Home /News /lifestyle /

હવે શાકાહારી લોકો પણ ખાઇ શકશે નોન-વેજ! માર્કેટમાં આવ્યું 'ફેક મીટ'

હવે શાકાહારી લોકો પણ ખાઇ શકશે નોન-વેજ! માર્કેટમાં આવ્યું 'ફેક મીટ'

હવે શાકાહારી લોકો પણ ખાઇ શકશે નોન-વેજ!

Plant Based Protein: લોકોએ પ્રાણીઓના માંસમાંથી બનેલા ઉત્પાદનોનો ખોરાક ઓછો કર્યો છે. આવી સ્થિતિમાં વર્ષ 2030 સુધીમાં પ્લાન્ટ આધારિત પ્રોટીનનો ઓસ્ટ્રેલિયામાં 3 અબજ ડોલરનો બિઝનેસ (Meat Business) થવાનો અંદાજ છે. ઘણા લોકો માને છે કે આ બનાવટી માંસ તેમના સ્વાસ્થ્યની (Health) સાથે સાથે પર્યાવરણ (Environment) માટે પણ વધુ સારું છે, પરંતુ શું તે યોગ્ય છે? ચાલો જાણીએ આ લેખમાં....

વધુ જુઓ ...
  છેલ્લા થોડા વર્ષોથી 'નકલી માંસ' (Fake Meat) એટલે કે પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન (Plant Based Protein) વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. લોકોએ પ્રાણીઓના માંસમાંથી બનેલા ઉત્પાદનોનો ખોરાક ઓછો કર્યો છે. આવી સ્થિતિમાં વર્ષ 2030 સુધીમાં પ્લાન્ટ આધારિત પ્રોટીનનો ઓસ્ટ્રેલિયામાં 3 અબજ ડોલરનો બિઝનેસ (Meat Business) થવાનો અંદાજ છે. ઘણા લોકો માને છે કે આ બનાવટી માંસ તેમના સ્વાસ્થ્યની (Health) સાથે સાથે પર્યાવરણ (Environment) માટે પણ વધુ સારું છે, પરંતુ શું તે યોગ્ય છે? ચાલો જાણીએ આ લેખમાં

  તંદુરસ્ત આહારના ભાગ રૂપે બનાવટી માંસ (Fake Meat)ને કેટલીકવાર ભોજન તરીકે ખાઇ શકાય છે. પ્લાન્ટ બેઝ્ડ ઉત્પાદનો (Plant Based Products)ની પસંદગી કરતી વખતે ઓછું નમક અને હાઇ ફાઇબર યુક્ત વિકલ્પો પસંદ કરવા માટે તેમાં લગાવેલા લેબલને અવશ્ય ચકાસો. જો તમે માંસનો વિકલ્પ શોધી રહ્યા હોય જે તમારા અને પર્યાવરણ બંને માટે તંદુરસ્ત હોય, તો છોડના પૂર્ણ આહાર પ્લાન્ટ બેઝ્ડ અથવા ફ્લેક્સિટેરિયન આહાર માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

  આ પણ વાંચો: Self care: જમ્યા બાદ શું ના કરવું જોઈએ? આ 8 બાબતોનું રાખો ખાસ ધ્યાન

  યુ.એસ. બિયોન્ડ મીટ બર્ગર પરંપરાગત બીફ પેટીસ કરતા 99% ઓછું પાણી, 93% ઓછો જમીન વપરાશ અને 90% ઓછા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો દાવો કરે છે. ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં આ મહિને પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં વધુ પ્લાન્ટ બેઝ્ડ ઉત્પાદનો ખાવાની નૈતિક અને આર્થિક અસરો પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

  સંશોધકોએ તારણ કાઢ્યું હતું કે, ગૌમાંસથી પ્લાન્ટ બેઝ્ડ ઉત્પાદનો તરફ આગળ વધવાથી યુ.એસ.ના ખાદ્ય ઉત્પાદનની કાર્બન અસર 2.5-13.5% સુધી ઘટી જશે. જેનાથી બીફ ઉત્પાદનો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓની જરૂરિયાત 20 લાખથી ઘટીને 1 કરોડ 20 લાખ સુધી ઓછી થઈ જશે.

  ઓસ્ટ્રેલિયન સુપરમાર્કેટ્સમાં ઉપલબ્ધ 130 થી વધુ ઉત્પાદનોના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે, પ્લાન્ટ બેઝ્ડ ઉત્પાદનોમાં સરેરાશ કેલરી અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઓછું હોય છે અને માંસ ઉત્પાદનો કરતા વધુ કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર હોય છે. જોકે, તમામ પ્લાન્ટ બેઝ્ડ ઉત્પાદનો સરખા બનાવવામાં આવતા નથી. 36 યુ.એસ.

  પુખ્ત વયના લોકો પર આઠ અઠવાડિયાના પરીક્ષણમાં આની તપાસ કરવામાં આવી હતી અને સંશોધકોને જાણવા મળ્યું હતું કે આના કરતા વધુ સિમ્યુલેટેડ માંસથી હૃદયરોગના જોખમી કારકોમાં સુધારો થયો છે, જેમાં કોલેસ્ટ્રોલનું સ્તર અને શરીરના વજનનો સમાવેશ થાય છે. જો કે, આ ક્ષેત્રમાં સંશોધન હજુ શરૂઆતના તબક્કામાં છે.

  આ પણ વાંચો: Monkeypox: માણસમાંથી શ્વાનમાં મંકીપોક્સ વાયરસના ચેપનો પ્રથમ કિસ્સો, વિશ્વમાં ફફડાટ, WHO એ કહી આ મહત્વની વાત

  નામથી આ માંસ લાગે છે, પરંતુ પહેલી વાત એ છે કે તે નકલી માંસ નથી. માંસ તરીકે આ ઉત્પાદનોનો ઉલ્લેખ કરવાથી માંસ ઉદ્યોગ દ્વારા વ્યાપકપણે ટીકા કરવામાં આવી છે. નકલી માંસ બે વિભાગમાં આવે છે: પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન અને કોષ-આધારિત પ્રોટીન.

  સુપરમાર્કેટમાં જોવા મળતા પ્લાન્ટ બેઝ્ડ બર્ગર અને સોસેજ ઘણીવાર વટાણા, સોયા, ઘઉંના પ્રોટીન અને મશરૂમ્સના છોડના ખોરાકમાંથી પ્રોટીન કાઢીને બનાવવામાં આવે છે. પરંતુ આ ઉત્પાદનોને દેખાવમાં પરંપરાગત માંસ જેવા બનાવવા માટે અને સ્વાદ માટે અસંખ્ય એડિટિવ્સની જરૂર હોય છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन