Fact Check: શું તમે પણ સૂંધો છો કપૂરની 'પોટલી', તો જાણી લો તેની હકીકત

વાયરલ થયેલી તસવીર

સોશિયલ મીડિયામાં વાત ફરતી થઇ હતી કે, કપૂર, લવિંગ, આજમો, નીલગિરીના તેલના થોડા ટીપા લઇને એક કાપડની પોટલી બનાવો અને દિવસભર તેની સુંગધ લો.

  • Share this:
    જો તમે સોશિયલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરતા હશો તો કપૂર , અજમો, લવિંગ, નિલગીરીનું તેલની પોટલી (Potali of Camphor, lavang, ajwain, few drops eucalyptus oil) અંગે ઘણું જ સાંભળ્યું હશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ પ્રમાણે, આ પોટલીને સૂંધવાથી ઓક્સિજનનું લેવલ (oxygen level) વધે છે અને શ્વાસ લેવામાં સરળતા થાય છે. નોંધનીય વાત એ છે કે, આ પોસ્ટને દેશના દિગ્ગજ નેતા મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'આ સ્વાસ્થ્યની પોટલી છે.' તો આજે જાણીએ આ પોટલી ઓક્સિજનનું લેવલ વધારી શકે છે?

    સોશિયલ મીડિયામાં વાત ફરતી થઇ હતી કે, કપૂર, લવિંગ, આજમો, નીલગિરીના તેલના થોડા ટીપા લઇને એક કાપડની પોટલી બનાવો અને દિવસભર તેની સુંગધ લો. આવું કરવાથી ઓક્સિજનનું સ્તર વધારવામાં મદદ થાય છે. આ પોટલી લદ્દાખમાં પણ પર્યટકોને આપવામાં આવે છે, જ્યારે ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે. પરંતુ અહીં જાણવાની વાત એ છે કે, શું ખરેખર આ ઓક્સિજન વધારવાની યોગ્ય પદ્ધતિ છે? અંગ્રેજી વેબસાઇટ Quintએ જણાવ્યાં પ્રમાણે, આ દાવા અંગે કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી મળ્યા.

    કોરોનાના સામાન્ય લક્ષણોમાં રેમડેસિવીરના ઉપયોગથી ફાયદો નહીં થાય: AIIMS ડાયરેક્ટર

    આ પોટલી હળવા શ્વસન સંક્રમણ દરમિયાન તે ફીલ-ગુડ થેરેપી તરીકે કામ કરી શકે છે. કપૂરનો ઉપયોગ પીડા અને ખંજવાળને ઘટાડવા માટે ત્વચા પર ઘસવા માટે કરવામાં આવે છે, અને કેટલાક અભ્યાસો સૂચવે છે કે, nasal decongestion પર તેમની કોઈ અસર નથી. એક અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પોટલી ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં ફાયદાકારક નથી.

    નર્મદા: રાજપીપળામાં હોમ ક્વૉરન્ટીન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડે છે એક પરિવાર

    સોશિયલ મીડિયા પર વાયરલ આ નુસ્ખા વિષે વિશેષજ્ઞોનું માનવું છે કે, આ વસ્તુઓને કોરોના વાયરસ સાથે કોઈ લેવા દેવા નથી. કપૂર એક જ્વલનશીલ પદાર્થ છે. જેની સુગંધ તીવ્ર હોય છે. દુખાવા અથવા ખંજવાળને દૂર કરવા માટે ઘણી વાર તેને ત્વચા પર લગાવવામાં આવે છે. આનો ઉપયોગ નહિવત્ત પ્રમાણમાં વિક્સ જેવા જેલમાં પણ કરવામાં આવે છે, પરંતુ બંધ નાક ખોલવા માટે કપૂર ફાયદાકારક છે એવી કોઈ સ્ટડી ઉપલબ્ધ નથી.



    અભ્યાસ પ્રમાણે, શ્વાસ નળીના અવરોધને દૂર કરવાથી ઓક્સિજન લેવલ વધતું નથી છે. તેવી જ રીતે, ત્યાં કોઈ અભ્યાસ નથી સૂચવતો કે, લવિંગ, આજમો અને નીલગિરી તેલ ઓક્સિજનનું સ્તર વધારી શકે કરે છે.
    Published by:Kaushal Pancholi
    First published: