Home /News /lifestyle /

Health: જાણો કયા વિટામિનની ઊણપથી તમને થઇ શકે છે ભુલવાની બીમારી?

Health: જાણો કયા વિટામિનની ઊણપથી તમને થઇ શકે છે ભુલવાની બીમારી?

જાણો કયા વિટામિનની ઊણપથી તમને થઇ શકે છે ભુલવાની બીમારી

Health Tips: આપણા શરીરમાં જેમ બીજા વિટામિન્સ જરુરી છે, તે જ રીતે વિટામિન B12 પણ એટલું જ જરુરી છે. જે વ્યક્તિના શરીરમાં વિટામિન B12 ની અછત થાય છે, તેના લીધે શરીરની ડાઇજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઇ જાય છે. વેજીટેરિયન અથવા વેગન ફુડ લેનારા લોકોમાં પણ વિટામિન B12ની કમી જોવા મળે છે. જે ડિમેંશિયા જેવી બીમારીને જન્મ આપે છે.

વધુ જુઓ ...
    કોરોનાના ખૌફ વચ્ચે દુનિયાના લોકો હવે પહેલાં કરતાં પણ વધુ પોતાના શરીર અને સ્વાસ્થ્યને લઇને સજાગ બની ગયા છે. ત્યારે આજે પ્રશ્ન એ થાય છે કે, તમે પણ પોતાના સ્વાસ્થ્ય માટે એટલા જ સજાગ છો? શું સ્વસ્થ રહેવા માટે આપણે પોતાની લાઇફ સ્ટાઇલમાં ફેરફાર (Lifestyle) કર્યો છે?

    સ્વસ્થ જીવનશૈલીની સાથે યોગ્ય આહાર

    દરેક વ્યક્તિ પોતાને ફિટ રાખવા યોગ્ય ફુડ, કસરત યોગા અને જીમ પણ જાય છે પણ સ્વસ્થ જીવનશૈલીની સાથે સાથે વ્યક્તિએ પોતાના આહાર પર પણ વિશેષ ધ્યાન આપવું જોઇએ. હેલ્દી ડાઇટ અને એક્સરસાઇઝ પણ એટલી જ જરુરી છે.

    શરીરને રોજિંદા આહાર દ્વારા પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે તો શરીરને લાંબા સમય સુધી રોગો સામે લડવા માટેની ક્ષમતા પણ મળી રહે છે. આપણા શરીરને વિટામિન C, E અને Kની સાથે જ વિટામિન B12 પણ એટલું જ જરુરી છે.

    વ્યક્તિ જેમ જેમ વૃદ્ધ થતો જાય છે, તેમ તેમ તેની યાદશક્તિ ઓછી થતી જાય છે. આમ યાદશક્તિમાં ઘટાડો અને ડિમેન્શિયાની બીમારીનું મુખ્ય કારણ શરીરમાં વિટામિન B12ની ઉણપ હોય છે.

    યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની એક રિપોર્ટ અનુસાર...

    - શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે, Minimal Cognitive Impairment

    ડિમેંન્શિયાની બીમારી થઇ શકે છે.

    tododisca ના એક ન્યુઝ પ્રમાણે B12 આપણા શરીર માટે ઘણાખરા કારણોસર જરુરી છે.

    શરીરમાં સૌથી વધુ B12 વિટામિન ક્યાં મળી આવે છે?

    શરીરમાં B12 સૌથી વધુ લીવરમાં સ્ટોર હોય છે, આનું વૈજ્ઞાનિક નામ કોબેલેમિન (Cobalamin) છે.

    આ સિવાય સૌથી વધુ વિટામિન b12 પોર્ક લોઇન, બીફ લીવર, ઓક્ટોપસ, દુધ(Milk) ચીઝ વગેરેમાં મળી આવે છે.

    આ લક્ષણોથી સાવધાન રહો

    - યાદશક્તિ ઓછી થવી
    - બોલવામાં પણ સમસ્યા લાગે
    - સ્કિનનો કલર પીળો પડવો
    - સતત થાક લાગવો
    - કમજારી અને ભ્રમની સ્થિતિ અનુભવાય
    - રિફ્ક્લેસેસમાં અછત આવવી

    વિટામિન B12ની કમીના કારણે થતી સમસ્યા

    આપણા શરીરમાં જેમ બીજા વિટામિન્સ જરુરી છે, તે જ રીતે વિટામિન B12 પણ એટલું જ જરુરી છે. જે વ્યક્તિના શરીરમાં વિટામિન B12 ની અછત થાય છે, તેના લીધે શરીરની ડાઇજેસ્ટિવ સિસ્ટમ ખરાબ થઇ જાય છે. વેજીટેરિયન અથવા વેગન ફુડ લેનારા લોકોમાં પણ વિટામિન B12ની કમી જોવા મળે છે. જે ડિમેંશિયા જેવી બીમારીને જન્મ આપે છે.

    - શરીરમાં વિટામિન B12ની અછત આપણા શરીરની DNA Synthesisને ખરાબ રીતે અસર કરે છે. જેના કારણે શરીરમાં Red Blood Cells બનવાના ઓછા થઇ જાય છે. જેના કારણે એક ઘાતક બીમારી (Megaloblastic Anemia) થવાનો ખતરો વધુ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Health Tips, Lifestyle, Vitamin B12, Vitamin Deficiency, આરોગ્ય

    આગામી સમાચાર