ગાંડાએ મને આ તસ્વીર મોકલી છે. આવી વાનગી બનાવવાવાળાને જીવતો પકડવાનો છે.

    એક યુઝરે આ તસ્વીર શેર કરતા લખ્યું, 'આવું કેમ કરતા હશે લોકો?'



    તો બીજી તરફ અન્ય યુઝર્સ મેગી મિલ્કશેકની જેમ બીજી વાનગીઓ જેમ કે, પાર્લે ભીંડી સેન્ડવીચ, ચીઝ પાનની તસ્વીર શેર કરી રહ્યા છે. જેને જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ વધુ અકળાઈ રહ્યા છે.
    First published: