Home /News /lifestyle /ઘરે બનાવો વેજીટેબલ રાયતું, આ રીતથી બનાવશો તો નહીં છૂટે જરા પણ પાણી અને રહેશે ધટ્ટ
ઘરે બનાવો વેજીટેબલ રાયતું, આ રીતથી બનાવશો તો નહીં છૂટે જરા પણ પાણી અને રહેશે ધટ્ટ
આ રીતે ઘરે બનાવો વેજીટેબલ રાયતું
vegetable raita recipe: રાયતું ખાવાની પણ એક મજા હોય છે. રાયતું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમે અઠવાડિયામાં એક વાર આ વેજીટેબલ રાયતું ખાઓ છો તો હેલ્થને એક નહીં પરંતુ અઢળક ફાયદાઓ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જમવાની થાળીમાં કોઇ રાયતું આપે તો ખાવાની મજા ડબલ આવે છે. રાયતું હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ ટેસ્ટમાં પણ એટલું જ મસ્ત લાગે છે. રાયતું ખાવાની બહુ જ મજા આવે છે. રાયતું તમે એકલું ખાઓ છો તો પણ મજા પડી જાય છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત રાયતું લઇને આવ્યા છીએ. આ રાયતું તમે બાળકોને ખવડાવો છો તો હેલ્થને અનેક ધણાં ફાયદાઓ થાય છે. તો તમે પણ ઘરે બનાવો વેજીટેબલ રાયતું. આ રાયતું એક એવું છે જેમાં અનેક પ્રકારના વેજીટેબલ્સ આવતા હોવાથી બાળકોને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો વેજીટેબલ રાયતું
વેજીટેબલ રાયતુ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં દહીં લઇ લો. ત્યારબાદ આ દહીંને અડધો કલાક માટે ફ્રિજરમાં મુકી દો. અડધો કલાક પછી દહીંને બરાબર ફેંટી લો. દહીં સારી રીતે મિક્સ થઇ જાય એટલે એમાં જીરું પાવડર, કાળુ મીઠું, કાળા મરીનો પાવડર, લાલ મરચું નાંખીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ ડુંગળી, ટામેટા, શિમલા મરચા, ગાજર, ખીરાને ઝીણાં-ઝીણાં કટ કરી લો. હવે આ બધી જ વસ્તુઓને દહીંમાં એડ કરો. આ બધું એડ કર્યા પછી ઉપરથી કોથમીર એડ કરો અને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે વેજીટેબલ રાયતું.
બનાવતી વખતે આ ધ્યાન ખાસ રાખો
જ્યારે પણ તમે રાયતુ બનાવો ત્યારે ખાસ કરીને પહેલા દહીંને અડધો કલાક માટે ફ્રિજરમાં મુકી દો. દહીં ફ્રિજરમાં મુકવાથી ઘટ્ટ થાય છે અને ટેસ્ટ પણ સારો આવે છે. આ સાથે જ દહીંમાંથી પાણી છૂટતુ નથી જેથી કરીને રાયતું ખાવું ગમે. ઘણાં લોકો રાયતું બનાવે ત્યારે એમાંથી પાણીનો ભાગ છૂટો થવા લાગે છે જેના કારણે ટેસ્ટ બગડી જાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર