માંસાહારી કરતા શાકાહારીઓને Stroke આવવાની શક્યતા વધારે: અભ્યાસ

News18 Gujarati
Updated: September 6, 2019, 11:58 AM IST
માંસાહારી કરતા શાકાહારીઓને Stroke આવવાની શક્યતા વધારે: અભ્યાસ
પ્રતિકાત્મક તસવીર

સગર્ભા મહિલાઓ જો પ્લાન્ટ આધારિત ખોરાક લે છે તો, તેના ગર્ભમાં વિકસી રહેલા બાળકના વિકાસ પર અસર કરી શકે છે.

  • Share this:
એક નવા અભ્યાસમાં એવું તારણ આવ્યું છે કે, શાકાહારી (vegetarians) લોકોને માંસાહારીઓ કરતા હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે રહેલી છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)નાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ તારણ આવ્યું છે.

આ અભ્યાસ મુજબ, માંસાહારીઓની સરખાણમણીમાં શાકાહારી  લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા 20 ટકા વધારે રહેલી છે. આનું કારણે એવું જણાવવામાં આવ્યું છે કે, શાહાક

શાકાહારી લોકોને હેમરેજ થવાની શક્યતા રહે છે અને આમ થવાનું કારણ એ છે કે, ધમનીઓમાંથી મગજમાં લોહી વહેવાનું શરૂ થાય છે. આ અભ્યાસ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે.

વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, શાકાહારી લોકોને કોલેસ્ટોરેલનું ભ્રમણનું પ્રમાણ ઓછું હોય છે અને વિટામિન B12 જેવા મહત્વના વિટામિનની ઉણપ હોય છે. આ કારણે પણ કદાચ હાર્ટ એટેકની શક્યતા વધી શકે.

આજે સમગ્ર વિશ્વમાં લોકો માંસાહાર ત્યજીને શાકાહારી બની રહ્યાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ, સંશોધકોએ એવી ચેતવણી આપી હતી કે, જે લોકો શાહાકારી બની રહ્યા છે તેઓ આગામી પેઢીના આઇ.ક્યૂ (IQ) પર જોખમ ઉઠાવી રહ્યાં છે અને પ્લાન્ટ આધારિત ખોરાકમાં શરીરને જરૂરી પોષકતત્વો હોતા નથી.

સગર્ભા મહિલાઓ જો પ્લાન્ટ આધારિત ખોરાક લે છે તો, તેના ગર્ભમાં વિકસી રહેલા બાળકના વિકાસ પર અસર કરી શકે છે.

 
First published: September 6, 2019, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading