Home /News /lifestyle /ઠંડીમાં વાયરલ ફીવરથી બચવા અજમાવો આ ઘરેલું ઉપાયો, દવાખાને નહીં જવુ પડે અને ઘરમાં જ સ્વસ્થ થઇ જશો
ઠંડીમાં વાયરલ ફીવરથી બચવા અજમાવો આ ઘરેલું ઉપાયો, દવાખાને નહીં જવુ પડે અને ઘરમાં જ સ્વસ્થ થઇ જશો
તુલસીના પાન મોંઢામાં રાખો.
Home remedies for fever in winter: હાલમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ ઠંડીમાં લોકો ઠુઠવાઇ રહ્યા છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક લોકો ઠંડીમાં વાયરલ ફીવરની ઝપેટમાં આવી જતા હોય છે. આમ, જો તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો વાયરલ ફીવરથી બચી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સામાન્ય રીતે લોકો વાયરલ ફીવરની ઝપેટમાં જલદી આવતા હોય છે. વાયરલ ફીવરના લક્ષણો દરેકમાં અલગ-અલગ હોય છે. ઠંડીની સિઝનમાં લોકોની ખાનપાનની આદત પણ બદલાઇ જતી હોય છે. ઠંડી વધારે હોવાને કારણે અનેક લોકોથી પાણી ઓછુ પીવાતુ હોય છે. તમને જણાવી દઇએ કે પાણી ઓછુ પીવાને કારણે હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. ઠંડીની અસર એ લોકોને વઘારે થાય છે જેમની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે. આ માટે ઠંડીમાં ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરવી ખૂબ જરૂરી છે. ઘણાં લોકો 3 મહિનાની સિઝનમાં અનેક વાર શરદી-ખાંસીની ઝપેટમાં આવી જતા હોય છે. આ બીમારીઓમાંથી પોતાનો બચાવ કરવા માટે આ ઘરેલું ઉપાયો તમે અજમાવી શકો છો.
મોટાભાગે દરેક લોકોના રસોડામાં આદુ જોવા મળતુ હોય છે. ઠંડીમાં આદુ સરળતાથી તમને મળી રહે છે. ઠંડીની સિઝનમાં ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે. આ સાથે જ શરદી, ખાંસીમાં આદુની ચા પીઓ છો તો અનેક ફાયદો થાય છે. આ સાથે જ તમે ઉકાળો પણ બનાવીને પી શકો છો. આ સાથે જ તમે આદુના રસને ગરમ કરો અને મધમાં મિક્સ કરીને પી શકો છો.
અજમો
અજમો ખાવાનો સ્વાદ વધારે છે અને સાથે-સાથે ઠંડીમાં અનેક બીમારીઓમાંથી તમને રાહત અપાવે છે. અજમામાં રહેલા ગુણો તમને પેટમાં થતા દુખાવો અને સોજામાંથી છૂટકારો અપાવે છે. આ માટે તમે અજમો ગરમ પાણીમાં મિક્સ કરો અને ઘૂંટડે-ઘૂંટડે પીઓ.
ભારતીય ઘરોમાં તુલસીની પૂજા થાય છે. આ સાથે જ તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે જે તમને અનેક પ્રકારની બીમારીઓમાંથી છૂટકારો અપાવે છે. આ માટે તુલસીના પાનને તમે ઉકાળો બનાવી લો અને અથવા ધોઇને ચાવવાની આદત પાડો.
તજ
તજમાં રહેલા ન્યૂટ્રીએન્ટ્સ ગરમ હોય છે, જે શરદી-ઉઘરસ તેમજ ગળામાં થતી ખારાશમાંથી તમને છૂટકારો અપાવે છે. તજ હેલ્થ અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે તજનો પાવડર ગરમ પાણીમાં મિક્સ કરો અને પી લો. તમે ચા પણ મિક્સ કરી શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર