દિગ્દર્શક શકુન બત્રાની નવી ફિલ્મ ગેહરાઇયા (Film Gehraiyaan) એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે અને તેને નેટિઝન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, અમુક ટાઇમે ફિલ્મ જોતા તમે પણ વિચારવા પર મજબૂર થઇ જશો કે, શા માટે, કઇ રીતે અને શું થઇ રહ્યું છે. જોકે, ઘણી ખામીઓ છતા ગેહરાઇયા સંબંધોની જટિલતાઓ અને બાળપણના આઘાતની લોકો પર શું અસર પડે શકે છે તે ઉજાગર કરે છે.
દીપિકા પદુકોણ (Deepika Padukon), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi), અનન્યા પાંડે (Ananya Panday) અને ધૈર્ય કારવા (Dhairya Karva) એમ ચાર પાત્રોના જીવનનું ચિત્રણ કરતી આ ફિલ્મમાં બેવફાઈ અને વારસામાં મળેલા આઘાતના વિષયો પર વાત કરવામાં આવી હતી. સ્ટોરી પ્લોટ સાથે ફિલ્મમાં અન્ય એક ખાસ બાબત છે દરિયો અને વિલા.
ફિલ્મમાં આ પ્રોપર્ટી અનન્યાના પાત્ર ટિયાની માલિકીની છે અને પ્લોટમાં વિલા મુખ્ય ભૂમિકા ભજવે છે. તે માત્ર ટિયા અને તેના મંગેતર ઝૈન (સિદ્ધાંત ચતુર્વેદી) જ નહીં, પરંતુ ટિયા અને તેની પિતરાઇ બહેન અલિશા (દીપિકા પાદુકોણ) ના સંબંધમાં પણ એન્કર બની જાય છે. જોકે, ફિલ્મમાં આ વિલા અલીબાગમાં સ્થિત હોવાનું દર્શાવાયું છે. તે ખરેખર ગોવામાં સ્થિત છે અને તે કોઈ વિલા નથી પરંતુ એક હોટલ છે, જે અહલ્યા બાય ધ સી (Villa Ahilya by the Sea) નામ દ્વારા જાણીતી છે.
આ ત્રણ સી-ફેસિંગ વિલામાં નવ રૂમ છે, ગાર્ડન, એક સ્પા અને બે સ્વિમિંગ પુલ છે. આ પ્રોપર્ટીમાં અલગ-અલગ પ્રાઇસ પોઇન્ટ પર રૂમ આપવામાં આવે છે, જેની શરૂઆતી કિંમત લગભગ 21,000 રૂપિયા પર નાઇટથી લઇને લગભગ 33,000 રૂપિયા પર નાઇટ છે.
પ્રોપર્ટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આહિલ્યા બાય ધ સી ડોલ્ફિન બેના એક ભાગમાં આવેલી શાંત જગ્યા છે. વિલા અંગે ઓફિશ્યલ સાઇટ પર આપેલી જાણકારી અનુસાર, સમુદ્રની બાજુમાં આવેલ અહલ્યા બાય ધ સી, એક શાંત અને પ્રાઇવેટ જગ્યા છે. આ વિલામાં ખુબ સુંદર લોકેશન અને નજારાઓ ધરાવતા 9 રૂમ અલગ અલગ જગ્યાએ 3 વિલામાં આવેલા છે. આ સાથે જ તેમાં 2 સ્વિમિંગ પુલ પણ આવેલા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર